Black Shadow books and stories free download online pdf in Gujarati

બ્લેક શેડો

એક અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો છોકરો અવતાર પોતાના બેડ પર રાત્રે એકલો સુતો હોય છે.અચાનક ઘરની લાઈટ ચાલી જાય છે. છોકરો પોતાના રૂમની વિન્ડો ખોલી પાછો પથારીમાં સુવે છે. તેની નજર બારી બહાર જાય છે. ઉપર આકાશમાં ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હતા.
અવતાર: ચંદ્રદેવને સુતા સુતા નમન કરી કહે છે હે ચંદ્રદેવ ! હું નાનો હતો ત્યારે મારી મમ્મી મને તમારી સામે દુધનો ગ્લાસ રાખીને એમ બોલતી કે ‘ ચાંદા પોળી ચાંદા પોળી..... હબુક પોળી એમ કરી મને જમાડતી.” હવે તો એ ગીત પણ મને પૂરું યાદ નથી રહ્યું.
એમ વિચારે ખવાયેલો મીઠી નિંદરમાં સુઈ જાય છે. અચાનક તેની આંખો ખુલે છે ને બારી પાસે કોઈ કાળી આકૃતિ દેખાય છે.
અવતાર : જોર જોરથી ચીસો પાડે છે પપ્પા...પપ્પા...
પપ્પા તેના રૂમમાંથી બેટરી લઈને દોડતા આવે છે. અરે અવતાર બેટા ! શું થયું ?
અવતાર : પપ્પા પેલી કાળી આકૃતિ મને પાછી દેખાય .
પપ્પા : બેટા ! તને ઉંઘમાં જબકીને જાગવાની ટેવ છે. તારી કેટલી દવા શરુ છે, પણ કઈ જ ફરક પડતો નથી . તારી મમ્મી ગયા પછી મારે તને કેમ સંભાળીને મોટો કરવો એ જ હું વિચારતો હોઉં છું. કાલે આપણે ડોકટર કાકા પાસે જશું. અત્યારે સુઈ જા લે હું તારી બાજુમાં સૂવ છું.
એમ કહી બાપ-દીકરો સુઈ જાય છે. સવાર પડતા જ પપ્પા વહેલા ઉઠી દીકરા માટે બધું તૈયાર કરે છે. સ્કુલનું નું બેગ કપડા મોજા-બુટ હાથ રૂમાલ ને વળી બાઈક પણ સાફ કરી આપે છે.
રામુકાકા: “શેઠ હું આ ઘરનો નોકર છું છતાં તમે મારું અડધું કામ કરી નાખો છો.
અવતાર : પપ્પા મારો નાસ્તો તૈયાર છે. આજે મારે બે જ લેકચર છે પછી આપણે ક્યાં ફરવા જવું તે વિચારી રાખજો. આજનો બાકીનો સમય ક્યાંક ફરવા જઈશું.
પપ્પા : “તારી માટે બાજરીના લોટની પૂરી ને ગરમા ગરમ કડક ચા......,” ચાલ આવીજા તૈયાર છે. તારું મગજ શોર્ટ સર્કીટ થયેલું ને એટલે આવું જ દરોજ મળશે. જંકફૂડના લોચા જેવા ખોરાક બંધ. ડોકટરે હેલ્ધીફૂડ ખાવાનું કહ્યું છે.
અવતાર નાસ્તો કરી સ્કુલ જવા નીકળે છે. પણ રસ્તામાં તેને પેલી આકૃતિ પીછો નથી છોડતી આજુબાજુ આવીને તેને ડરાવતી હોય છે, હર હંમેશ અવતારને કોઈને કોઈ ભાસ થયા કરતો હોય છે. સ્કુલમાં પણ બધા તેને ડોબો જ કહેતા. તેને જેટલા પણ સ્વન્પ આવે તે સવાર પડતા ભૂલી જાય પણ જયારે તે હકીકતમાં બનાવ બને ત્યારે તેને મનમાં એમ થતું કે સાલું આ તો સપનામાં જોયેલું હતું. બસ આવી દ્વિધામાં રહેતો . એવામાં સ્કુલ તરફથી એક “ફોરેસ્ટ વિઝન” પ્રવાસનું આયોજન થયું. તેમાં મોટા ભાગના સાઈન્સના સ્ટુડેન્ટસ દ્વારા ઉત્સાહ જોવા મળ્યો. પાંચ દિવસ ફોરેસ્ટમાં રહીને કઈ ને કઈ એક્ટીવીટી કરવાની . અવતાર પણ જોડાયો . પપ્પાએ તો પાંચ દિવસનો નાસ્તો નિયમિત દવા વગેરે ભરી બેગ તૈયાર કરી આપી.
પપ્પા : બેટા ! તને બીક જેવું લાગે તો હનુમાન ચાલીસા બોલવાનું શરુ કરી દેવાનું .
અવતાર: પપ્પા તમે ચિંતા ન કરો આ આકૃતિ મને કેટલાય વર્ષથી દેખાય છે. મને કઈ કરી શકતી નથી. ખાલી ડરાવે જ છે. હું સાઈન્સનો સ્ટુડેન્ટ છું. મારા નબળા મનનો કોઈ વહેમ જ છે.
તેમના ફ્રેન્ડ તેમને લેવા ઘરે આવે છે. અવતાર પ્રવાસમાં જવા નીકળે છે. બધા ફ્રેન્ડસ હસી મજાક કરતા કરતા ફોરેસ્ટમાં આવે છે.
પ્રોફેસર : વેસ્ટ ફોરેસ્ટમાં કોઈએ જવાનું નથી. ત્યાં આદિવાસી રહે છે. તેના જન-જીવનને આપણે ખલેલ નથી પહોચાડવાની . સવારે લેકચર છે અત્યારે બધા આરામ કરો. સીમિત વિસ્તારમાં ફરવાની તમને છુટ મળે છે.
રાતે બધા જ ટેન્ટમાં સુતા હોઈ છે. અવતારને નીંદ નથી આવતી. એવામાં પેલી કાળી આકૃતિ દેખાય છે. અવતાર ચારેય બાજુ નજર નાખે છે. તો કેમ્પમાં જેટલા હતા એ બધા મરેલા દેખાય છે “જાણે કે લાશોનો ઢગલો !” થોડી વાર પછી આ બધી લાશો ઉભી થાય છે.અને પેલી કાળી આકૃતિની પાછળ ચાલવા લાગે છે. અવતાર સંતાયને આ બધા પાછળ જતો હોઈ છે.
અચાનક કાળી આકૃતિ અવતાર સામે આવીને ઉભી રહે છે..!!! અવતાર તો એવો તો ડરી જાય છે ! કે રાડો પણ પાડી શકતો નથી.....!!!
પેલી કાળી આકૃતિ : અવતારનો હાથ પકડીને તેને આકાશમાં લઇ જાય છે. એક વાદળા પર બેસાડે છે. અને કહે છે . તમે બધા સ્ટુડેન્ટ કોઈ દિવસ શાંતિથી આકાશ સામે જુઓ છો ? ક્યારેક અતિ ગરમી તો અતિ ઠંડી અનુભવાય છે, તો ક્યારેક એક દિવસમાં બધી ઋતુ જોવા મળે છે. તમે ક્યારેય નોટ્સ કર્યું કે હવે આકાશમાં પક્ષીઓ પણ બહુ નથી ઉડતા. તમે તમારી પ્રગતી માટે પૃથ્વી ઉપર કેટલાય ફેરફાર કરી નાખ્યા . દરેક જીવોમાં તમે બુદ્ધિમાન ને સર્વોપરી છો. તમે વિનાશ તરફ આગળ વધો છો.
અવતાર : આમ મને આવીને ડરાવ નહિ . અરે ! માણસો વધ્યા તો ગાડી બાંગ્લા ને બીજી બધી સુવિધા જીવન જીવવા માટે મનાવે વધારી છે. પેટ્રોલ ખૂટ્યું તો હાઇડ્રોજન વાપરીએ તેમાં ખોટું શું?
કાળી આકૃતિ: તમને પૃથ્વી પર આધુનિક જીવનનો પૂરો હક છે. પણ આ ડામરના રસ્તાની જગ્યાએ પ્લાસ્ટીકના રસ્તા , ઘરે ઘર માણસ તેટલા મોબાઈલ ને વાહન, પૃથ્વીને વરદાન ગણી તેનો દુરુપયોગ ન કરો , ક્યાંક તો એવા રસ્તા રાખો કે વરસાદને પડવાની મજા આવે. ક્યાંક તો એવું વાતાવરણ રાખો કે પવન પોતાની રીતે લહેરાય શકે. ક્યાંક તો એવી જગ્યા રાખો કે પશુ પંખીને માનવના પગલા પૃથ્વીના પોપડા પર પડે ને માટી ફૂલની જેમ ખીલી ઉઠે.
અવતાર : પણ તું કોણ છો ? પેલી કાળી આકૃતિ હું એક વાદળું છું. હર હંમેશ હું તમારા માથા ઉપર આકાશમાં જ રહીને બધાને જોયા કરું છું. આ તો પૃથ્વીને જોઇને તેની ચિંતા થાય. એટલે જે વ્યક્તિ મને સારા લાગે તેના સ્વપ્નમાં આવું છું તેને પ્રેરિત કરું છું. પણ માનવી જાણે મારા કોઈ ઇશારાને સમજવા તૈયાર જ નથી. જો હું તમારા સ્વપ્નમાં આવું તો તમે સાંભળવા તૈયાર છો ?

-nikymalay

બીજા રસપ્રદ વિકલ્પો