Bhago Angle books and stories free download online pdf in Gujarati

ભગો એંગલ 


અમારો ભગો ભણવામાં બહુ જ હોંશિયાર, પાછો ઈંગ્લિશ મિડિયમ માં ભણેલો,
કઈ બી કામ કરે એટલે આજુબાજુ નો બધો વિચાર તો કરે જ અને પછી જ એ કામ કરે,
પાછો એન્જિનિયર , એટલે રિસ્ક પણ કેલ્ક્યુલેટેડ લે, નિરીક્ષણ શક્તિ પણ જોરદાર, પણ પાછો લોચા ય જબરા મારે,

એના હાથ માં જરાય જપ નઈ એટલે વારે ઘડીએ કોઈ પણ ચીજ વસ્તુનું અદ્રશ્ય માપ લિયા કરે,
તમે એની જોડે વાત કરો એટલે એનું ધ્યાન તમારી ભણી પણ હોય અને એના હાથ કોઈ પણ વસ્તુ નું માપ પણ લેતો હોય, જેમ કે સામે વાળી બિલ્ડિંગ નું માપ લે, રીક્ષા નું, બસ નું, એના હાથ માપ જ લિયા કરતા હોય, એટલે અમે મિત્રો એ એનું નામ ભગો એંગલ પાડેલુ,

એક વખત ની વાત છે,
ઉતરાયણ આવી, ધાબા પર કનિયો પતંગ ચગાવતો હતો, કનિયા ની ઈચ્છા એની આગળ ના ધાબા પરની છોકરી ને પતંગબાજી થી ઇમ્પ્રેશ કરવાની હતી, ટૂંક મા કનિયો એને લાઇન મારતો હતો, આ બાજુ છોકરી ને પણ કનિયા ભણી સોફ્ટ કોર્નર હતો, પેલી છોકરી નો પતંગ અને કનિયા નો પતંગ જાણે આકાશ માં પ્રેમ કરતા હોય એટલી બાજુ બાજુ માં ઉડતા હતા, પેલી છોકરી વળી વળી ને પાછળ જુએ, અને કનિયો એની ભણી જોયા કરે અને ઉપર બંને ના પતંગ રોમાન્સ કરે,

હવે એન્ટ્રી પડી ભગાની,
હાથ માં એંગલ ની એક્શન કરતો, કરતો... ધાબા પર આવ્યો,
કનિયા ને પૂછ્યું,

'કોઈ મદદ'

કનિયા ની ભમતી હતી, ભગા ને કહે,

'મારો પતંગ ખાલી એની ઉપર લઈ આપ',

'ઓકે '

ભગા એ હાથથી એંગલ બનાવ્યો, દાઢી પર પહેલી આંગળી લઈને વિચાર્યું,
પતંગ ની દોરી હાથ માં લીધી, પવન નું જોર થોડું ઓછું થયું ને ભગાએ, બીજા હાથથી એંગલ ની એક્શન કરી, પતંગ ને ઠુમકો માર્યો ને પરિણામ, પેલી છોકરી ની પતંગ જ કપાય ગઇ,
ને પેલી એ કનિયા ભણી જે ડોળા કાઢ્યા,
ને આ બાજુ ભગો ગાયબ ,

બીજો કિસ્સો કહું તો,
અમારો એક મિત્ર પોતાના માટે છોકરી જોવા ગયો તો સાથે ભગા ને પણ લઈ ગયો,
છોકરી સામે આવી તો બરાબર ઊંચાઈ કહી દીધી બોલો,
અરે ઊંચાઈ ની વાત છોડો, નાક નું પણ માપ કહી દીધું અને પાછો બોલ્યો પણ ખરો કે આટલા એંગલ થી નાક હોત તો તારો ચહેરો ઓર રૂપાળો લાગતે
પરિણામ : છોકરી એ બંને જણાને અપમાનિત કરીને કાઢી મૂક્યા ,

હજુ એક કિસ્સો,

ભગા નો એક ભાઈ બાળકોનો નિષ્ણાત ડોક્ટર,
ઓપીડી માં એક મમ્મી એના છોકરાને બતાવવા આવી, કહે કે મારા બાબાને બરાબર ટોઇલેટ નથી આવતું, હજી તો ડોક્ટર બોલે એ પહેલાં તો ભગો
પહેલી આંગળી દાઢી પર રાખીને બોલ્યો,

'છોકરા ને 45 અંશ ના એંગલ થી છી કરાવો, બે જ મિનિટ માં છી થઈ જશે,

થેન્કસ કરીને પેશન્ટએ ચાલતી પકડી..
પેલો ડોક્ટર ભગા ભણી એવો કતરાયો
પણ ભગા ને કાંઈ ફરક નઈ.....

ભગો પાછો દેખાય ઓફિસર જેવો,એનો વટ તો પડે જ,
એક વખત મેઇન રોડ પર સિવિલ કામ ચાલતું હતું,
8_ 10 મજૂરો એક મોટા ઝાડ ને પાડવાની કોશિશ કરતા હતા,
એટલામાં ભગો ત્યાં પહોંચ્યો,
કાલ્પનિક માપ લીધું , હાથ થી એંગલ બનાવ્યો, દાઢી પર પહેલી આંગળી રાખી વિચાર્યું અને આઇડિયા આપી દીધો, કે આ પ્રમાણે ઝાડ પાડો,
પડયું.. પણ રોડ ની ઓપોઝિટ પડવાને બદલે રોડ સાઇડ પડયું એમાં ઝાડ નીચે કાર, સાયકલ , સ્કૂટર, ચગદાઇ ગયું બોલો,
મજૂરો એ ભગા ને શોધ્યો, પણ આતો ભગો,
એ કાંઈ ઊભો થોડો રેય,

પછી તો અમે છૂટા પડી ગયા,

વર્ષો પછી મેં વાંચ્યું કે ભગો હવે ડોક્ટર ભાગ્યેશ લખાવે છે અને પાછો કઈ સરકારી એવોર્ડ પણ મળ્યો, મને સાલું કઈ ગડ ના બેઠી,
ભગા ને મોબાઈલ કર્યો,
તો કહે અહીં આવીજા, વાતો કરીએ,
તો એ વાત એમ હતી કે..........

ભગો પહેલેથી થીયરી માં બહુ જ હોશિયાર
એની જોબ બલૂન બનાવવાની કંપની માં લાગી,
મોટા મોટા બલૂન બને અને એનુ પરીક્ષણ થાય,
બલૂન હિલિયમ ગેસ થી ગરમ થાય, ઉપર ચઢે...
મોટે ભાગે એનો ઉપયોગ વેધશાળા માં થાય,
હવે આપણા આ ભગાએ એક મસ્ત રિમોટ થી ચાલતું સોરી ઊડતું બલૂન બનાવ્યું,
અંદર કેમેરા પણ મૂકી દીધા,
આ બલૂન નું એક વખત મુંબઈ ના દરિયામાં પરીક્ષણ કરવાનું નક્કી કર્યું,

ને ભગલા ને એની ટીમે પરીક્ષણ ચાલુ કર્યું ,

બલૂન થોડું ઉપર ગયું, પછી દરિયાની સમાંતરે ઉડવા લાગ્યું...
રિમોટ ભગાના હાથમાં હતું,
અને એકદમ જ જૂનો ભગો જાગૃત થયો, હાથથી
કાલ્પનિક એંગલ બનાવ્યો, દાઢી પહેલી આંગળી થી થોડી ખંજવાળી ને ફટાક દઈ ને બલૂન નો એંગલ બદલી કાઢ્યો,
ને બલુને દિશા બદલી, ને ખબર નઈ, કોણ જાણે કઈ જગ્યા એ ગયું ,
પણ એના કેમેરા માં કોઈ મોટા જહાજ નો લાઈવ વિડિયો ચાલુ થઈ ગયો,
એનું મોનીટર ભગા પાસે હતું ને,
જહાજ નો સીન જોઈ ભગો એકદમ એકસાઇટ
થઈ ગયો, તરત જ મુંબઈ પોલીસ ને ઇન્ફોર્મ કર્યું,

મુંબઈ પોલીસે જહાજ માંથી બહુ બધી માત્રા માં આરડીએક્સ અને મુંબઈ માં ઘૂસવા માંગતા આતંકીઓ ને પકડી પાડયા....
...
હવે આ ખોટા એંગલ વળી વાત તો કોઈને ખબર જ ના પડી, ખાલી ભગા ને જ ખબર કે કરવા ગયા
થૂલું ને થઈ ગયો કંસાર....

પણ દેશ ને માટે પણ બહુ મોટી ઘટના બની ગઈ, ચારે બાજુ ડૉ. ભાગ્યેશ છવાઈ ગયા.. એક યુનિવર્સિટી માંથી માનદ ડી.લીટ ની પદવી મળી, ને સરકારે એવોર્ડ પણ આપ્યો...
.
.
.
.
.
.. જતીન ભટ્ટ (નિજ)




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED