વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 10 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 10



{{{Previously: બંને આજે વર્ષો પછી, મીઠી યાદોને વાગોળતાં, ચેહરા પર મંદ સ્મિત સાથે, કાલની રાહ જોતાં, જાણે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા.


શું શ્રદ્ધા અને વિશ્વાસ ફરીથી એક થશે? શું સિદ્ધાર્થ શ્રદ્ધાને ડિવોર્સ આપશે? શું વિશ્વાસ શ્રદ્ધાની હેલ્પ કરશે? બંનેની મુલાકાત સાચ્ચેમાં સંયોગ હતો કે કોઈની પ્રીપ્લાંનિંગ ? }}}



આજની સવાર કંઈક અલગ જ હતી. શ્રદ્ધા નાહી-ધોઈને પરવારીને નીચે આવી એના ચેહરા પર કંઈક અલગ જ ચમક હતી. નલિનીબેને શ્રદ્ધાને ખુશ જોઈને કહ્યું, " સુખી રહો, બેટા. તારી ખુશીનું કારણ તો હું જાણતી નથી, પણ જે હોય એ હંમેશા રહે એવી ભગવાનને પ્રાર્થના.


શ્રદ્ધા પણ ખુશી ખુશી કિચનમાં ગયી અને બ્રેકફાસ્ટ બનાવ્યો. આજે ઘણા સમય પછી એણે એના ભાવતાં મિક્સ વેજેટેબલ્સનાં પરાઠાં બનાવ્યાં.


બધાંએ સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટની પ્રશંસા કરી. સિદ્ધાર્થ નીચે આવ્યો ત્યારે બ્રેકફાસ્ટ તૈયાર હતો એટલે એને જાણ નહોતી કે શ્રદ્ધાએ આજનો બ્રેકફાસ્ટ બનાવ્યો છે, અને કોઈએ કહ્યું પણ નહીં.


આજે તો સિદ્ધાર્થે પણ કહ્યું, " વાહ, મઝા આવી. દરરોજ આવો બ્રેકફાસ્ટ મળતો હોય તો બહાર બ્રેકફાસ્ટ ના કરવો પડે. "


બધાં પરવારીને એમનાં કામે લાગ્યાં, આજે ઘરનું વાતાવરણ થોડું ખુશનુમા લાગતું હતું. સિદ્ધાર્થ ઓફિસ માટે નીકળે એની રાહ જોતી હતી, શ્રદ્ધા. એનાં નીકળતાં જ શ્રદ્ધા ઉપર એના રૂમમાં ગયી.


અહીં એક તરફ આજે વિશ્વાસ મસ્ત ઊંઘ લઈને ઉઠ્યો હતો, ઘણાં સમય પછી એ આજે ગાર્ડનમાં જોગિંગ કરવાં ગયો હતો. અને ઘરે આવ્યો ત્યારે પણ એ ખુશ દેખાતો હતો, અદિતિ વિશ્વાસને હેરાન કરવાં નહોતી માંગતી, છતાં બોલી, " વિશ્વાસ, all ok? બહુ દિવસે આજે જોગિંગ, keep going on, ભાઈ "


વિશ્વાસ કંઈ બોલ્યો નહીં પણ હસ્યો. ફ્રેશ થઈને બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યો અને પછી અદિતિ એનાં મિત્રોને મળવા બહાર નીકળી. વિશ્વાસને આજે સાંજે એક મિટિંગ હતી એ સિવાય આજે એ ફ્રી હતો. એટલે શ્રદ્ધાના ફોનની રાહ જોતાં ફોન લઈને બેઠો.


એટલાંમાં જ ફોનની રિંગ વાગી, સ્ક્રીન પર capitalમાં "SK” લખાઈને આવ્યું. એટલે તરત જ એને ફોન ઉપાડી લીધો.


ફોન ઉપાડીને, તરત જ વિશ્વાસ : હેલ્લો, કેમ છે?

શ્રદ્ધા : હું મઝામાં. તું? ફ્રી છે ને? ડિસ્ટર્બ તો નથી કર્યો ને? પેહલી જ રિંગમાં ફોન ઉપાડી લીધો!

વિશ્વાસ : તારા જ ફોનની રાહ જોતો હતો. હા, બિલકુલ ફ્રી છું. બોલ...

શ્રદ્ધા : ઘણો સમય વીતી ગયો ને...આ રીતે ફોન પર વાત કરે!

વિશ્વાસ : હા, સાચ્ચે ઘણો સમય વેડફાઈ ગયો. તારા વગર....

શ્રદ્ધા થોડું ખચકાતાં : તને યાદ છે ને...મેં મેરેજ કરી લીધાં છે.

વિશ્વાસ : હા , બહુ સારી રીતે યાદ છે. કેવી રીતે ભૂલી શકું!

શ્રદ્ધા : સોરી..માફીને લાયક તો નથી હું, પણ હવે આપણે આટલાં સમય પછી ફરીથી મળ્યાં જ છીએ તો તું મને માફ નહીં કરે, વિશ્વાસ?

વિશ્વાસ : માફી ? કંઈ વાતની, શ્રદ્ધા? તું મને છોડીને ચાલી ગયી એના માટે ? તેં મારી રાહ ના જોયી એના માટે? કે તેં બીજાં કોઈ સાથે મેરેજ કરી લીધાં એનાં માટે? કે પછી મને કસમ આપીને ક્યારેય તારો કોન્ટેક્ટ ના કરવાં માટે કહ્યું હતું એના માટે?

શ્રદ્ધા : તને મેં આટલાં વર્ષો સુધી જે દુઃખ આપ્યું,એના માટે માફી માંગુ છું, વિશ્વાસ!

વિશ્વાસ :એ સમય તો હવે ચાલ્યો ગયો ને! તું મને એ બધાં વર્ષો પાછા આપી શકતી હોય તો હું માફી આપવાં તૈયાર છું!


શ્રદ્ધા થોડી વાર સુધી કંઈ બોલી નહીં....