ભાગ 30
પરિચય
મલ્લિકા મુખર્જી
23 ઓક્ટોબર, 1956 ના રોજ ચંદનનગર (પશ્ચિમ બંગાળ) માં જન્મેલા, મલ્લિકા મુખર્જીએ ગુજરાતમાં શિક્ષણ લીધું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU) માંથી હિન્દી સાહિત્યમાં એમ.એ. કર્યું. નાનપણથી જ તેમને સાહિત્ય પ્રત્યે લગાવ રહ્યો છે. ઓક્ટોબર 2016 માં ગુજરાત, અમદાવાદના પ્રિન્સિપલ ડાયરેક્ટર ઓફ ઓડિટ (સેન્ટ્રલ) ની કચેરીમાંથી વરિષ્ઠ ઓડિટ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયા પછી તેઓ સ્વતંત્ર લેખનમાં વ્યસ્ત છે. તેઓ ગુજરાતી, બાંગ્લા અને હિન્દી ભાષામાં તેમની રચનાઓ લખે છે.
પ્રકાશિત કાવ્યસંગ્રહો ‘મૌન મિલન કે છંદ’ (2010), 'એક બાર ફિર' (2015) અને પ્રકાશિત યાત્રા- સંસ્મરણ 'મેરા સ્વર્ણિમ બંગાલ' (2020) છે. પ્રકાશિત હિન્દી ચેટ નવલકથા ‘યૂ એંડ મી...દ અલ્ટિમેટ ડ્રીમ ઓફ લવ’ (2019) છે.
પ્રકાશિત અનુવાદ કાર્યોમાં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાતી કાવ્ય સંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ (હિન્દી અનુવાદ- ડૉ. અંજના સંધિર) નો બાંગ્લા કાવ્યાનુવાદ 'નયન જે ધન્ય' (2016), ગુજરાતના જાણીતા લેખિકા આદરણીય સ્મિતા ધ્રુવ ના ગુજરાતી પુસ્તક ‘ભારતની આઝાદીના અનામી શહીદો’ નો હિન્દી અનુવાદ ‘ભારત કી આઝાદી કી લડાઈ કે અમર શહીદ’ (2020) તથા હિન્દી સાહિત્યના જાણીતા લેખક શ્રી પ્રબોધ ગોવિલની હિન્દી નવલકથા ‘જલ તૂ જલાલ તૂ’ નો બાંગ્લા અનુવાદ ‘જલેર ઓપારે’ (2021) છે.
અનેક સંયુક્ત સંકલનમાં વાર્તા/ કવિતાઓનું પ્રકાશન થયું છે. વિવિધ સામયિકોમાં તેમની રચનાઓનું પ્રકાશન થતું રહે છે.
વર્ષ 2008 માં હિંદી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત, ‘ડૉ. કિશોર કાબરા કાવ્ય પ્રતિયોગિતા’ માં દ્વિતીય સ્થાન અને વર્ષ 2010 માં ‘ડૉ. શાંતિ શ્રીકૃષ્ણદાસ કહાની પ્રતિયોગિતા’ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમને પ્રશંસાપત્ર અને રજતચંદ્રક એનાયત કરાયા.
કાવ્ય સંગ્રહ 'એક બાર ફિર' ને વર્ષ 2016 માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રીય હિન્દી નિદેશાલય દ્વારા સંચાલિત 'હિન્દીતર ભાષી હિન્દી લેખક પુરસ્કાર’ યોજના અંતર્ગત 1,00,000/- રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું.
સંપર્ક સૂત્ર: 18, શુભકામના સોસાયટી, કનક-કલા -1 ની પાછળ,
આનંદનગર રોડ, સેટેલાઇટ, અમદાવાદ -380015.
મોબાઇલ નં: +91 9712921614
ઇમેઇલ : mukherjee.mallika@gmail.com
પરિચય
અશ્વિન મેક્વાન
23 જુલાઈ, 1949 ના રોજ અમદાવાદમાં (બૉમ્બે સ્ટેટ, હાલ ગુજરાત) જન્મેલા, અશ્વિન મેક્વાને ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇકોનૉમિક્સમાં બી.એ. કર્યું. અમદાવાદની ગુજરાત કૉલેજના ડ્રામા વિભાગમાંથી અભિનયમાં ડિપ્લોમા કર્યો અને ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી સંગીતનો અભ્યાસ પણ કર્યો.
અમદાવાદની ભવન્સ કૉલેજના વિદ્યાર્થી અશ્વિન મેકવાન, કૉલેજમાં (1972–76) યુથ ફેસ્ટિવલના સાંસ્કૃતિક કાર્યક્રમો હેઠળ યોજાયેલી સ્પર્ધાઓમાં સક્રિય રીતે ભાગ લેતા. ઇસરો (ISRO) ના સ્ટુડિયોમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સ્ટેટ એજ્યુકેશન ટીવી ખાતે, ડેપ્યુટેશન પર પ્રોડક્શન સહાયક તરીકે પણ સેવાઓ આપી. તેઓ 1972 થી 1984 દરમિયાન અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા.
રેડિયો સ્ટેશનના નાટકોમાં કાર્ય કરવાની સાથે સાથે ભારતીય ટેલિવિઝન કાર્યક્રમ અંતર્ગત કૃષિ, રાષ્ટ્રીય એકીકરણ, શિક્ષણ જેવા વિકાસલક્ષી ટેલિવિઝન કાર્યક્રમોમાં, ટેલિફિલ્મ્સમાં અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી. દીપક બાવસ્કરના દિગ્દર્શનમાં એક ટેલિફિલ્મ 'પ્રતિશોધ' યાદગાર છે.
ગુજરાતના પ્રખ્યાત નાટ્યકાર, પ્રોફેસર જશવંત ઠાકરની નાટ્ય સંસ્થા 'ભારત નાટ્ય પીઠ', , ભરત દવેની નાટ્ય સંસ્થા 'સપ્ત સિંધુ' અને અરૂણ ઠાકોરની નાટ્ય સંસ્થા 'રંગમંડળ' અંતર્ગત અનેક એકાંકી, ત્રિઅંકી નાટકોમાં અભિનય કર્યો. મહાભારત પર આધારિત ત્રિઅંકી નાટક 'પરિત્રાણ', બાદલ સરકારનું 'એવમ ઇન્દ્રજીત', નિમેશ દેસાઈના દિગ્દર્શનમાં 'ઢોલીડો', પ્રોફેસર જશવંત ઠાકરના દિગ્દર્શનમાં, ફ્યોદોર દોસ્તોએવ્સ્કીની નવલકથા 'ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ' નું સુભાષ શાહે કરેલું ગુજરાતી નાટ્ય રૂપાંતર ‘અંતરનો અપરાધી’ મુખ્ય છે. તેમણે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતાના પાત્રો પણ ભજવ્યા.
વર્ષ 1984 થી તેઓ પરિવાર સાથે લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં રહે છે. લેખનમાં રસ છે. કવિતાઓ, વાર્તાઓ, સંસ્મરણો વગેરે લખે છે.
સંપર્ક સૂત્ર: અશ્વિન મેકવાન Ashvin Macwan
1757, પ્રીઉસ રોડ, 1757, Preuss Road,
લોસ એન્જલસ, Los Angeles,
કેલિફોર્નિયા- 90035 California-90035
સંપર્ક: મોબાઈલ: +1 310-430-0997
ઇ-મેઇલ: ashvinmacwan79@gmail.com