Ray luck !!!! books and stories free download online pdf in Gujarati

રે નસીબ !!!!

'

એકલું મકાન હતું,....
લગભગ 1200 સ્કવેર ના પ્લોટ માં 1600 ના બાંધકામ વાળુ મકાન હતું, હું એ મકાન માં ચોરી કરવા ઘૂસ્યો, રાતના 3 વાગ્યા હતા
ચારે બાજુ નીતાંત અંધારું હતું,
મકાન ની ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ હતી,
ઉપર અણીદાર ખીલા મરેલા હતા,
ખીલા વાગી ન જાય એટલે મેં જાડા કપડા ઉપર નાખ્યા જેથી મને ખીલા ના વાગે...

મારી ઓળખાણ આપી દઉં
હું એક વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું,
એમ.બી.એ ફાઇનાન્સ છું, એક મલ્ટીનેશનલ કંપની
માં નોકરી કરતો હતો,...
કરતો હતો એટલા માટે કે લોકડાઉન માં મને કાઢી મૂકવામાં આવેલો,
એમ.બી.એ ફાઇનાન્સ એટલે કંપની ટાર્ગેટ આપે, ટાર્ગેટ એચીવ ના થાય એટલે મેમો આવે, છેલ્લે કાઢી મૂકે,
મારાથી ટાર્ગેટ પૂરો ના થયો એટલે મને કાઢી મૂક્યો,
કંપની નો ટાર્ગેટ તો પૂરો ના જ થયો અને આ બાજુ જિંદગી નો ટાર્ગેટ તો ઊભો જ હતો...
ઘરે સરસ મજાની ઘરવાળી, એક સુંદર પુત્રી , અને લોન પર લીધેલું ઘર,
મને એમ કે ચાલુ નોકરીએ લોન તો ભરાઈ જ જશે,
પણ સત્યાનાશ જાય આ કાળમુખા કોરોના નું,
હું લીટરલી રસ્તા પર આવી ગયો,
અરે એવું પણ નઈ કે નોકરી માંથી કાઢી મુકાયા પછી મેં પૈસા કમાવવાની કોશિશ નઈ કરી હોય, પણ બે છેડા ભેગા જ ન થયા,
એકબાજુ લોન ના હપ્તા, બીજા બધા રૂટીન ખર્ચા, માણસ કરે તો કેટલું કરે?
એટલે જ મેં એક મોટો હાથ મારવાનો વિચાર્યું..
એટલે એક મકાન મારા ધ્યાન માં પડયું,
10 દિવસ રેકી કરી..
આખા ઘર નું બહારથી નિરીક્ષણ કર્યું, પતિ પત્ની બે જ જણા એ ઘર માં રહેતા હતા,
એ લોકો ઉપર ના બેડરૂમ માં રાત્રે હોય છે, એ પણ ખબર પડી ગઈ,
મોટે ભાગે બેડરૂમ માં જ તિજોરી હોય છે ને?...

જાડું કાપડું લઈ કમ્પાઉન્ડ વોલ કુદાવી દીધી.. સીસીટીવી ની શંકા હતી એટલે આખો ચહેરો કવર કરી લીધો,
એકદમ હળવે હળવે, મકાન તરફ જવા માંડ્યો,
ઉપર બેડરૂમ ની બારી એ પહોંચી ગયો,
મારા શસ્ત્ર સરંજામ કાઢ્યા,
હળવે રહીને નીચેથી સ્ટોપર ઊંચી કરી,
ગ્રીલ પણ ખોલી કાઢી, ધીમેથી નીચે કુદી ગયો,
તિજોરી સામેજ હતી, બંને જણાને મનોમન પગે લાગ્યો, મનમાં જ સોરી બોલ્યો,
અને 20 જ મિનિટ માં રોકડા અને દાગીના લઈને છું થઈ ગયો,...

બીજા દિવસે સવારે ખાલી માહોલ જોવા એ મકાન બાજુ ગયો, ભીડ જમા થઈ ગઈ હતી, લોકો વાતો કરતા હતા કે રોકડા અને દાગીના થઈને કુલ્લે 15 લાખ નું ચોરે કરી નાખ્યું,
મનોમન હું પોરસાયો કે મસ્ત હાથ માર્યો,
પણ થોડું દુઃખ પણ થયું,
પછી મનમાં નક્કી કર્યું કે જ્યારે પણ કમાઈશ ત્યારે આમના રૂપિયા વ્યાજ સાથે આપી દઈશ, ભગવાન મને માફ કરે,

પણ પોલીસ મારા કરતાં વધારે હોંશિયાર નીકળી,
ચોથા દિવસે 10 શકમંદો ને પકડયા, ને એમાં મારો પણ નંબર લાગી ગયો,
કદાચ સીસીટીવીથી થોડો ડાઉટ ગયો હશે?,
જોકે મને કોઈ ટેન્શન નોતું, કારણકે કેશ અને દાગીના તો મેં કયારના ય સગે વગે કરી નાખેલા, એટલે હું ફૂલ કોન્ફિડન્ટ માં હતો,
,
પણ ખબર નઈ કેમ આજે મને શરીરે થોડી અશક્તિ વર્તાતી હતી, પગ પણ થોડા દુખતા હતા, કદાચ ઇન્સ્પેક્ટર નો ભય લાગ્યો હશે?

અને સામેથી ઇન્સ્પેક્ટર આવ્યા, મોંઢા પર માસ્ક પહેરેલું, પણ ડરામણી લાલ આંખ,
આવીને મને એક અડબોથ ઠોકી દીધી,
મારા આંખ માંથી આંસુ નીકળી ગયા...

'કેમ મારો છો'

જવાબ માં પાછી એક અડબોથ ને અપશબ્દ,

'ભણેલો થઈ ને ચોરી કરે છે?'

હવે હું તો સાવ પોચો, રીઢો ચોર તો હતો નઈ, અને વધારે માર ખાવાની મારામાં હિંમત પણ ન હતી, ગુનો કબૂલ કરી જ નાખ્યો,
પણ પૂછી તો લીધું જ
કે તમને ખબર કેવી રીતે પડી,

"બચ્ચું, તારી ચોરી કરવાની તૈયારી બરાબર હતી, પણ તને એ ખબર ના પડી કે આ બંને પતિ પત્ની હોમ આઇસોલેશન હતા, બંને ને covid પોઝીટીવ છે અને એમાં તું પાછો એ જ રૂમ માં ચોરી કરવા ગયો એટલે દસ શકમંદો માંથી તારો જ ટેસ્ટ પોઝિટીવ આવ્યો ને એમાં તું પકડાઈ ગયો'...

અત્યારે હું જેલ માં છું,...અને આ નવા નવા આવેલા કોરોના વાઇરસ ને કોશુ છું....






.. જતીન ભટ્ટ (નિજ)

'















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED