વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 6 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 6

{{{Previously: મૃણાલ, તને શું કહું હું મારી લાઈફ વિષે? હું ખુશ હતી, એમ કહું કે અમે ખુશ હતા...બધું જ બરાબર ચાલતું હતું પણ છેલ્લા 2-3 વર્ષથી બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું છે મારી લાઈફમાં! કંઈ જ સમજાતું નથી, મૃણાલ. હું કેટલા સમયથી મારી જાતને જ ખોટું બોલી રહી છું કે બધું બરાબર ચાલી રહ્યું છે, હું ખુશ છું, બધું બરાબર થઈ જશે, પણ...સાચું કહું તો હવે હું થાકી ગયી છું ! હવે મારાથી વધારે સહન નહીં થાય...હું સિદ્ધાર્થ જોડે હવે નહિ રહી શકું...મને ડિવોર્સ જોઈએ છે! }}}


શ્રદ્ધા આગળ બોલતી હતી અને મૃણાલ એને સાંભળતી હતી...


સિદ્ધાર્થને શું થઇ ગયું છે એ જ મને સમજાતું નથી! ના તો એ મારા પ્રશ્નોનો જવાબ આપે છે કે ના તો મને એના થી દૂર જવા દે છે! Everytime મને બસ એ કંઈક ને કંઈક સંભળાયા જ કરે છે! પેહલા આવું નહતું, મને હાથમાં ને હાથમાં જ રાખતો હતો, પણ અચાનક એક દિવસ ઘરે આવ્યો ને મારી પર બહુ જ ગુસ્સો કર્યો! પૂછવા લાગ્યો કે તુ મને પ્રેમ કરે છે કે નહિ? તેં મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે! આવું બધું જેમ તેમ બોલવા લાગ્યો! મને સમજાયું જ નહીં કે સિદ્ધાર્થ આમ કેમ બોલે છે? અને એ દિવસથી બસ આવું જ ચાલે છે...સાચું કહું તો..અમે સાથે સુતા પણ નથી ...ક્યારેક એનું મૂડ સારું હોય તો એ મને એની જોડે બેડમાં સૂવા દે છે, બાકી બધા દિવસ હું સોફામાં જ સૂઈ જવું છું ! હવે તું જ કહે જે ભૂલ મેં કરી જ નથી અને જેની મને જાણ જ નથી એ વાતની સજા એ મને કેમ આપે છે?


મૃણાલ : ઓ i see..શ્રદ્ધા, મને એમ લાગે છે કે એને કંઈક જાણવા મળ્યું હશે બહારથી જે તેં એને ક્યારેય કહ્યું નહીં હોય...અને બસ એટલે જ એ તારી જોડે આવી રીતે બિહેવ કરે છે!


શ્રદ્ધા : ...પણ એવું તો શું મેં નથી કહ્યું એને! સિદ્ધાર્થ બધું જાણે જ છે ને!


મૃણાલ : તારી ફેમિલી વિષે એ બધું જ જાણે છે, રાઈટ? તારા past વિષે એને બધી જાણ છે ? તેં એને બધું જ કહ્યું હતું...? આ તો જસ્ટ ઈન કેસ તું કંઈ ભૂલી ગયી હોય કે મગજ બહાર કોઈ વાત રહી ગયી હોય અને એ જ વાત એને બહારથી જાણવા મળી હોય તો પણ એ આવું બિહેવ કરી શકે છે!


શ્રદ્ધા : હા, બની શકે, પણ આવી રીતે થોડી કોઈ પણ વાતનો નિકાલ આવે! એને at least મને કેહવું તો જોઈએ ને કે પ્રોબ્લેમ શું છે?


મૃણાલ: okay.. ચાલ છોડ! મને એમ કહે કે તેં હમણાં જ અમારી ગેંગ એવું કહ્યું ! એક પ્રશ્ન આવ્યો મને કે...શું તું આજે પણ એના કોંટેક્ટમાં છે!


શ્રદ્ધા: એના? કોના? મૃણાલ!


મૃણાલ : સાચું કહું તો એ તો હું પણ નથી જાણતી..તેં મને કંઈ કહ્યું જ નહતું ... યાદ છે આપણે કોલેજમાં હતા ને પછી તું જેને અમારી ગેંગ કહે છે એમાં હું પણ શામિલ થઇ હતી, એનું કારણ અભી જ હતો, કેમ કે તેં તો મને ક્યારેય તમારા ગ્રુપને introduce કર્યું જ નહતું ...


શ્રદ્ધા: હા, પરંતુ મને ક્યારેય એવું લાગ્યું ન હતું! જ્યારે હું પ્રથમ વાર ભારત આવી અને કોલેજના પ્રથમ દિવસે મને વિનય, અભી અને બીરેન મળ્યાં, હું તરત જ તેમની મિત્ર બની ગઈ. બાકી મિત્રો સાથેનો સંપર્ક પણ એ જ દિવસે ખતમ થઈ ગયો જે દિવસે વિનય એની સાથે કોલેજમાં એના કઝીનને મળવા લઈ આવ્યો હતો...


તેર વર્ષ પહેલાં નો એ સમય યાદ કરું છું તો પસ્તાવો થાય છે કે મેં એવું તો શું ખોટું કરી નાખ્યું કે મારી આખી લાઈફ જ બદલાઈ ગયી.


એક દિવસ કેન્ટીનમાં હું મારા રેગ્યુલર ટાઈમ કરતાં વહેલી પોંહચી ગયી હતી અને જયારે હું ત્યાં પોંહચી ત્યારે મેં બીરેન અને વિનયને વાત કરતા સાંભળી લીધા હતા.


"સાચું કહું તો, મને પ્રેમ થઇ ગયો હતો. હું વિચારતો હતો કે આ જ છે જેના વિષે હું હંમેશાં સપનાં જોતો હતો. પણ એની વાતો સાંભળીને હું ચિંતામાં મુકાઈ ગયો... કદાચ જો હું એને કહીશ કે હું તને પ્રેમ કરું છું, તો કદાચ એ મારી સાથેની આ દોસ્તીને પણ ખતમ કરી નાખશે. એટલું તો હવે હું જાણું છું!" વિનય આંખો ભીની કરીને બોલી રહ્યો હતો અને બીરેન તરત જ બોલ્યો, "ચાલ, છોડ ને, એ બધી વાત! શ્રદ્ધા નહીં તો એની બેન!"

અને બંને ખડખડાટ હસી પડ્યા.


જયારે વિનય મને ભૂલવાની વાત કરતો હતો અને દોસ્તી તૂટી ના જાય એ વિશે વિચારતો હતો ત્યારે મને લાગ્યું કે અમે હંમેશા સારા ફ્રેંડ્સ રહીશુ. અને મને આ વાતની ખબર છે એ હું ક્યારેય એને જાણ નહીં થવા દઉં. એટલે હું ત્યાંથી નીકળી ગયી.


આ વાતને ઘણો સમય પસાર થઈ ગયો હતો. બધું સામાન્ય રીતે ચાલતું હતું. અમારી ગેંગ કોલેજમાં ખૂબ ધૂમ મચાવતી અને છતાં પણ સારા ગ્રેડ લાવતી, એટલે પ્રોફેસર્સ પણ ખુશ રહેતા અને વધુ માથાકૂટ નહીં કરતા.


એક દિવસ અમે બધાં કેન્ટીનમાં બેઠા હતાં કે વિનય આવ્યો, એની સાથે એ વ્યક્તિ હતી, જેની તું વાત કરે છે, જેના વિષે મેં તને ક્યારેય કહ્યું નહતું....પણ આજે હું તને મારાં મનની વાત કહું છું, મૃણાલ...સાંભળ...


હા,મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે....


કોણ છે એ વ્યક્તિ જેના વિષે શ્રદ્ધા વાત કરવાની છે મૃણાલને ? શું એ બંને પણ પ્રેમમાં હશે ક્યારેય? જો હતા જ તો દૂર કેમ થયાં?

વધુ આવતાં અંકે....