વિશ્વાસ અને શ્રદ્ધા - 9 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - 9

{{{Previously: અદિતિ જાણતી હતી કે વિશ્વાસ ઘણો એકલો પડી ગયો છે, એની લાઈફમાં કોઈ રોમાન્ચ નથી રહ્યો, બસ કામ કામ ને કામ...અને એમાં જ પોતાની જાતને બીઝિ રાખે છે!

ફાઈનલી, એને સારું લાગે અને એના બોરિંગ રૂટિનમાં થોડો ચેન્જ આવે એટલે અદિતિએ બપોરે ગ્રીનવુડ કાફેમાં લાઈટ લંચ અને સાંજે મુવી અને પછી એ જ્યાં કામ કરે છે એ જ હોટેલમાં ડિનરનો પ્રોગ્રામ ફિક્સ કર્યો હતો... }}}


શ્રદ્ધા જયારે ઘરેથી નીકળી ત્યારે સાસુમાંને ફોન કરીને જણાવી દીધું હતું કે ડૉક્ટરને મળ્યાં પછી એ એની ફ્રેન્ડ મૃણાલ સાથે આખો દિવસ બહાર છે.


પણ ઘરેથી નીકળીને તરત જ શ્રદ્ધા સિટીમોલમાં આવેલા મૃણાલના બુટિક પર ગયી. બન્ને થોડી વાર બેઠાં, મૃણાલે શ્રદ્ધાને એની સ્ટોરની ટૂર કરાવી અને શ્રદ્ધા અને મૃણાલે આજના દિવસનો પ્લાન બનાવ્યો. પહેલા એકસાથે લંચ અને પછી મૂવી જોવા જવાનું નક્કી કર્યું હતું. શ્રદ્ધાની એપોઇન્ટમેન્ટ ત્યાં સિટીમોલનાં નજીકમાં જ હતી એટલે શ્રદ્ધા ડોક્ટરને ત્યાં જઈ આવી અને પછી બંનેએ નક્કી કરેલા કાફેમાં મળ્યાં.


મૃણાલ વહેલાં પોંહચી ગયી હતી એટલે ટેબલ બુક કરાવીને બેસી ગયી હતી. થોડી જ વારમાં શ્રદ્ધા પણ ત્યાં પોંહચી ગયી. આજનાં આખાં દિવસનાં પ્લાનને લઈને મૃણાલ ખુશ હતી.


મૃણાલે કહ્યું, "શ્રદ્ધા, હું વાસ્તવમાં ખુશ છું કે આપણે આ દિવસ એકસાથે વિતાવી રહ્યા છીએ. સાત વર્ષ એક લાંબો સમય છે. ઘણી વાતો કરવાની હજુ બાકી છે. "


"હા, મૃણાલ, મને પણ મારા મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જ પ્રિય છે," શ્રદ્ધાએ ઉત્સાહભેર કહ્યું.


"મારા વિષે તો તું હવે બધું જાણે જ છે, તું મને એ જણાવ તમે બંને પ્રેમમાં કેવી રીતે પડ્યાં હતાં? મેં એને જોયો નથી પણ તારી વાતો પરથી અને જે વર્ણન કર્યું છે એના પરથી લાગે છે કે જો હું એને મળી હોત તો મને પણ પ્રેમ થઈ જાત. Sorry...પણ મને સાચ્ચેમાં એમ જ લાગે છે!," મૃણાલે કહ્યું.


હા, સાચ્ચે! એ એવો જ છે! " શ્રદ્ધાએ નમ્રતાથી કહ્યું. આગળ ઉમેરતાં બોલી, " અમારી પહેલી મુલાકાત બસ એટલી જ હતી, હું એને જોતી જ રહી ગયી. બધાં વાતો કરતા હતા અને હું એને જ જોઈ રહી હતી. જયારે એની નજર મારી પર પડતી હું નજર ફેરવી લેતી, અને જયારે એ મને ના જોતો હું એને ત્રાંસી નજરે તાકી રહેતી. મેં એને જાણે મનભરીને જોયો હોય એમ લાગ્યું હતું પણ જયારે એ જતો હતો ત્યારે હું અંદરથી ખૂબ અકળાઈ ગયી હતી, અને મને થયુ કે કેમ મેં એની સાથે વાત ના કરી? અરે ખાલી નામ પણ પૂછી લીધું હોત તો...હું કોંટેક્ટ કરી શકત..પણ હવે શું ? એ તો જઈ રહ્યો છે ... હું મનોમન મને કોસતી રહી અને એ નીકળી ગયો."


" સાચ્ચે! બહુ જ દુઃખ થયું હશે ને તને! " મૃણાલ નિસાસો નાખતાં બોલી.


શ્રદ્ધા થોડી મલકાઈ અને ઉમેર્યું, " હા, બહુ જ અફસોસ થયો હતો એ દસ સેકન્ડ માટે! ફક્ત દસ સેકન્ડ માટે, અને પછી તરત જ એ પાછો ફર્યો હતો, મને એક નજર જોવા માટે. આ વખતે ફરીથી અમારાં બંનેની નજર મળી. અમે બંને શરમાયાં, અમે બંને એકબીજા સામે જોયી પહેલી વખત હસ્યાં. અને...શરૂઆત થઈ અમારી અનોખી પ્રેમ કહાનીની!


બંને હસી પડ્યા. વિશ્વાસ સાથેની એ હળવી પળો યાદ કરીને શ્રદ્ધાને બહુ જ સારું ફીલ થઇ રહ્યું હતું.


અનાયાસે તે જ સમયે, વિશ્વાસ અને અદિતિ પણ એ જ રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા. તેઓ દરવાજા પરથી અંદર આવ્યા અને શ્રદ્ધા અને મૃણાલને જોઈને થોડીક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા.


"વિશ્વાસ!" શ્રદ્ધા આનંદથી બોલી. એને સપનાં જેવું લાગ્યું.


વિશ્વાસ અને અદિતિ બંને હસતાં તેમની ટેબલ તરફ આગળ વધ્યા, "શ્રદ્ધા! તમે અહીં?" અદિતીએ ખુશીથી કહ્યું. "આ સાચ્ચો સંયોગ છે! સાત વર્ષ પછી ફરીથી મળવું, તે પણ આવું," અદિતિએ ઉમેર્યું.


વિશ્વાસ જયારે લંડન જવાં માટે નીકળ્યો હતો ત્યારે અદિતિ પણ એને see off કરવાં માટે આવી હતી અને ત્યારે જ શ્રદ્ધા અને અદિતિ બંને પહેલી વાર એકબીજાને મળ્યાં હતા. વિશ્વાસે શ્રદ્ધાને " તારી ભાભી " કહીને અદિતિને ઈન્ટ્રો કરાવ્યું હતું. ત્યારબાદ ઘણાં સમય સુધી બંને કોંટેક્ટમાં હતા.


શ્રદ્ધા હજુ પણ આશ્ચર્યમય હતી, છતાં થોડી સ્વસ્થ થઈ બોલી, "સાચ્ચે જ, આટલાં સમયથી એક જ શહેરમાં હોવાં છતાં આજે આવી રીતે અચાનકથી મળી જવું, એનાથી મોટો સંયોગ શું હોઈ શકે? "


શ્રદ્ધા : અદિતિ, આ મારી કોલેજ ફ્રેન્ડ મૃણાલ છે! અને મૃણાલ, આ અદિતિ અને...


મૃણાલ ઉત્સાહથી બોલી, "વિશ્વાસ, હું જાણું છું. હેલ્લો, અદિતિ ! હેલ્લો, વિશ્વાસ! "


બધાંએ એકબીજાને આવકાર આપ્યો, મૃણાલે અદિતિ અને વિશ્વાસને એમના ટેબલ પર એમની સાથે લન્ચ કરવાં માટે આમન્ત્રણ આપ્યું.


વિશ્વાસ અને અદિતિ બેસી ગયા. ધીમેથી હકીકતને સ્વીકારતા, વિશ્વાસે શ્રદ્ધાને કહ્યું, " કેમ છે શ્રદ્ધા? "


"બસ મઝામાં. તું કહે, તું કેમ છે? " શ્રદ્ધાએ સ્મિત સાથે પૂછ્યું.

વિશ્વાસ : હું એકદમ મઝામાં છું. તને ખુશ જોઈને હું પણ ખુશ છું. Good to see you.


માહોલ થોડો ચિંતાજનક થઈ જતાં મૃણાલ બોલી, " ચાલો ચાલો ... બહુ લેટ થયું છે અને મને બહુ જ ભૂખ લાગી છે. કંઈક ઓર્ડર કરીએ. "


અને મૃણાલે વેઈટરને બોલાવ્યો એટલે બધાંએ ઓર્ડર કર્યો. જમવાનું આવે ત્યાં સુધી મૃણાલે અને અદિતિએ એકબીજાની ડિટેઇલમાં ઓળખાણ આપી. શ્રદ્ધા અને વિશ્વાસ કંઈ બોલ્યા નહીં, થોડું સ્મિત કરી એમની વાતોમાં હામી ભરી.


લંચ દરમ્યાન, વિશ્વાસ અને શ્રદ્ધા એકબીજા વિશે વાત ના કરી શકે એટલે જીવનની અવનવી વાતો કરવા લાગ્યા. મૃણાલે વિશ્વાસ અને અદિતિને મૂવી અને ડિનર માટે પણ આમંત્રણ આપ્યું. "ચાલો, લંચ પછી આપણે મૂવી અને ડિનર પણ સાથે જ કરીએ," મૃણાલે સૂચવ્યું.


અદિતિએ ઉમેર્યું, " એક શર્ત પર, ડિનર અમારી હોટેલમાં કરીશું. I mean...હું જ્યાં જોબ કરું છું એ હોટેલમાં. "

બધાંએ ખુશીથી આ વિચાર મંજુર કર્યો.


શ્રદ્ધા અને વિશ્વાસ બંનેના મનમાં ઘણા પ્રશ્નો હતા, ઘણી વાતો કરવી હતી. બંને અત્યારે એમનાં ફ્રેંડ્સ સામે એકદમ સ્વસ્થ અને નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.


લંચ પછી, તેઓ એક સરસ મૂવી જોવા ગયા. મૂવી દરમિયાન, બધાંએ થોડી મજાક મસ્તી ને વાતો કરતાં મૂવી એન્જોય કર્યું. ક્યારેક ક્યારેક શ્રદ્ધા અને વિશ્વાસ બંને એકબીજા સામે જોઈ લેતાં, ક્યારેક થોડું સ્મિત આપી દેતાં અને ક્યારેક આંખોથી વાત કરી લેતાં.


લન્ચ લેટ કર્યું હોવાથી બહુ ભૂખ નહતી, છતાં એકબીજા સાથે ટાઈમ પસાર થાય અને અદિતિની હોટેલમાં જમવાનાં પ્લાનના લીધે, મૂવી પછી, તેઓ ડિનર માટે ગયા. આ સાંજ વાસ્તવમાં યાદગાર હતી. તેઓ હસતાં-વાતો કરતાં ભોજન કરી રહ્યા હતા, અને સાત વર્ષ પછી મળીને જૂની યાદો તાજી કરી રહ્યાં હતા.


શ્રદ્ધાનું વિશ્વાસને આ રીતે મળવું, એક સંકેત લાગ્યો હતો. એને મનને મનાવી લીધું હતું કે એ સિદ્ધાર્થ પાસેથી ડિવોર્સ લઈને જ રહેશે.


ડિનર દરમિયાન, તક ઝડપી લઈને શ્રદ્ધાએ વિશ્વાસને કહ્યું, "વિશ્વાસ, સાત વર્ષ પછી તને મળવું, અને તે પણ આ સંજોગમાં, ખરેખર અદ્ભુત છે."


વિશ્વાસે સ્મિત કરી કહ્યું, "શ્રદ્ધા, જીવનમાં આવા સંયોગો દુર્લભ હોય છે, અને તે આપણને ઘણી ખુશીઓ આપે છે."


મૃણાલે ઉમેર્યું, "આવી જ રીતે આપણે જીવનને જીવવું જોઈએ. હસતાં-ખેલતાં અને દરેક ક્ષણને આનંદથી માણતા."


બધાએ એકબીજાનાં કોલેજનાં કોમન ફ્રેંડ્સને યાદ કર્યા. અદિતિ પણ વિશ્વાસનાં ઘણાં મિત્રોને જાણતી હતી. શ્રદ્ધા અને વિશ્વાસ અંદરથી એકબીજા સાથે વાત કરવાનો મોકો શોધી રહ્યાં હતા.


આ દિવસ તેમના માટે ઘણો ખાસ બન્યો. ક્યારેક જિંદગીમાં આવી નવાઈ ભરેલી અને ખુશીઓથી ભરેલી મોમેન્ટ્સ મળે છે, જે મનને હંમેશાં ખુશી અને સંતોષ આપે છે. આ સંયોગમાંથી એક નવી યાદ બની, જે તેઓ ક્યારેય ભૂલશે નહિ.


રાતનો સમય થવાં આવ્યો હતો અને હવે બધાં એકબીજાથી અલગ થવાની તૈયારીમાં હતાં. ત્યાં જ અદિતિ અને મૃણાલને થયુ કે બંનેને વાત કરવા થોડી સ્પૅસ આપવી જોઈએ એટલે બન્નેને કહ્યુ કે, તમે વાત કરી લો. અમે રાહ જોઈએ છીએ, એમ કહીને પોતાની કારમાં બેઠાં.


વિશ્વાસ અચકાતાં, " ઘણાં સમય પછી તને જોયી, તું હજુ પણ એવી જ છે! "

શ્રદ્ધા વિશ્વાસની વાતમાં હામી ભરતાં, " હા, અને તું પણ ક્યાં બદલાયો છે? "

વિશ્વાસ : ઘણાં સમય પછી હું આમ બહાર નીકળ્યો આજે. સારું થયું કે નીકળ્યો. આખરે આપણે મળ્યાં!

I am happy to see you.

શ્રદ્ધા : મારું પણ કંઈક આવું જ છે, મૃણાલ પણ ઘણાં સમય પછી મળી એટલે એને મળવાનો પ્લાન બન્યો તો હું પણ બહાર આવી. I am also happy to see you.

વિશ્વાસ : આપણે ફરીથી...કોન્ટેક્ટમાં આવી શકીયે.

તને વાંધો ના હોય તો મને સેલફોન નંબર આપીશ.

શ્રદ્ધા : હા, કેમ નહીં, એમ પણ હું જ તારો નંબર માંગવાની હતી. મને થોડુ કામ હતું. તું લૉયર છે ને હવે!

વિશ્વાસ : ઓહ...! ફક્ત કામ છે એટલે જ!

શ્રદ્ધા : ના, ના! એવું નહિ.


બંને હસે છે અને એકબીજાનો નંબર એક્સચેન્જ કરે છે.


શ્રદ્ધા : ક્યારે ફોન કરીશ? I mean.. હું તને ક્યારે ફોન કરી શકું?

વિશ્વાસ : તું ઠીક છે ને? તને ક્યારથી મને ફોન કરવાં માટે ટાઈમ જોવાની જરૂર પડવાં લાગી. થોડું અચકાઈને , i mean... કોઈ પણ સમય જયારે તું ફ્રી હોય, ફોન કરી શકે છે.

શ્રદ્ધા : સારું, હું ફોન કરીશ, તું ના કરતો. એમ કહીને બંને ઘરે જવાં માટે નીકળે છે.


ઘરે જતાં આખાં રસ્તે અદિતિ અને વિશ્વાસ કંઈ જ વાત નથી કરતાં અને ઘરે પોંહચીને તરત જ વિશ્વાસ એનાં રૂમમાં જતો રહે છે.


વિશ્વાસની નજર એનાં ફોનની સ્ક્રીન પર જ છે. એ આતુરતાથી શ્રદ્ધાના ફોનની રાહ જોવે છે.


આ તરફ શ્રદ્ધા પણ ઘરે પોંહચીને, એના રૂમમાં જતી રહે છે. સિદ્ધાર્થ આજે વહેલો આવી ગયો છે. એટલે કંઈપણ બોલ્યા વગર એ ફ્રેશ થઈને સુઈ જાય છે. એનું મન વિશ્વાસને ફોન કરવાં માટે તલપાપડ થઈ રહ્યું હતું, પણ સિદ્ધાર્થ ત્યાં જ હોવાથી એને એનું મન માંડી વાળ્યું.


થોડા સમય પછી જોયું તો સિદ્ધાર્થ ઊંઘી ગયો હતો, એમ જોઈને શ્રદ્ધા ફોન લઈને બહાર ગેલેરીમાં આવી.


ખચકાટ સાથે, વિશ્વાસને ફોન કરવાં નંબર ડાયલ કર્યો અને પછી કાઢી નાંખ્યો. થોડીવાર વિચાર્યા પછી, એને એક ટેક્સ્ટ મેસેજ લખ્યો, અને વિશ્વાસને સેન્ટ કર્યો.


વિશ્વાસ જે રાહ જોઈને બેઠો હતો, એને તરત જ inbox ખોલ્યું અને શ્રદ્ધાનો મેસેજ read કર્યો :


"Sorry.. બહુ લેટ થયું છે અને અત્યારે ફોન નહીં થાય એટલે મેસેજ કરું છું. તું બરોબર પોંહચી ગયો ને ઘરે. હું પણ પોંહચી ગયી છું. કાલે ફોન કરીશ. તું સમય કાઢી રાખજે. ઘણી વાતો કરવી છે તારી સાથે. " - શ્રદ્ધા.


વિશ્વાસ મેસેજ read કરીને ઘણો ખુશ થયો, એને વળતો reply આપ્યો :


" sorry કેમ બોલે છે! તું ગમે ત્યારે મેસેજ કે કૉલ કરી શકે છે, તારી માટે તો મારી પાસે સમય જ સમય છે. તું ફોન કરજે, મારે પણ ઘણી વાતો કરવાની છે. અને હા, હું પોંહચી ગયો છું. આરામ કર અત્યારે, કાલે નિરાંતથી વાત કરીશુ. હું રાહ જોઇશ. Goodnight " - વિશ્વાસ


શ્રદ્ધાના ચાલ્યાં જવાથી વિશ્વાસ સાવ સૂનો અને નિરશ થઇ ગયો હતો, એને શ્રદ્ધા પાસેથી ઘણાં જવાબો લેવાનાં બાકી હતાં. એ દુઃખી હતો. છતાં જેને એ પોતાની જાત કરતાં પણ વધારે ચાહવા લાગ્યો હતો એને આજે વર્ષો પછી જોયી અને વાત કરી એટલે ક્યાંક એનો ગુસ્સો શાંત થયો હતો અને એ અકબંધ પ્રેમ ઉભરી રહ્યો હતો.


વિશ્વાસને એક વખત જોવાની એની ઈચ્છા આજે અચાનક જ પૂરી થઇ જતાં, શ્રદ્ધાનું મન આજે તૃપ્ત હતું. છતાં એ જાણતી હતી કે જયારે વિશ્વાસ એને પ્રશ્ન કરશે ત્યારે એનો સામનો કરવાં માટે એને તૈયાર રેહવું પડશે.


બંને આજે વર્ષો પછી, મીઠી યાદોને વાગોળતાં, ચેહરા પર મંદ સ્મિત સાથે, કાલની રાહ જોતાં, જાણે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા.


શું શ્રદ્ધા અને વિશ્વાસ ફરીથી એક થશે? શું સિદ્ધાર્થ શ્રદ્ધાને ડિવોર્સ આપશે? શું વિશ્વાસ શ્રદ્ધાની હેલ્પ કરશે? બંનેની મુલાકાત સાચ્ચેમાં સંયોગ હતો કે કોઈની પ્રીપ્લાંનિંગ ?