સ્વપનાની મદદ
એક ફૂટબોલનું મેદાન હતું. એમાં નાના-મોટા બધા છોકરાઓ ફૂટબોલ રમતા હતા. જે બાળકોની રમત પૂરી થાય તેઓને પેરેન્ટ્સ લઇ જતા હતા. સાંજનો સમય હતો. અમુક છોકરાઓ હવે થાકી ગયા હતા. અને ઘરે જવાની તૈયારી કરતા હતા. પણ તેમના પેરેન્ટ્સ લેવા આવ્યા ન હતા. છોકરાઓ પોતાના બેગ લઈ મેદાનના ગેટ બહાર આવીને પોતાના માતા-પિતાની રાહ જોતા હતા. એવામાં એક ગાડી આવે છે.
આવેલ ફોરવિલમાંથી એક વ્યક્તિ : “ ‘હેલ્લો સ્વીટ બોયઝ વેરી વેરી સ્માર્ટ.’ તમને બધાને હું તમારા ઘરે છોડી શકું છું. જો તમે કહો તો હું તમને બધાને મારી ગાડીમાં લઇ જવા તૈયાર છું. હમણા રાત પણ પડી જશે. જો તમે બધા કહેતા હો તો હું તમને બધાને ઘરે છોડવા તૈયાર છું. કદાચ રાત પડે તો બરફ વર્ષ પણ થઇ શકે એમ છે, અને રસ્તાઓ બંધ થઇ જશે તો આપના પેરેન્ટ્સ પણ અહી સુધી નહિ પહોચી શકે.”
એવું સાંભળતા જ ટોળામાંથી ચાર છોકરાઓ તો તેમની સાથે જવા રાજી થઇ ગયા, ને વિચાર કર્યો કે સારું આપણે બધા જલ્દી ઘરે પહોચી જઈએ તો ઘરે કોઈને ચિંતા નહી ને !
એ વાતને લગભગ મહિનો વીતી ગયો છતાં પણ પેલા ચાર છોકરા પોતાના ઘરે પહોચ્યા ન હતા.પોલીસ પણ શોધખોળ કરતી હતી. આ ચાર છોકરાઓનો ક્યાય પત્તો મળતો ન હતો. જો કે પોલીસ માટે કે, આ શહેરનો કોઈ નવો બનાવ ન હતો. લગભગ મહિનામાં એક વાર તો આવો બનાવ બનતો જ હતો. પોલીસ પણ ભેદ ઉકેલી શકતી ન હતી. દર મહીને એવો કિસ્સો બનતો કે છોકરાઓ જાય છે ક્યાં ? એનો ભેદ ઉકેલાતો ન હતો.
એવામાં આ શહેરમાં એક રીતેશભાઈનું કુટુંબ રહેવા આવે છે. જેની બદલી આ ગામમાં થઇ હતી. તેઓ આ ગામમાં એક કંપનીમાં નોકરી અર્થે આવેલા. તેથી રીતેશભાઈ તેના બે સંતાનો સાથે એક સોસાયટીમાં રહેવા આવે છે. રીતેશભાઈને એક છોકરો જેનું નામ વિહાન, જે છઠ્ઠું ભણતો હોય છે. દીકરી સ્વાહા, જે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી હોય છે. દીકરી સ્વાહાને રાત્રે નીંદમાં કોઈને કોઈ સ્વપ્ના આવતા હતા. તે તેના પપ્પાને ઘણીવાર કહેતી અને તેની કહેલી વાતો સાચી પણ પડતી. પણ પપ્પા તેની સ્વપ્ના જોવાની આદતને એ કોઈ બીમારી છે એવું સમજતા હતા. અને તે માટે તેમની દવા પણ ચાલુ કરી હતી.
રીતેશભાઈ જે સોસાયટીમાં રહેવા આવેલા ત્યાં કોઈ બાળકો બહાર રમતા ન હતા. બસ ઘરમાં પુરાઈ રહેતા. જો કે રીતેશભાઈએ પણ જાણ્યું કે આ સીટીનું વાતાવરણ બાળકો માટે સારું નથી. આ ગામમાં મહિનામાં એકાદ વાર તો બાળકોની ચોરી થઇ જાય છે. અને બાળકો પાછા મળતા પણ નથી. તેઓ લાપતા થઇ જાય છે. તેથી રીતેશભાઈ તેના બંને બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપે છે. બાળકોની પૂરી સંભાળ રાખવા કેરટેકરને પણ ઘણી સલાહ આપતા. જો કે સ્કુલે લેવા મુકવા તો રીતેશભાઈ પોતે જ જતા. ઓફીસ સમય નવ વાગ્યાનો હતો એટલે થોડા વહેલા સવારે બાળકોને સ્કુલે લેતા જાય ને સાંજે આવે ત્યારે લેતા આવે.
પણ એક દિવસ એવો બનાવ બની ગયો કે સ્વાહાને સ્કુલે જવાનું હતું ને વિહાનની તબિયત સારી ન હોવાથી તે આજે સ્કુલે જવાનો ન હતો. તેથી કેરટેકર પણ વિહાનનો ખ્યાલ રાખવા માટે વહેલા ઘરે આવી ગઈ હતી. સ્વાહા અને પપ્પા બને સવારે નીકળી જાય છે. વિહાન અને કેરટેકર ઘરે હોય છે.
વિહાન : "મને ઘરમાં એકલું એકલું ગમતું નથી. આંટી ચાલો થોડીવાર બહાર જઈએ."
આંટીને વિહાન બહાર રોડ પર રમતા હોય છે એવામાં એક ફોર વિલ આવે છે. વિહાનને ખેંચીને લઇ જાય છે. પેલી કેરટેકર ઘણી તેની પાછળ દોડે છે. પણ પેલી ગાડીમાંથી બંદુકની ગોળી છૂટે છે ને, કેરટેકર ત્યા જ ઢાળિયો થઇ જાય છે. રીતેશભાઈને પોતાના વિહાનના અગવાની ખબર પડે છે. પોલીસ પણ ઘરે આવે છે. વિહાન સુધી પહોચવા માટે કોઈ છેડો શોધે.
વિહાનની બહેન સ્વાહા ખુબ દુઃખી થઇ ગઈ હોય છે. તે વિચારે કે મને કોઈ એવું સ્વપ્નું આવે ને વિહાન મળી જાય.
વિહાન પોતાની આંખ ખોલે તો તે એક ઓરડામાં કેદ હતો તેના હાથ પગ બાંધેલા હતા. એક માણસ તેને બે ટાઇમ ખોરાકની થાળી આપીને જતો હોય છે. વિહાન જે રૂમમાં હોય છે ત્યાં ટેબલ પર એક ફોન પડેલો હોય છે. વિહાન ફોન પર નંબર ડાયલ કરે છે. પણ ત્યાં તો રૂમમાં એક ખૂણામાંથી અવાજ આવે છે, “વિહાન આ ફોન કોઈ કામનો નથી તેનું કનેક્શન કાપેલું છે. માટે વ્યર્થ પ્રયત્ન ન કર. વિહાન તો ડરી જાય છે કે, આવો અવાજ મને ક્યાંથી આવે છે...!
વળી એક આત્મા તેની સામે આવે છે ને કહે છે “હું પણ આ રૂમમાં જ મરી ગયો છું. તું જે ખાવાનું ખા છો તેમાં ધીમું ધીમું ઝહેર છે માટે બહુ ભૂખ લાગે તો જ ખાજે નહીતર આ ખાવાનું ન ખાજે.”
વિહાન : "અરે ! તું કોણ છો ? મારી સામે આવ આમ અવાજથી મને ડરાવ નહિ. એક તો હું સાવ ડરેલો જ છું." એમ કરીને વિહાન રડવા લાગે છે.
પેલો અવાજ વળી પાછો આવે છે. “વિહાન રડ નહિ થોડી હિંમત રાખ. અને બધું કામ વિચારીને કર. આ માણસ તને મારી નાખશે. તું જે રૂમમાં છો ત્યાં વોશરૂમમાં કુહાડીના ઘાથી મને મારી નાખવામાં આવ્યો છે. હું પણ તારી જેમ ભાગવા માટે ઘણા પ્રયત્ન કરતો હતો. પેલું વોશરૂમ છે ત્યાં મેં બહાર જવા માટે ખાડો પણ કર્યો હતો. તું જો ત્યાં જઈને.”
પેલો વિહાન વોશરૂમમાં જઈને જુએ છે હકીકતમાં ત્યાં ખાડો હતો. પેલો માણસ જમવાની થાળી આપીને જતો રહે છે. ને રૂમનું બારણું ખુલ્લું હોય છે. વિહાન રૂમની બહાર ચોરી છુપે જોવા જાય છે.
ત્યાં વળી આવાજ આવે છે “ વિહાન રૂમની બહાર ન જતો તે માણસ આવું જાણી જોઇને કરે છે કે તું ભાગ ને પછી એ માણસ તને મારી નાખે. તેને ઘા ઝીંકીને મારવાનો શોખ છે.અ માણસ એક માનસિક છે. એટલે તું એવો મોકો ન આપજે.”
વિહાન : વળી તું કોણ છે ? હું વિશ્વા છું. મેં આ દરવાજો ખોલીને ભાગવા પ્રયત્ન કર્યો પણ મેન દરવાજાની ચાવી ન મળી તેથી મને પણ મેઈન દરવાજા પાસે પડેલી પેલી લાકડીથી મારું માથું ફોડીને મારી નાખી છે. આ રૂમમાં જ મને દાટી દીધેલી છે.”
વિહાન ને સમજાયું કે આ કોઈ એવો બાળભક્ષી માણસ છે. જેણે ઘણા બાળકોને આવી રીતે મારેલા છે. એટલે પોતે મનમાં વિચાર કરે છે. ભલે ગમે તે થાય પણ તેને ઉશ્કેરાવો નથી બધું સહન કરીશ તો કઈક રસ્તો મળશે.
આ બાજુ તેની બહેન સ્વાહાને વારંવાર એક સ્વપ્નું આવતું હોય છે. પણ સ્વપ્નમાં એવું કંઇક ધુંધળું દેખાતું હોય છે કે, તે સમજી શકતી નથી. તે પપ્પા ને પણ કહે છે. “મને સ્વપના તો આવે છે પણ એ જગ્યા કઈ છે મને ખબર નથી પડતી.”
પપ્પા : “બેટા તે જે સ્વપ્નમાં જોયું તેનું તું ડ્રોઈંગ બનાવ તો હું પોલીસ ને આપું. એ આપણને કંઇક મદદ કરી શકે .”
સ્વાહા ડ્રોઈંગ બનાવીને પપ્પાને આપે છે. તેને સ્વપ્નમાં વારંવાર ક્યાંક એક ઝાડવું અને દીવાલ એટલું જ દેખાતું હોય છે તે દોરી આપે છે. અને સ્વાહા પણ આવી જગ્યા ક્યાં આવી છે....!!! એવું આજુ બાજુ શોધતી હોય છે.
એકવાર સ્વાહા પોતાના પિતા સાથે પોતાના મહોલ્લામાં ફરતી હોય છે. તેને પેલી સ્વપ્ના વાળી દીવાલ ને ઝાડવું દેખાય છે. તે પોતાના પપ્પાને કહે છે.
સ્વાહા : “પપ્પા આ જ દીવાલ અને આ જ વુક્ષ મને સ્વપ્નમાં આવે છે.”
રીતેશભાઈ વિચારે છે કે, આ ઘરમાં તો ફક્ત એક જ માણસ રહે છે. અને આની રેસ્ટોરેન્ટ તો મારી કંપનીની સામે જ છે. આ તો બિચારો એકલો ને દુઃખી માણસ છે. છતાં રીતેશભાઈ પોલીસ ને ફોન કરે છે. રીતેશભાઈ : “હેલ્લો ! પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબ અમને એક ઘર પર શંકા છે.”
આપેલ એડ્રેસ મુજબ પોલીસ ત્યાં પહોચી જાય છે.
પોલીસ દરવાજે આવેલી જોઈ પેલો માણસ વિહાનને મારીને ભાગી જવા પ્લાન બનાવે છે. પણ વિહાન પેલા વોશરૂમના ટોઇલેટ ને તોડી બહાર આવી જાય છે. પોલીસ પેલા માણસને પકડી લે છે.
વિહાન બહાર આવતા જ પપ્પા અને પોતાની બહેનને જોઈ જાય છે. ત્રણેય ભેટી પડે છે.
પોલીસ દ્વારા જાણવા મળે છે કે પેલા માણસના જીવનમાં પોતાના સ્વજનો એક દુર્ઘટનામાં મરી ગયેલા. તેથી તે માનસિક થયેલ હતો. પોતાના બે બાળકો મરી ગયા તેથી તે આ દુનિયામાં કોઈના બાળકોને જીવતા રાખવા માંગતો ન હતો. તેણે લગભગ ૨૦૦ જેટલા બાળકો મારી નાખ્યા હતા. માનસિક હોવાથી પોલીસ પેલા માણસને મેન્ટલ હોસ્પીટલમાં એડમિટ કરી દે છે.
પછી તો રીતેશભાઈનું કુટુંબ પણ બદલી કરાવીને ચાલ્યું જાય છે.
Nikymalay