વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 11 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 11

{{{Previously:વિશ્વાસ : માફી ? કંઈ વાતની, શ્રદ્ધા? તું મને છોડીને ચાલી ગયી એના માટે ? તેં મારી રાહ ના જોયી એના માટે? કે તેં બીજાં કોઈ સાથે મેરેજ કરી લીધાં એનાં માટે? કે પછી મને કસમ આપીને ક્યારેય તારો કોન્ટેક્ટ ના કરવાં માટે કહ્યું હતું એના માટે?

શ્રદ્ધા : તને મેં આટલાં વર્ષો સુધી જે દુઃખ આપ્યું,એના માટે માફી માંગુ છું, વિશ્વાસ!

વિશ્વાસ :એ સમય તો હવે ચાલ્યો ગયો ને! તું મને એ બધાં વર્ષો પાછા આપી શકતી હોય તો હું માફી આપવાં તૈયાર છું!

શ્રદ્ધા થોડી વાર સુધી કંઈ બોલી નહીં....}}}

થોડી વાર શું જવાબ આપવો એ વિચારીને, શ્રદ્ધા : સારું, ચાલ રહેવા દે! અત્યારે મારે તારી સાથે ઝગડો નથી કરવો, છોડ એ બધી વાત... એમ કહે કે આપણે મળી શકીયે? મારે જરૂરી વાત કરવી હતી. હું ફોન પર નહીં કરી શકું!

વિશ્વાસ : હા, અત્યારે હું ફ્રી જ છું, પણ સાંજે મારે એક મિટિંગ અટેન્ડ કરવાની છે.

શ્રદ્ધા : તો બોલ ? ક્યાં અને ક્યારે મળી શકીએ? હું પોંહચી જઈશ.

વિશ્વાસ : ઘરે જ આવી જા ને! બહાર મળવું કદાચ તને પ્રોબ્લેમ કરશે!

શ્રદ્ધા : ઓહ... તું sure છે? કેમ ઘરે કોઈ નથી?

વિશ્વાસ : ના..હું અને અદિતિ બંને સાથે રહીએ છે અહીંયા. ગઈકાલે જ તો વાત થઈ હતી! હું એડ્રેસ ટેક્સ્ટ કરુ તને , તું આવીજા.

શ્રદ્ધા : સારું તો હું નીકળું છું.

વિશ્વાસ શ્રદ્ધાને એના ઘરનું એડ્રેસ સેન્ટ કરે છે.

"વૈષ્ણોદેવી સરકલ પાસે, અદાણી શાંતિગ્રામ B2 MEADOWS, E બ્લોક, અમદાવાદ. " - વિશ્વાસ.

શ્રદ્ધા તરત જ કાર લઈને નીકળી જાય છે. નીકળતાં સરિતાબેનને કહે છે કે હું મારી ફ્રેંડના ઘરે જાઉં છું, બપોરે જમીને આવીશ.

સરિતાબેને શ્રદ્ધાને યાદ કરાવ્યું કે સાંજે એમને સિદ્ધાર્થ જોડે બહાર જવાનું છે એમ નલીનીબેને કહ્યું હતું અને એમણે સાહેબને પણ ફોન કરીને કહી દીધું છે.

શ્રદ્ધા "સારું " કહીને ફટાફટ વિશ્વાસને ને મળવા નીકળી ગયી જાણે કેટલાય વર્ષોથી એને એકાંતમાં મળવાની રાહ જોતી હોય!

રસ્તામાં શ્રદ્ધાએ ફરીથી વિશ્વાસને ફોન કર્યો, અને પૂછ્યું,

"તારું એડ્રેસ અધૂરું છે! E બ્લોક તો બરાબર છે પણ ફ્લેટ નંબર તો તેં કહ્યો જ નથી!"

વિશ્વાસ : ઘર નંબર તો તને ખબર જ હશે ને!

શ્રદ્ધાને કંઈ સમજાયું નહીં, પણ "હા, સારું. હું શોધી લઈશ." એમ કહીને ફોન મૂકી દીધો.

થોડીવારમાં એ પોંહચી ગયી, E બ્લોકમાં જઈને એને નીચે વિશ્વાસના ઘરની નેમ પ્લેટ વાંચી.

"VISWAS DAVE" BLOCK E

FLAT NO. 1302

ફ્લેટનો નંબર જોતાં જ શ્રદ્ધાને ઘણું દુઃખ થયું, એને એમ થયું કે જે વ્યક્તિ એને આટલું ચાહતી હતી, એનાં વિશે એક વખત પણ એને વિચાર ના કર્યો! વિશ્વાસે ફ્લેટનો નંબર શ્રદ્ધાનાં જન્મદિવસ પર જ લીધો હતો. તેરમી ફેબ્રુઆરી. 13/02

શ્રદ્ધા લિફ્ટમાં ઉપર જાય છે, 13 ફ્લોર પર.

1302 ફ્લેટ આગળ આવીને ડોરબેલ વગાડે છે, અને તરત જ વિશ્વાસ ડોર ખોલે છે.

વિશ્વાસ : હાય ...શ્રદ્ધા!

શ્રદ્ધા : હેલ્લો!

વિશ્વાસ : ફાઈનલી તને મળી ગયુ એમ ને, આવ... અંદર આવ.

શ્રદ્ધા : હા, thank you!

શ્રદ્ધા અંદર જાય છે. એને બારીકાઈથી વિશ્વાસના ફ્લેટને ઉડતી નજર નાંખી તો એને લાગ્યું કે જાણે એ સપનું જોતી હોય. જયારે બંને સાથે હતાં ત્યારે શ્રદ્ધાએ વિશ્વાસને એનાં સપનાંનાં ઘરની વાત કરી હતી એવું જ ઘર એને સજાવ્યુ હતું. એણે આમતેમ ફરીને આખું ઘર જોઈ લીધું, એનાં ફેવરિટ કલરની વોલ્સ, એને ગમતાં સૉફાની સ્ટાઇલ, અને શ્રદ્ધાને ગમતો હીંચકો ત્યાં લિવિંગ રૂમનાં એક નાનાં કોર્નરમાં લગાવ્યો હતો. અંદર કિચન પણ જોઈ આવી, એને જેવું ગમતું એવું જ કિચન બનાવ્યું હતું. વિન્ડોઝ પર એને ગમતાં સફેદ રંગનાં પડદાં... એનું સપનું વિશ્વાસે સાકાર કરેલું જોઈને શ્રદ્ધાની આંખો ભીની થઇ ગયી...પણ કંઈ બોલી નહીં.