અગ્નિસંસ્કાર - 79 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 79



" રોકી વોટ્સ યોર પ્લાન?" રોકીનો સૌથી નજદીકનો મિત્ર સમીરે કહ્યું.

" રિલેક્સ સમીર....હજુ તો ગેમની શરૂઆત થઈ છે.."

" ગેમ? કેવી ગેમ?"

" જો સમીર મારે અંશને ખતમ કરવો જ હોય તો હું પાર્ટીમાં જ એમને ખતમ કરી શકતો હતો પણ મારે પ્રિશાના મારફતે અંશના મમ્મીને મળવું છે...મારો ટાર્ગેટ અંશ પછી પહેલા એની ફેમિલી છે..."

" એની ફેમિલીમાં તો એના મમ્મી જ છે...."

" રાઈટ..."

" મતલબ તું પિતાનો બદલો અંશના મમ્મીને મારીને લઈશ..."

" ખાલી અંશના મમ્મી નહિ, કેશવના મમ્મી પણ મારા ટાર્ગેટમાં જ છે..."

**********************

અંશ અને પ્રિશા બન્ને હવે ખુલ્લીને એકબીજા સાથે રહેવા લાગ્યા. પરંતુ આ લવ સ્ટોરીની વચ્ચે રોકી હજુ સુધી હટ્યો ન હતો. અંશ રોકીને હજુ પણ એટલી જ નફરત કરતો હતો પરંતુ પ્રિશાના લીધે તેણે પોતાની નફરતને ચહેરા પર કયારેય દેખાવા ન દીધી.

આગળના એક મહિનામાં રોકી અને પ્રિશા વારંવાર મળતા રહેતા. ક્યારેક કોફી શોપમાં તો ક્યારેક કોઈ ખાસ સ્થળે બન્ને વચ્ચે મુલાકાત થતી જ રહેતી. જેથી પ્રિશા અને રોકી બન્ને સારા એવા મિત્ર બની ગયા. આ એક મહિનામાં જ્યારે પણ રોકી પ્રિશાને મળતો તો એ વાતચીત દરમિયાન વારંવાર અંશના પરિવાર વિશે પૂછતો પણ પ્રિશા એ અંશના ફેમિલી વિશે સાચી માહિતી ન આપી. જેના લીધે રોકીને ઉદાસ થઈને બેસી રહેવું પડતું. પરંતુ રોકી એ એક નવો પ્લાન તૈયાર કરી નાખ્યો.

એક દિવસ પ્રિશા અને અંશ બન્ને બજારમાંથી ખરીદી કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યાં જ રસ્તે એમને રોકી મળ્યો.

" હાઈ પ્રિશા..."

" હાઈ....હવે તો એવું લાગે છે જાણે એવરીડે આપણે મળીએ છીએ... કઈકને કઈક જગ્યાએ આપણે મળી જ જઈએ.."

" દુનિયા જેટલી મોટી દેખાય છે એટલી ખરેખર છે નહિ...ખબર નહિ ક્યાં રસ્તે ક્યાં આપણને કોઈ જૂનો દુશ્મન મળી જાય હે..." મજાક મસ્તીમાં રોકી એ પોતાની મનની વાત જણાવી દીધી.

" પ્રિશા મારે તારું એક કામ હતું?" માંગણીના સ્વરમાં રોકીએ કહ્યું.

" બોલ.."

" તારી પાસે કરિયર કાઉન્સિલિંગની બુક પડી છે ને તો એ પ્લીઝ મને એક દિવસ વાંચવા માટે આપીશ....?"

" સ્યોર....એક કામ કરને તું મારી ઘરે આવ હું તને હાથોહાથ આપી જ દવ છું..."

" એ પણ ઠીક છે..."

પ્રિશા એ રોકીને પોતાના ઘરે આવવા આમંત્રણ આપી દીધું. જે અંશને બિલકુલ ન ગમ્યું.

થોડીવારમાં પ્રિશા અંશ અને રોકી હેપીનેસ બંગલો તરફ પહોંચી ગયા. જેમ પ્રિશા એ ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં જ રોકી એ પોતાના ખિસ્સામાં રહેલા એક રિમોટનું બટન દબાવ્યું અને ત્યાં જ નજદીકના રસ્તે પડેલી એક મોટી કારમાં જોરથી બ્લાસ્ટ થયું.

" આ શેનો અવાજ??" પ્રિશા એ પૂછ્યું.

" લાગે છે મોટા પ્રમાણમાં કંઇક બ્લાસ્ટ થયું...ચલ પ્રિશા...." રોકી એ તુરંત પ્રિશાનો હાથ પકડ્યો અને એ બ્લાસ્ટ થયેલા રસ્તા તરફ લઈ ગયો. એની પાછળ અંશ પણ દોડતો દોડતો આવી ગયો.

પ્રિશાના ઘરનો દરવાજો ખુલ્લો હતો. કારમાં બ્લાસ્ટ કરીને રોકી એ પ્રિશા અને અંશનું ધ્યાન પણ ભટકાવી નાખ્યું. જે એકદમ પ્લાન મુજબ જ થતું હતું. ત્યાં જ રોકીની નજદીકથી સમીર પોતાનો સામાન લઈને પસાર થયો અને પ્રિશાના ખુલ્લા પડેલા ઘરની અંદર પ્રવેશી ગયો.

અહીંયા રોકી એ પ્રિશા અને અંશને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. બ્લાસ્ટ કોણે કર્યું? શું થયું ? આ કાર કોની હતી? જેવા અનેકો સવાલ આસપાસ ઊભી રહેલી ભીડ કરવા લાગી.
ત્યાં પ્રિશાના ઘરમાં સમીરે બેડરૂમમાં, કિચનમાં ,અંશ અને પ્રિશાના અંગત રૂમમાં જઈને ન દેખાય એવી જગ્યાએ નાના કેમેરા ગોઠવી દીધા. એની સાથે સ્પીકર પણ ગોઠવી દેવામાં આવ્યું હતું. કેમેરા અને સ્પીકર ગોઠવતા પંદર મિનિટ જેટલો સમય લાગી શકે એમ હતો. અને રોકી એ આ પંદર મિનિટ સુધી પ્રિશા અને અંશને રોકી રાખવામાં કામયાબ પણ થઈ ગયો.

બધા કેમેરા અને સ્પીકર ગોઠવીને સમીર પ્રિશાના ઘરેથી નીકળી ગયો અને રોકીને વર્ક કંપ્લેટનો ઈશારો પણ કરી દીધો.

" ચલ પ્રિશા...મને બુક આપી દે મારે હવે ઘરે જવામાં લેટ થાય છે..." રોકી એ કહ્યું.

પ્રિશા ઘરે જઈને પોતાના રૂમમાં ગઈ અને એક બુક લઈને રોકીને આપી દીધી.

" થેંક્યું પ્રિશા.....હું આ બુક કાલ જ તને પરત કરી દઈશ..."

" અરે એની કોઈ ઉતાવળ નથી, આરામથી વાંચીને આપજે..."

" ઓકે તો હું નીકળું....બાય..."

" બાય..."

રોકી ઝડપથી પોતાના ઘરે પહોચ્યો. અને લેપટોપ ખોલીને કેમેરા અને સ્પીકર કામ કરે છે કે નહિ એ ચેક કરવા લાગ્યો.

" બરોબરને રોકી ભાઈ??" ચેર પર બેઠેલા રોકીના ખભા પર હાથ રાખતા સમીરે પૂછ્યું.

" એકદમ પરફેક્ટ...." રોકી હવે પ્રિશાના ઘરની અંદર ચાલતી વાતચીત અને હલનચલન જોઈ શકતો હતો. જે અંશ માટે ખતરનાક હતું.

શું રોકી પોતાના પ્લાનમાં સફળ થશે? કે પછી અંશ આ છૂપાયેલા કેમેરા જોઈ જશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ