વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 8 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 8

{{{Previously: મૃણાલ : પણ તમે બંને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા? તમે બંને એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા? અને બધું બરાબર હતું તો તમે અલગ કેમ થયા ? તેં સિદ્ધાર્થ જોડે મેરેજ કરી લીધાં ? એવું તો શું થયું કે બધું અચાનક જ બદલાઈ ગયું ? વિશ્વાસે તને કોન્ટેક્ટ કેમ ના કર્યો ? }}}

મૃણાલ એક પછી એક પ્રશ્નો પૂછતી હતી અને ત્યારે જ શ્રદ્ધાના સાસુ ઘરે આવ્યાં. એટલે શ્રદ્ધાએ થોડું સ્વસ્થ થઈને મૃણાલની ઓળખાણ એની સાસુમા સાથે કરાવી. થોડી વાર બેઠા, વાતો કરી અને પછી મૃણાલ ફરીથી મળીશું, એમ કહીને નીકળી ગયી. અને કહેતી ગયી કે ટાઈમ મળે ત્યારે એના સ્ટોર (બુટિક) પર જરૂરથી આવે તો આપણે સાથે હેંગ આઉટ કરીશું.


પછી શ્રદ્ધા ડિનર બનાવવામાં થઈ ગયી અને એના સાસુમા એની સાથે જ કિચનમાં હતાં, હેલ્પ કરાવતાં હતા. નલીનીબેનનાં મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. એમને

વ્યસ્ત વિચાર્યું કે જમતી વખતે શ્રદ્ધા સાથે માંડીને વાત કરશે. જમવાનું બની ગયું ત્યારે બંને સાસુ-વહુ સાથે જમવા બેઠાં.


નલીનીબેન સહેજ અચકાતા બોલ્યાં : બેટા, મને કેટલાય સમયથી તને પૂછવું હતું કે તું આવી રીતે કેમ રહે છે? શાંત, શાંત અને એકદમ અચકાતી, હંમેશા વિચારોમાં ખોવાયેલી...કંઈ પ્રોબ્લેમ તો નથી ને બેટા? બાળકની વાત નીકળી ત્યારે પણ તું કંઈ બોલી નહીં...શું તને બાળકો પસંદ નથી? બેટા, સાચું કહું તો હું એ આશા પર જ જીવું છું કે હું દાદી બનીશ તો મને પણ થોડું સારું ફીલ થશે, હું પણ મારા પૌત્ર કે પૌત્રી સાથે મારું બાકી રહેલુ જીવન ખુશીથી જીવીને જઈશ...પણ મને કંઈક ખૂટતું હોય એમ લાગે છે!

મનમાં શંકા છે કે મારી આ છેલ્લી ઈચ્છા પૂર્ણ થશે પણ કે કેમ?


શ્રદ્ધા : કેવી વાત કરો છો, મમ્મી? તમારે તો હજુ ઘણું જીવવાનું છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે...ખોટી ચિંતા ના કરો અને કંઈ પ્રોબ્લેમ નથી, મમ્મી. બસ થોડી તબિયત ઠીક નહતી લાગતી એટલે હું...


નલીનીબેન : વધારે સારું ફીલ ના થતું હોય તો ડૉક્ટરને બતાવી આવજે કાલે. હું આપણા ફેમિલી ડૉક્ટર પાસે એપોઇન્મેન્ટ લઈ લઉં છું. તું જઈ આવજે.


શ્રદ્ધા : જેમ તમે કહો! ( શ્રદ્ધા મનમાં, કંઈ થયું તો નથી પણ એ બહાને હું બહાર જઈ આવીશ તો મને સારું લાગશે. Maybe મૃણાલને ત્યાં આંટો મારતી આવીશ. )


(એમ વિચારતા પછી ઘરની પાછળના એમનાં ગેસ્ટ કમ સર્વન્ટ હાઉસમાં રહેતા અને એમનાં કામવાળા બેન સરિતા બેનને કહ્યું :


શ્રદ્ધા : માસી, બધું પરવારીને તમે પણ જમી લેજો અને ગિરીશને માટે પણ લઈ જજો. કાલે હું બહાર હોઈશ તો બધું જોઈ લેજો. અને સાહેબ આવે તો એમનાં માટે જમવાનું કાઢીને મૂકજો, એમ તો બહારથી જમીને જ આવશે તો પણ... ઠીક છે. જય શ્રી ક્રિષ્ના. હું મારી રૂમમાં જઉં છું. બીજું કંઈ કામ હોય તો કેહજો.


સરિતાબેન : સારું, શ્રદ્ધા મેડમ. તમે આરામ કરો. જય શ્રી કૃષ્ણ.


એમ કહીને શ્રદ્ધા બુક લઈને એની રૂમમાં ગયી.


રૂમમાં જઈને વોલ ક્લોક સામે જોયું તો, રાતનાં 9 વાગ્યાં હતાં. એનાં મનમાં વિચારોની હારમાળા ચાલતી હતી, ક્યારની વિચારતી હતી કે ક્યારે એ એકલી પડે અને એ વિચારોને વાચા મળે.


શ્રદ્ધા બાથરૂમમાં ગયી અને મન મૂકીને જોરજોરથી રડવા લાગી. આજે એને વિશ્વાસની બહુ જ યાદ આવતી હતી. એક વખત તો એને મળવાની ઈચ્છા થઈ ગયી, પણ પછી એને એનું મન મનાવી લીધું. મારા લીધે એને ઘણી તકલીફ પડી છે, હું એને વધારે હેરાન નહીં કરું, હું ભૂલી જઈશ કે વિશ્વાસ પણ અહીં જ અમદાવાદમાં છે!


થોડીવાર પછી એનું મન થોડું શાંત થયું એટલે એ બુક લઈને વાંચવાં બેઠી, ક્યાંક દૂર હજુ પણ એનું મન ઘણા પ્રશ્નોના જવાબ શોધતું હતું, ક્યાંક ભૂતકાળમાં કરેલી ભૂલોને માટે મનોમન વિશ્વાસને માફી માગતું હતું....એને યાદ કરતું હતું.... અને વાંચતા એ ત્યાં જ સોફામાં સૂઈ ગયી....

સિદ્ધાર્થ મોડી રાતે ઘરે આવીને સૂઈ ગયો એની પણ એને જાણ ન રહી.


સવારે આંખ ખુલી તો જોયું કે સિદ્ધાર્થ હજુ ઊંઘે છે. અને એ પરવારીને એના કામકાજમાં લાગી ગયી. નલિનીબેનનો ( સાસુંમાં )મેસેજ પડ્યો હતો, ડૉક્ટર એપોઇન્મેન્ટ બપોરે 2 વાગે છે.


સિદ્ધાર્થ જાગ્યો અને નીચે આવ્યો એટલે બધાંએ સાથે બ્રેકફાસ્ટ કર્યો. ના કોઈએ કોઈની સાથે વાત કરી, ના એકબીજા સામે જોયું, એકદમ શાંત ચૂપચાપ બધું ચાલતું રહ્યું અને પછી બધાં પોતપોતાના કામે લાગી ગયાં.

સિદ્ધાર્થ ઓફિસ માટે નીકળી ગયો અને થોડીવાર પછી શ્રદ્ધા પણ નીકળી ગયી. નલિનીબેન સમાચાર જોવા બેઠાં અને સરિતાબેન ઘરનું કામ કરવા લાગ્યાં. જાણે સવાર પડે પંખીઓ માળો છોડીને એમની મંજિલ શોધવા નીકળી પડ્યા હોય એમ....


બીજી બાજુ, અદિતિ આજે વિશ્વાસને બહાર લઈને આવી હતી. ઘણાં સમય પછી આજે વિશ્વાસ એની સાથે બહાર આવવાં માટે માન્યો હતો. ક્યારેક કોર્ટનું બહાનું તો ક્યારેક ફાઇલ્સનું કામ તો ક્યારેક મીટિંગ્સના બહાના કાઢીને વિશ્વાસ અદિતિને બહાર નહીં જવાના રિઝન્સ આપતો રહેતો હતો. પણ આ વખતે અદિતિએ વિશ્વાસની PA અનાયાને કોલ કરીને એનું આજનું schedule જાણી લીધું હતું અને એ આજે બિલકુલ ફ્રી છે એમ જાણ થતાં એને બહાર લઈને આવી હતી. ફૂલ પ્રુફ પ્લાન સાથે....


અદિતિ જાણતી હતી કે વિશ્વાસ ઘણો એકલો પડી ગયો છે, એની લાઈફમાં કોઈ રોમાન્ચ નથી રહ્યો, બસ કામ કામ ને કામ...અને એમાં જ પોતાની જાતને બીઝિ રાખે છે!


ફાઈનલી, એને સારું લાગે અને એના બોરિંગ રૂટિનમાં થોડો ચેન્જ આવે એટલે અદિતિએ બપોરે ગ્રીનવુડ કાફેમાં લાઈટ લંચ અને સાંજે મુવી અને પછી એ જ્યાં કામ કરે છે એ જ હોટેલમાં ડિનરનો પ્રોગ્રામ ફિક્સ કર્યો હતો...


હવે શું ? શ્રદ્ધા વિશ્વાસને મળવાની હિંમત કરશે ? શું અદિતિ વિશ્વાસ માટે કંઈ અલગ જ પ્લાન કરી રહી છે ? કે પછી શ્રદ્ધા અને વિશ્વાસનું ડેસ્ટીની એમને મેળવી આપશે કે પછી કોઈ ચમત્કાર થશે? જાણવા માટે વાંચતા રહો ....

વિશ્વાસ અને શ્રદ્ધા - અનોખું બંધન!