શંકા Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શંકા

છેલ્લા કેટલાય દિવસથી ત્રીસેક વર્ષનો સુયશ બહુ રોમેન્ટિક મૂડમાં રહેતો હતો. સવારે ઓફિસ જાય એટલે મસ્ત મજાનું પરફ્યુમ છાંટીને જાય. કોઈ રોમેન્ટિક ગીત ગણગણતો હોય. ચકચકતા બુટ પહેરીને જાય.
આજે પણ ઑફિસ જવા નીકળ્યો ત્યારે શ્રીલતાને ગાલે ટપલી મારીને બાય શ્રી ડાર્લિંગ કહીને નીકળી ગયો .એ શ્રીલતા ને કાયમ શ્રી જ કહેતો.
અચાનક સુયશ માં આવેલું આવું પરિવર્તન શ્રીલતા માટે આંચકાજનક તો હતુ જ. અત્યાર સુધી સુયશ સાવ તો નહી પણ થોડો તો લઘરું હતો જ. કોઈ વખત ઇન્શર્ટ કરે , તો કોઈ વખત ના કરે, જે બુટ દેખાય એ પહેરીને ચાલ્યા જવું. ટોકે ત્યારે પાછો બોલે કે શ્રી ડાર્લિંગ મારો બોસ મારું કામ જુએ છે. મારા કપડા નહીં.મારાથી એની કંપની ને કેટલો નફો થાય છે એ તને ખબર છે? ને સુયશમાં આ એકદમ જ પરિવર્તન? જરૂર દાલ મેં કુછ કાલા હૈ. શ્રી મનોમન બોલ: શું કરું? શું કરું?
એને એની એક કોલેજ મિત્ર મનાલી યાદ આવી. મનાલી ને એક્ટિંગ નો બહુ શોખ હતો, અત્યારે એ શોખ ચાલુ છે કે નહીં એ જોવું પડશે.
એણે મનાલીને ઘરે બોલાવી.મનાલી બહુ સુંદર દેખાતી હતી .
થોડી આડીઅવળી વાતો થઈ, કોલેજમાં કેવી કેવી મસ્તીઓ કરતા હતા વગેરે વગેરે વગેરે.... પછી શ્રીલતા મેઈન વાત પર આવી ગઈ.
' મનાલી, એકચ્યુલી વાત એમ છે કે, મારા હસબન્ડ સુયશમાં આજકાલ પરિવર્તન આવેલું હોય તેવું દેખાય છે. એકદમ જ રોમેન્ટિક થઈ ગયો. સરસ ડ્રેસિંગ, મોંઘુ પરફયમ, પોલીશ કરેલા સૂઝ. જબરદસ્ત મેકઓવર.
' તો એ સારી જ વાત છે ને, પ્રોબ્લેમ ક્યાં છે?'
' એજ પ્રોબ્લેમ છે યાર, કાંઈક કશું જોઈ નથી ગયો ને?'
' સમજી, મતલબ કે જીજાજી કોઈ જગ્યા એ ભેરવાઈ ગયા એવું લાગે છે?
શ્વાસ છોડી શ્રીલતા એ માથું ઉપર નીચે કર્યું. એણે મનાલીને પોતાનો પ્લાન કીધો.થોડી વાર વિચારી મનાલી બોલી :
' ઓકે શ્રી, તારા કહેવા પ્રમાણે હું જીજાજીને મારા પ્રેમ માં પાડવા ટ્રાય કરું છું. જો તારા કહેવા પ્રમાણે જીજાજીની ચાલચલગત બદલાઈ ગઈ હશે તો એ મારા પ્રેમ માં પડશે, ઓકે?'
' હા ' કહી શ્રીલતા એ પાછો નિઃશ્વાસ છોડ્યો.
' કુલ શ્રી કુલ, મને સો ટકા ખાતરી છે કે જીજાજી એવા નથી જ, એના જીવનમાં ફક્ત તું જ છે, તોય આપણે જોઈ લઈએ '
અને મનાલી સુયશને એના પ્રેમમાં પાડવા માટે સુયશ ની નજીક આવવા માંડી.
એ રોજે રોજ નું રિપોર્ટિંગ શ્રીલતા ને કહેતી.
પંદર દિવસ પછી મનાલી ઘરે આવી.
શ્રીલતા ઉત્સુકતા ભરી નજર થી એને જોવા લાગી .
' શ્રી, તારો સુયશ તો હિરો છે હિરો, મેં બધોજ ટ્રાય કર્યો પણ એણે મારામાં જરાય ઇન્ટ્રેસ્ટ ના લીધો, હા એણે પણ ફ્લર્ટિંગ જેવું કરેલું, પણ હું એનાથી અંતર જાળવતી હતી, અને હું જેવી જરા એની નજીક જવા લાગી તો એ પણ દૂર ખસી ગયો, મતલબ કે તારી શંકા એકદમ અસ્થાને છે. ઓકે?'
' હા, મનાલી, thanks તેં બહુ મોટું કામ કર્યું મારા માટે,
thanks again '
' ચાલ, તો હું જાઉં શ્રી'
' ઓકે, બાય મનાલી '
ને એકદમ જ બન્નેની નજરે સુયશને આવતા જોયો, તરત જ શ્રીલતા એ મનાલી ને અંદરના રૂમ માં છુપાવી દીધી .
' હાય શ્રી' કહીને સુયશે શ્રીલતાના ગાલ પર ટપલી મારી.
' શું સુયશ, આજ કાલ બહુ ખુશ હોય છે ને કંઈ ,એમાં ય આજે તો વધારે ખુશમાં લાગે છે ને કંઈ,શું વાત છે?'
: શ્રી માય ડાર્લિંગ , જો હું હમણાં મારા મિત્ર ને ફોન લગાવું છું, તું સાંભળ, તું બધુજ સમજી જશે,ઓકે'
ને સુયશે એના મિત્રને ફોન લગાવ્યો:
' હાય માર્દવ, કેમ છે? તારું કામ થઈ ગયુ ,હાં છોકરી બહુજ સુંદર દેખાય છે અને કેરેક્ટર પણ સારું છે, હા મારે એને ફ્લર્ટિંગ કરવું પડ્યું, સોરી ભાઈ, પણ એટલેજ ખબર પડી કે છોકરી સંસ્કારી છે, બસ હવે આગળ વધ , તમારી જોડી પણ સરસ લાગે છે, એકબીજાના નામ પર મેચ થાય છે, માર્દવ વેડ્સ મનાલી, સરસ, ચાલ ભાઈ , બીજું કંઈ કામ હોય તો બોલ, પણ યાર આવા કામ ના સોંપતો , હા હા હા હા હા ચલ બાય...'

બહાર શ્રીલતા અને અંદર મનાલી સાંભળતી રહી........
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995
jatinbhatt@gmail.com