હસે એનું ઘર વસે પણ.... Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

હસે એનું ઘર વસે પણ....



એક રવિવારે કમાકાકા ને ઘરે ગયો...

'આ કોરોના એ તો દાટ વળ્યો
જતલા (કાકા ને કાકી મને પ્યાર થી ' જતલા' કહે છે) તને શું કહું'

"કઈ રીતે કાકા"

'આ તારી કાકી ને સમજાવ કે કાનમાં હું માસ્ક પહેરૂ જ છું
તો પણ બોલ્યા કરે કે તમે કાનમાં ઈલાસ્ટિક આવે એવું જ પહેરો,
અલ્યા પણ હું એમ કહું કે મેઇન શું છે?

"માસ્ક પહેરવાનું..."

' તો તારી કાકી ને સમજાવ'...

'કેમ કાકી કાકાને હેરાન કરો છો?, બિચારા માસ્ક તો પહેરે છે "

'અલ્યા હું હેરાન કરું છું? આ તારો કાકો મને હેરાન કરે છે'

"કેવી રીતે?"

'અલા ભઈ.., મે એમને કાન મા ઈલાસ્ટિક વાળુ માસ્ક પહેરવા કીધું તો ના પાડે છે '

"અરે પણ કાકી મેઇન તો નાક ને મોઢું ઢંકાવુ જોઈએ, એટલે બહાર થી વાયરસ નાક ને મોંઢા માં ના જાય "

'અરે તને ખબર ના પડે કે હું કેમ કહું છું...
ગઈકાલે બાજુવાળા સરોજ બેન ની સાથે એક્યુપંક્ચર વાળા પાસે ગઈ તી.. કોઈ મેહતા ભાઈ કરીને છે, હવે આ સરોજ બેનને ઘણી બધી તકલીફો છે... એ વારેઘડીએ ડીપ્રેશન માં આવી જાય, હવે ડિપ્રેશન માં આવી જાય એટલે શરીર ની બધી જ તકલીફ થાય, પહેલાં તો એમને ખબર ના પડી, અલગ અલગ ડોક્ટરોની દવાઓ લીધા કરી પણ ફેર ના પડ્યો એટલે કોઈએ એમને આ મેહતા ભાઈ નું નામ બતાવ્યું... એટલે મેહતા ભાઈ એ એમની હિસ્ટરી લીધી અને પછી કીધું કે મૂળ માં ડિપ્રેશન છે એટલે આવું બધું થાય છે
એટલે એમણે સરોજબેન ની ની ટ્રીટમેન્ટ ચાલુ કરી...
હવે આ ટ્રીટમેન્ટ માં આ મેહતા ભાઇ કાન માં કઈ ઘણી બધી સોય નાખે છે '

'"હા કાકી એ તો હું સમજી ગયો, એને એક્યુપંક્ચર કહેવાય, પણ એમાં આ કાકા ને ઈલાસ્ટીક વાળુ માસ્ક નું કયાંથી આવ્યું"

' અરે જતલા , તું સમજ્યો નઈ, આ તારા કાકા રોજ સવાર પડે ને મૂડલેસ થઈ જાય '

'"કેમ?''

' જો પાછો, અલ્યા સવાર સવાર માં કોઈ માણસ મૂડલેસ કેમ થાય'

'' કેમ થાય''

' અરે ,. ઠરીને ખુલાસો ના થાય, વાછૂટ ના થાય, ને એને લીધે રોજ સવારે એમનું તાણ વાળુ મોઢું મારે જ જોવાનું થાય, એટલે મેં કીધું કે આપણે પણ મેહતા ભાઈ પાસે જઈ આવીએ
તો એમણે ફટ દઈ ના પાડી દીધી, પછી મેં જાતે મેહતા ભાઈ ને પૂછ્યું કે તમે પેલું કાન સોય ખોસતા એવી ટ્રીટમેન્ટ ઘરે કરવી હોય તો,
તો એમને કીધું કે કાન ની પાછળ પોઈન્ટ આવે છે એ રોજ રોજ દબાવો તો બધા પ્રોબ્લેમ દૂર થઈ જાહે....
એટલે તારા કાકા ને કહ્યા કરું કે કાન માં ઈલાસ્ટીક આવે એવું માસ્ક પહેરો...'

હીંચકા પર બેઠા બેઠા સોગીયુ ડાચું કરી કાકા બી આ લેક્ચર સાંભળતા હતા
પછી મને સાઇડ પર લઈ ગયા
બોલે :
' જતલા મેઇન વસ્તુ માં એવું છે કે આજકાલ હું સાયકલ ફેરવું છું, તો એની સીટ જરા કઠણ છે એટલે પ્રેશર ઉપર થી આવવું જોઈએ એને બદલે નીચેથી ઉપર જાય છે,ને એટલે સવાર સવારમાં આવું થાય તો હવે આવું બધું કઈ તારી કાકી ને થોડું કહેવાય'

પહેલા તો સમજ ના પડી...
થોડા સમય પછી મારો ટ્યૂબ લાઈટ ઝળકી કે કાકા શું કહેવા માગે છે
પછી તો હું એટલું બધું હસ્યો કે મારા પેટ માં જ પ્રેશર ઉભું થઈ ગયું ...

જતીન ભટ્ટ (નિજ)