ચિત્રકારનો જાદુ Niky Malay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્રકારનો જાદુ

“ચિત્રકારનો જાદુ”
એક ફાર્મ હાઉસમાં શાણપણથી ઉભરાતાં સ્ટુડન્ટસ કેમ્પમાં ભેગાં થયા હતા. એક ખુબ ખ્યાતનામ ચિત્રકાર ટાઢે છાંયડે પક્ષીઓના કલરવ સાથે એક વોલ પર એક સુંદર ડ્રોઈંગ કરી રહ્યાં હતા.નવા યુગની યંગદોરી એવા આ પંદરથી વીસ વર્ષના બુદ્ધિજીવી શીબિરાર્થી ન તો ચિત્રકારનું ગણકારતાં કે, ન ચિત્ર સામે જોતાં હતા. બસ અંદરોઅંદર ઠઠ્ઠા મસ્તીમાં મશગુલ હતા.પ્રકૃતિની મંદ મંદ મધુર હવાની લહેરના સંગીતને અગમ્ય કરી પોતાની પાસે રહેલ બુક-પેન,બોટલ વગેરે એક બીજા પર ફેકી રહ્યાં હતા. જાણે આ ડ્રોઈંગ તેને માટે બોરિંગ હોય એવું લાગતું હતું. પણ મલ્હારના મગજમાં વિચારો વણાતાં હતા.

એક સ્ટુડન્ટે પોતાના મિત્ર સામે પાણીની બોટલ ફેંકી પણ આ બોટલ ઉછાળીને પેલા ચિત્રકાર જે ચિત્ર દોરતા હતા ત્યાં ચિત્ર પણ જઈને પટકાણી.અરે ! ત્યાં તો જોત જોતામાં ન થવાં જેવી થઇ ગઈ.બધાની પાંપણો એકીટસે સ્તબ્ધ થઈ ને કીકી ટગર ટગર ફરવા લાગી. ચિત્રકારનું બનેલું ચિત્ર વોલપેપર માંથી બાહર આવીને કુદાકુદ કરવા લાગ્યું. સ્ટુડન્ટસ માથે ટપલી મારતું ને બધી વસ્તુ તોડફોટ કરતુ હતું.એવામાં તેની નજર બાજુમાં પડેલ વોટર જગ પર પડી એક જ ઘૂંટમાં બધું પી પાણી ગયું. હા...અ...અ..અ...શ...!!!
“હેલ્લો દોસ્તો ! હું બાહુજીન છું. તમને બધાંને મજા કરતાં જોઇને હું અહી આવ્યો છું.પાણીની બોટલ વાગી એટલે મારા હાર્ટ પરનું ડ્રોઈંગ વિખાઈ ગયું છે. પણ ખેર જવાદો, તમારી પાસે તો હદય કરતાં દિમાગ તેજ છે એટલે આજે તમને લોકોને મળવા આવ્યો છુ.”

એક સ્ટુડન્ટ:“મશ્કરી કરતાં કરતાં ઓયે જીનું નાનપણમાં મારી બા તારી વાર્તા બહુ કહેતી.”
ત્યાં તો બાહુજીને મોમાંથી હવાની એવી લહેર ફેંકી કે ચારેય બાજુનું વાતાવરણ બદલાય ગયું.
મલ્હાર:“હું ક્યાં છુ? આટલું બધું સખત ગરમ વાતાવરણ.કોઈ મને પાણી આપો પ્લીઝ. અરે! વિવેક,ઋત્વિક,રીચા તમે બધા ક્યાં છો? અહી તો લીલા ઝાડવાં હતાં ને ! આ બંજર જમીન કેમ દેખાય છે ? કોઈ વંટોળીયું આવીને તહેસ-મહેસ કરી ગયું લાગે છે!”
થોડી ક્ષણોમાં એક ગાડી આવીને ઘણાં સ્ટુડન્ટસ ને પકડીને લઇ જાય છે. ઋત્વિક,રીચા,મલ્હાર,વિવેક સંતાયેલા હોવાથી પકડી શકતા નથી.બધા પાણીની તરસને કારણે વલખાં મારતાં હોય છે.
આકાશ,પાતાળ,વાયુ તરસે,
ભૂખી ભૂમિના ચીર તરસે,
વનરાઈની જટાંએ તરસે,
વિહંગ,ખડગ ને ભૂધર તરસે,
કણ,કંકણ ને કંકાલ તરસે,
પાણી માટે જીવન તરસે.
આવી સ્થિતિમાં ફસાયેલું આ યંગ જીવ પોતે શું કરવું એ સમજાતું નથી.અહી ગુગલની દુકાન પણ કામ આવતી નથી.કોઈ લીલું પાંદડું દેખાય તોય ચાવીને જળતૃષ્ણા શાંત કરી શકાય પરંતુ અહી તો બંજરમાં ખંજર જેવું હતું.એવામાં ઋત્વિકને માટીની ખંડેર જેવી ઝુંપડી દેખાય છે.ચારેય ઝુંપડીમાં પ્રવેશે છે. હૈયાફાટ રુદન કરે છે. પોતાના આંસુથી જીભને ભીની કરે છે.
વળી ચારેય ધોમ ઘગતાં તાપમાં ગાડીનાં પડેલ ટાયરના નિશાન પર ચાલતાં ચાલતાં સાથીઓને શોધવાં આગળ વધે છે.

રીચા : “જુઓ સામે દુર રહેણાંક જેવું દેખાય છે.”
બધાં અંદર જાય છે.એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જે સમજની બહાર હતું.બધા લોકો ધ્યાનમાં બેઠા હતાં.દરેકના કાનમાં ઉપરના ભાગમાં લાકડાની ચિપટી જેવું લગાવેલું હતું. એક વુદ્ધ લાકડીનાં ટેકે ચાલતાં ચાલતાં ચારેય પાસે આવીને ઉભા રહી જાય છે.
મલ્હાર : “દાદા આ બધું શું છે ? સમજાવશો? કાનમાં દરેકને ચિપટી કેમ લગાવેલ છે?”
પેલા વુદ્ધ :“બેટા બીજીવાર ભૂલ ન કરે એટલે બધાના કાન ખેંચ્યા છે. લોકોએ નદીને માતા ગણી પણ કિંમત ન કરી.પરિણામે આજે અમે જળ વગરના આંસુ પીએ છીએ.
ત્યાં તો પેલો ચિત્રકાર મલ્હારને ગાલ પર ટપલી મારે છે.બેટા! બધાં આ ચિત્ર વિશે બોલ્યા તું કેમ ચુપચાપ છો?તને આ ચિત્રમાંથી શું સમજાયું ?
અસ્તુ
Nikymalay