દેવદૂત Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેવદૂત

સુશ્રુષા અને કરુણાનો પર્યાય એટલે નર્સ

નર્સ એટલે સેવા ચાકરી કરનાર વ્યક્તિ. તેનું કામ ડોકટર કરતાં વધારે મહત્વ નું છે તે દર્દી ની સારસંભાળ કાળજીપૂર્વક લે છે. દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યાર બાદ ની જવાબદારી ડોક્ટર અને નર્સ

ની થઈ જાય છે. દર્દી નું દુઃખ અને દર્દ ઓછું કરવા સહાનુભૂતિ સાથે તેની સેવા કરવી એ પણ ઉત્સાહપૂર્વક, ખંત અને લાગણી  સહિત. બિલકુલ કંટાળા વગર

અને હસતાં મોઢે દર્દી ને આવકાર આપવો અને તેની માવજત કરવાનું કાર્ય એક નર્સ કરી શકે છે.

ડોક્ટર તો નર્સ વગર પાંગળા થઈ જાય છે. દર્દી ની તપાસ કરવામાં, દવા આપવી, તેને સ્વચ્છ રાખવું, તેને માનસિક રીતે સ્વસ્થ રાખવું તે તમામ કામમાં ડોક્ટર ની મદદે નર્સ ખડા પગે ઊભા કરી મહેનત અને માનદારી  થી કરે છે. ઓપરેશન થિયેટરમાં નર્સ  વગર  ઓપરેશન કરવું શકય જ નથી. લાંબા સમય સુધી ચાલતાં ઓપરેશન માં ઘણીવાર ડોક્ટર ને નર્સ હિંમત આપે છે અને ચાલું

ઓપરેશને  ડોક્ટર ને ચા, કોફી અને નાસ્તો પોતાના હાથે કરાવે છે.

દર્દી ને તાજામાજા કરવામાં નર્સ નો મોટો ફાળો હોય છે. દર્દી ના સગા સંબંધીઓ તો તેને હોસ્પિટલમાં દાખલ કરી છૂટા ત્યાર  પછી નું કામ ડોક્ટર અને નર્સ નું

જ હોય છે.

એક કિસ્સો પ્રકાશમાં લાવું છું. અમદાવાદ ની હોસ્પિટલમાં એક દર્દી દાખલ કરવામાં આવ્યું. તેણી

ના કેસ ના ઉડાણ માં નહીં ઉતરીએ  પણ તે ગામડાંમાંથી  લાવવામાં આવ્યું હતું. તે બેભાન હતું. હોસ્પિટલમાં દાખલ કર્યા ના બીજા દિવસે તેણી કોમા માં જતી રહી. ડોક્ટર ના અથાગ પ્રયત્નો છતાં  તેણી હોશ માં આવી નહીં. ર્ડાક્ટર્સ એ તેણી ના માતાપિતાને દર્દી

ને ઘરે લઈ જવાનું જણાવ્યું પરંતુ તેઓએ ઘસીને  ના પાડી દીધી અને કહ્યું ઈલાજના જે રૂપિયા થાય તે અમે મોકલી આપીશું પણ અમે તેને પાછી ઘરે નહીં લઈ જઈએ અને તેઓ રૂપિયા નો ઢગલો કરી જતાં રહ્યાં પોતાનું

સરનામું આપ્યાં વગર.

આ દર્દી પાસે પોતાનું કહેવાય તેવું કોઈ ના રહ્યું. હોસ્પિટલ  સતાવાળાં ઓ એ એક નર્સ બહેન તેણી ની સારસંભાળ માટે રોકી દીધાં. દર્દી સુંદર, રૂપાળું અને

મનમોહક હતું. નર્સ બહેને તેણી ની દાદી, માં, હેન,  મિત્ર સેવા કરે તેમ પ્રેમ, લાગણી અને મમતા પૂર્વક કાળજી લેવા માંડી. તેણીને સ્વચ્છ રાખવી, દવા આપવી, ખોરાક આપવો, તેની સાથે વાતો કરવી આ રોજ નો ક્રમ બની ગયો. પણ દર્દી કોમા માં થી બહાર ના આવી.

એમ કરતાં ૧૦ વર્ષ વીતી ગયાં પણ પરિણામ શૂન્ય.

આ બાજુ નર્સ ની તબિયત નાજુક રહેવા લાગી પણ તેણીએ દર્દી પાસે થી ખસી નહીં. ને એક રાત્રે નર્સ

ઊંઘ માં જ સ્વર્ગે સીધાવી. સવારે સફાઈવાળા બહેન હોસ્પિટલમાં જાણ કરી અને ડોક્ટર જયારે નર્સ

ને તપાસી ત્યારે તેણી મૃત્યુ થયું  છે

તેમ જણાવ્યું અને ત્યાંજ દર્દી એ બૂમ મારી નર્સ મારે પાણી પીવું છે. ત્યારે ડોક્ટર અને રૂમમાં હાજર

દરેક વ્યકિત ની આંખમાં આસું આવી ગયાં. દર્દી એ હોશ માં આવી ત્યારે જણાવ્યું કે રાત્રે નર્સ મારી બાજુમાં બેસી ભગવાન ને પ્રાર્થના કરતાં હતાં હે પ્રભુ મારા પ્રાણ લઈ લે પણ આ દર્દી ને સાજું કરી દે. જ્યારે ઘરવાળા સાથ છોડી દીધો અને આ અજાણી નર્સે મારા માં પ્રાણ પૂર્યા  પ્રભુ તેણી ના આત્મા ને શાન્તિ અર્પે.

આ કહાની માનવતા નું અદભુત ઉદાહરણ આપે છે.

નર્સ તો દેવદૂત ગણાય અને તે પૂજવા લાયક અને સન્માનિય વ્યકિત છે