અગ્નિસંસ્કાર - 80 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 80



બે ત્રણ દિવસ સુધી ચોવીસે કલાક નજર રાખીને રોકી લેપટોપ સામે બેઠો હતો. પરંતુ પ્રિશા અને અંશ વચ્ચેની વાતચીત પરથી એને કોઈ કલુ ન મળ્યું કે જેથી એ જાણી શકે કે અંશના અને કેશવના મમ્મી મુબંઈમાં ક્યાં રહે છે?

અંશે થોડાક દિવસો પહેલા જ પોતાની મમ્મી અને કેશવના મમ્મીને એક અલગ બિલ્ડિંગમાં રહેવા માટે મોકલી દીધા હતા. જેનું સરનામું માત્ર અંશ પાસે જ હતું.

દિવસો પસાર થતા ગયા અને એ સમય આવી જ ગયો જેનો પ્રિશા અને અંશને ઇન્તજાર હતો. અગ્રવાલ સ્ટીલ કંપનીનો માલિક નવીન શર્મા આખરે મુંબઈ પહોચી ગયો. બે દિવસ પછી જ અગ્રવાલ સ્ટીલ કંપની પોતાની ગોલ્ડન જુબ્લી ઉજવવા જઈ રહી હતી.

" અંશ...પ્લાન બરોબર યાદ છે ને??" પ્રિશા એ પૂછ્યું.

" તું બેફિકર થઈ જા...પ્લાન એકદમ રેડી છે...બે દિવસ પછીની એ ગોલ્ડન ઝુબ્લીની પાર્ટીમાં નવીન, આરવ અને પેલી લીલાવતીનું કામ હું તમામ કરી દઈશ..."

પ્રિશા અને અંશ પોતાના પ્લાન વિશેની વાતચીત કરી રહ્યા હતા. જેની જાણ રોકીને કેમેરા અને સ્પીકરના લીધે થઈ ગઈ.

કાનમાંથી હેડફોન ઉતારતા એણે ખુદને પૂછ્યું. " આ અંશ અને પ્રિશા ક્યાં પ્લાનની વાત કરે છે?? નવીન શર્મા, લીલાવતી આ છે કોણ?" રોકી અંશ અને પ્રિશા વચ્ચેની વાતચીતમાં વધુ રસ લેવા લાગ્યો. અને ધીરે ધીરે કરતા એને અંશના આખા પ્લાન વિશેની જાણ થઈ ગઈ. .

" હવે સમજાયું...આ અંશ હવે અગ્રવાલ સ્ટીલ કંપની હડપવા માંગે છે... એ પણ એના માલિકનું ખૂન કરીને.....પણ તારો આ પ્લાન હું કામયાબ નહિ થવા દવ...." રોકી એ મનમાં નિણર્ય લેતા કહ્યું. ત્યાં જ અંશે વાતોમાંને વાતોમાં પ્રિશા સામે પોતાની મમ્મી અને કેશવના મમ્મીના ઘરનું એડ્રેસ કહી દીધું.

" બિંગો!!! "

" શું થયું રોકી? કામ થઈ ગયું?" પાછળ ઉભેલા સમીરે કહ્યું.

" યસ સમીર...એડ્રેસ મળી ગયું..."

" શું વાત કરે છે? તો આપણો પ્લાન ક્યારે શરૂ કરવો છે??"

" હમમ... એ જ દિવસે કરીએ જે દિવસે આ અંશ અને પ્રિશા નવીન શર્માનું ખૂન કરવા જવાના છે..."

" વાહ રોકી.... માની ગયો તારા પ્લાનને..."

" તું જો તો જા આગળ..હજુ તો કેશવને મુંબઈ બોલાવવાનો બાકી છે.."

રોકી અંશનો પ્લાન ફેલ કરીને ખુદના પ્લાનને સફળ બનાવવા તૈયાર થઈ ગયો. જ્યારે અંશ રોકીના પ્લાનથી બેફિકર બસ પોતાના પ્લાનને સફળ કરવા માટે તૈયારીમાં લાગ્યો હતો.

રોકી પાસે અંશના મમ્મીના ઘરનું એડ્રેસ મળતા તેણે પ્લાનના દિવસે જ એના ઘરેથી એમને કીડનાપ કરી લીધા અને એક મોટી હાઇફાઇ હોટલના ઉપરના માળે ખાલી પડેલી ગલેરીમાં ખુરશી પર બેસાડીને બાંધી દીધા.

અંશની મમ્મી લક્ષ્મી બેન હજુ પણ બેહોશ થઈને જ પડી હતી. તેમના હાથ અને પગ બન્ને ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યા હતા. જ્યારે એની બાજુમાં બીજી ખુરશી પર કેશવના મમ્મી રસીલા બેનને બાંધી રાખવામાં આવ્યા હતા. તેને હોશ આવી ગયો હતો અને એ બોલ્યા. " તું છે કોણ? શું જોઈએ છે તને અમારી પાસેથી?"

" આંટી...રિલેક્સ...તમે બસ મારા પ્લાનના મોહરા છો..મારો મેન ટાર્ગેટ તો તમારો દીકરો કેશવ અને અંશ છે..."

ત્યાં જ અંશના મમ્મીને પણ હોશ આવી ગયો અને એ બોલી.
" અંશ.... એ ક્યાં છે? ક્યાં છે મારો દીકરો...."

" તમે પણ હોશમાં આવી ગયા..ચાલો શરૂ થયું એકલો ઉભો ઉભો હું એમ પણ બોર જ થઈ રહ્યો હતો...લક્ષ્મી આંટી પગે લાગુ..." રોકી એ લક્ષ્મી બેનના ચરણ સ્પર્શ કર્યા.

લક્ષ્મી બેને મુંજવણમાં રોકી સામે જોયું અને કહ્યું. " તું છે કોણ?"

" મને નહિ ઓળખ્યો?? એક મિનિટ હમણાં તમે મને ઓળખી જશો..." રોકી એ તુરંત એક તસ્વીર લક્ષ્મીના આંખો સમક્ષ રાખી. જે તસવીરમાં બલરાજ સિંહ ચૌહાણ એના પુત્રને હાથમાં ટેડીને ઉભા હતા.

" હું બલરાજ સિંહનો પુત્ર છું..રણજીત સિંહ ચૌહાણ!...યાદ આવ્યું?"

લક્ષ્મી કે જેણે મુશ્કેલથી વર્ષો પહેલાની યાદો ભુલાવી નાખી હતી એ યાદો ફરી તસ્વીર જોઈને તાજી થઈ ગઈ.

" તું બલરાજ સિંહનો છોકરો છે??"

" હવે તો ઓળખી ગયાને, ચાલો મને આશીર્વાદ આપો કે હું મારા કાર્યમાં સફળ થઈ જાઉ.."

લક્ષ્મી બેનના ચહેરા પર પરસેવો છુટવા લાગ્યો. શરીરમાં ડરના લીધે ધ્રુજારી છુટવા લાગી.

" આંટી શું થયું? લાગે છે તમારી તબિયત ઠીક નથી...તમારે અંશ સાથે વાત કરવી છે??"

રોકી એ સીધો અંશને કોલ કર્યો.

શું અંશ પોતાની મમ્મીને રોકીના હાથોથી બચાવી શકશે?
જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ