વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 12 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 12

{{{Previously: શ્રદ્ધા અંદર જાય છે. એણે બારીકાઈથી વિશ્વાસના ફ્લેટને જોયું અને એને લાગ્યું કે જાણે એ સપનું જોતી હોય. જયારે બંને સાથે હતાં ત્યારે શ્રદ્ધાએ વિશ્વાસને એનાં સપનાંનાં ઘરની વાત કરી હતી, એવું જ ઘર એણે સજાવ્યું હતું. એણે આમતેમ ફરીને આખું ઘર જોઈ લીધું, એનાં ફેવરિટ કલરની વોલ્સ, એને ગમતાં સોફાની સ્ટાઇલ, અને શ્રદ્ધાને ગમતો હીંચકો ત્યાં લિવિંગ રૂમનાં એક નાનાં કોર્નરમાં લગાવ્યો હતો. અંદર કિચન પણ જોઈ આવી, એને જેવું ગમતું એવું જ કિચન બનાવ્યું હતું. વિન્ડોઝ પર એને ગમતાં સફેદ રંગનાં પડદાં... એનું સપનું વિશ્વાસે સાકાર કરેલું જોઈને શ્રદ્ધાની આંખો ભીની થઇ ગયી...પણ કંઈ બોલી નહીં.}}}


વિશ્વાસ: બેસ..બેસ! ઊભી કેમ છે? તારું જ ઘર સમજ... Be comfortable!

(આંખને લૂછી સ્વસ્થ થઈને શ્રદ્ધા બોલી)

શ્રદ્ધા: હા, thanks!

વિશ્વાસ: તને ઘર ગમ્યું? એમ તો ફ્લેટ જ છે, પણ મારી માટે તો આ સપનાનું ઘર છે.

શ્રદ્ધા: (નરમાઈથી) હા, બહુ જ સરસ છે! એકદમ આપણા સપનાં જેવું... (એ અચકાઈ અને આગળ બોલી નહિ.)

વિશ્વાસ: એક મિનિટ... હું તારી માટે મસ્ત મસાલા ચાઇ લઈને આવું!

શ્રદ્ધા: ના...રહેવા દે. મેં ચાઇ છોડી દીધી છે, ઘણો સમય થયો.

વિશ્વાસ: (હળવાશથી) હા, પણ મારાં હાથની ચાઇ તું try પણ નહીં કરે?

શ્રદ્ધા: (મંદ મુસકાતી) ok.. તું આટલું insist કરે છે તો લઇ આવ, પણ થોડી જ.

વિશ્વાસ: ok..just a minute. હું આવ્યો...

(વિશ્વાસ કિચનમાં જાય છે. શ્રદ્ધા ઘરને ફરી એક વાર મન ભરીને નિહાળી લે છે. થોડી વારમાં વિશ્વાસ ચાઇ લઈને આવે છે.)

શ્રદ્ધા: (ચાઇ હાથમાં લઈને સૂંઘતા) સુંગંધ તો બહુ જ સરસ છે ને! તને ચાઇ બનાવતાં આવડી ગયી એમ ને?

વિશ્વાસ: try તો કર, પછી કહેજે.

(શ્રદ્ધા ચાઇનો એક સિપ લે છે અને ખુશીથી)

શ્રદ્ધા: ફાઈનલી, તને ચાઇ બનાવતા આવડી જ ગયી. હવે તને જરૂરથી કોઈ સારી છોકરી મળી જશે.

(વિશ્વાસ ચુપચાપ તેની તરફ જોઈ રહ્યો છે, એની આંખોમાં પીડા અને આશા છે.)

વિશ્વાસ: (નિસાસો નાંખતા) હા, પહેલાં જ શીખી લીધી હોત તો તું મને છોડીને ચાલી ના ગયી હોત....

(શ્રદ્ધા ચોંકી જાય છે અને વાત બદલે છે)

શ્રદ્ધા: (અટકાવતાં) તો...તું કેવા પ્રકારના નાં કેસ લડે છે? I mean તારી સ્પેશિયાલિટી શેમાં છે?

વિશ્વાસ: (હળવાશથી) એમ તો હું family lawyer છું, પણ... તારે શું કામ છે એ કહે, હું કોઈ પણ લૉયરને તારા માટે અરેન્જ કરી દઈશ. (શ્રદ્ધા થોડીક ચિંતામાં છે.)

શ્રદ્ધા: સાચ્ચે? ઓહ... હા, યાદ આવ્યું... તું કેહતો હતો કે તારે ફેમિલી લૉયર જ બનવું હતુ! હું તો ભૂલી જ ગયી હતી... મને તારી જ જરૂર છે! I am sorry... I mean... Family lawyer ની જ જરૂર છે!

વિશ્વાસ: (નરમાઈથી) હા, મને ખ્યાલ હતો કે તું ભૂલી ગયી હોઈશ.. એટલે જ તારે પૂછવું પડ્યું કે હું ક્યા પ્રકારના કેસ લડું છું. યાદ હોત તો તેં પૂછ્યું ના હોત.. જવાદે, બોલ શું કેસ છે તારો?

(શ્રદ્ધા હિંમત કરી વાત શરૂ કરે છે)

શ્રદ્ધા: મને સિદ્ધાર્થ પાસેથી ડિવોર્સ જોઈએ છે!

(વિશ્વાસના મુખ પરથી હસી અચાનક ઉડી જાય છે. શ્રદ્ધાના જવાબથી તે સ્તબ્ધ થઈ જાય છે.)

(વિશ્વાસના હૃદયમાં કંઈક તૂટે છે, પરંતુ તે સાંભળે છે, અને શ્રદ્ધા તેની આંખોનો સામનો કરી રહી છે. બંને વચ્ચે એક પડદા જેવો મૌન છવાઈ જાય છે, જે કોઈ પણ શબ્દોથી પૂરો થઇ શકે તેમ નથી.)

વિશ્વાસ શ્રદ્ધાની નજીક જાય છે, હળવાશથી તેનો હાથ પકડે છે. શ્રદ્ધાનાં હૃદયનાં ધબકારાં વધી જાય છે, તેં પણ વિશ્વાસનાં હાથને ધીરેથી સ્પર્શ કરે છે, બંનેની આંખો એકબીજાને જોઈ રહી હોય છે અને મનોમન ઘણાં પ્રશ્નોના જવાબો આપતી લાગે છે, એ હૂંફાળો સ્પર્શ બંનેને ભૂતકાળમાં લઇ જાય છે...જ્યાં હંમેશા આવો સ્પર્શ રહેતો, આવો પ્રેમ રહેતો...અને બંને એકબીજાનાં દિલમાં વસતાં.

થોડો સમય બસ આમ જ વીતી જાય છે, શ્રદ્ધાની આંખમાંથી એક ગરમ આંસુનું ટીપું ગાલ પર સરકે છે, અને વિશ્વાસ એને સરકતું અટકાવી શ્રદ્ધાનાં ગાલ પરથી લૂછી નાંખે છે. શ્રદ્ધા એની જાતને હવે વધારે કાબુમાં રાખી શકતી નથી અને પોતાને વિશ્વાસનાં ખભા પર ઢોળી દે છે. વિશ્વાસ પણ એક ક્ષણની રાહ જોયા વિના શ્રદ્ધાનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવે છે. જાણે રાધાજી ભાગીને આવ્યાં હોય અને કાન્હાજી એમને પ્રેમ કરતાં હોય, એમ જ શ્રદ્ધા અને વિશ્વાસ બંને એકબીજા સાથે બેઠાં હતાં, હાથમાં હાથ, ખભા પર માથું અને ભરપૂર પ્રેમ, એવું દ્રશ્ય રચાયું હતું .