એક ષડયંત્ર.... - ભાગ 85 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 85

(રોમા પાસેથી સિયાને દાદાને એટેક આવ્યો છે અને તેમને એડમિટ કર્યા છે, એ ખબર પડતાં એના પર ગુસ્સે થાય છે. ઘરે આવીને તે રૂવે છે, એ જોઈ માનવ એ વિશે પૂછે છે. એક સુધા સાથે તે માનવ વાત કરી દાદા દેખવા જવા માટે વિનવણી કરે છે. હવે આગળ....)
માનવ પર એ વાતની કંઈ અસર ના થઈ અને તે બોલ્યો કે,
“હવે એવું લાગે છે કે તું સાંભળીશ પણ નહીં. મારે જ એ માટે કંઈ કરવું પડશે. આવી હરામખોર સ્ત્રી કોઈ વાત સમજતી જ નથી. એના માટે તો આ જ ઠીક રહેશે.”
એમ કહીને તેને પટ્ટો લીધો અને પટ્ટો હાથમાં લઈ ને, તેને મારવા લાગ્યો. માનવના હાથમાં પટ્ટાને જોઈ સિયા કોઈપણ જાતની ચીસાચીસ વગર એ માર ખાવા લાગી. માર ખૂબ પડ્યો પછી માનવ થાકીને ઊભો રહ્યો. થોડી વાર પછી પણ એના મુખેથી એક જ શબ્દ નીકળ્યો કે,
“મને મારા દાદા જોડે લઈ જાઓ. હું મારા દાદાને દેખી લઈને પછી આ ઘરમાં બસ જે તમે કહેશો, એમ જ કર્યા કરીશ. તમારા બધા જ જુલ્મો અને અત્યાચાર અત્યાર સુધી મેં સહન કર્યા છે ને, અને આગળ પણ કરતી રહીશ એ પણ એક પણ શબ્દ બોલ્યા વજર. પણ તમે બસ મને મારા દાદા દેખવા લઈ જાવ.”
ગુસ્સામાં જ અનિશે,
“એકની એક વાત કર્યા કરે છે, આવા લોકોને તો છે ને રૂમમાં રાખવા પણ ના જો. જા અહીં થી.”
એમ કહીને તેનો હાથ પકડી અને બહાર જવા કહ્યું તો સિયાએ ફક્ત,
“હું તમારા પગે પડું છું, મને મારા દાદા જોડે લઈ જાવ, બસ એક જ વાર...”
તો તેનો એકદમ જ હાથ પકડીને ધક્કો મારી રૂમની બહાર કાઢી નીચે અને રૂમ બંધ કરી દીધો. તે રૂમની બહાર બેઠી બેઠી પણ કગરવા લાગી કે,
“મને મારા દાદા જોડે લઈ જાવ ને, હું તમારો આટલો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મેં તમારી સાથે લગ્ન કર્યા છે તો મને મારા દાદાએ દાદીએ જ મોટી કરી છે. મારા મમ્મીએ મને જન્મ આપ્યો છે, તો મને લઈ જાઓ... આવું ના કરો.’
“તમારે પણ તમારા મમ્મી પપ્પા છે એમને કોઈ તકલીફ થાય તો તમે એમને હોસ્પિટલ નહીં લઈ જાવ તો મને લઈ જાઓ ને, આવું કેમ કરો છો?”
એમ બોલી બોલી તે કગરતી રહી હતી. પણ અનિશે ના તો કંઈ જવાબ આપ્યો કે ના તો તે રૂમની બહાર આવી અને એને લઈ જવાની પરમિશન આપી કે ના એ લઈ ગયો. સિયા બેઠી બેઠી રડતી રહી અને છેવટે રડતા રડતા તેની આંખોએ પણ એનો આ સાથ છોડી દીધો એટલે તેની આંખો બંધ થઈ ગઈ અને તે ત્યાં ને ત્યાં જ સુઈ ગઈ.
આમને આમ અડધી રાત થઈ હશે, અડધી રાત થતા પણ અનિશે રૂમનો દરવાજો તો ના ખોલ્યો પણ સિયાને ઊંઘમાં પણ એવું લાગ્યું કે એની આજુબાજુ કોઈ ફરી રહ્યું છે. અને એકદમ જ તે ચોકી અને સજાગ થઈ આજુબાજુ જોવા લાગી. પહેલા તેને કોઈ દેખાયું જ નહીં એટલે એને લાગ્યું કે આ તો એને વહેમ થયો હશે, તો તે ફરી પાછું દાદાને યાદ કરી અને ભીંત પર માથું ટેકવી રોવા લાગી.
એ ગમમાં જ ડૂબેલી હતી અને એકદમ જ કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો તો તેને ડઘાઈને પાછળ વળીને જોયું તો માનવના અબ્બા હતા. તેમને કહ્યું કે,
“કેમ બેટા રોવે છે અને કેમ અહીંયા બેઠી છે?”
એમની સાથે વાત કરું સિયા જરા પણ ગમતું નથી એટલે તે કંઈ બોલી નહીં. તો એમને ગંદી નજરથી ઉપરથી તે નીચે સુધી સિયાને જોઈ અને પછી કહ્યું કે, “આ માનવ તને ખૂબ હેરાન કરે છે નહીં, એ મારાથી નથી જોવાતું. જો તું એક વાર મારી સાથે સંબંધ બાંધીશને તો હું એને સીધો કરી દઈશ. હું એનો અબ્બા છું, માટે મારી વાત માનવી પાડવી પડે અને એ મને ના ન પાડી શકે.”
આ સાંભળીને સિયાને થોડું ઓકવર્ડ ફીલ થવા લાગ્યું અને એમાં જે રીતે એમનો હાથ પકડી ને, હાથનો જે રીતે સ્પર્શ કરી રહ્યા હતા એટલે તને વધારે ઓકવર્ડ ફીલ થતાં જ તે વધારે ને વધારે અંદરની અંદર સંકોચવવા લાગી.
તેને એમ થઈ ગયું કે,
“તે એકવાર માનવને બહાર બોલાવીને અને રૂમમાં જતી રહે, પણ માનવના સાવભાવ વિશે તેને ખબર હોવાથી, એને ખબર હતી કે તે આજે આખી રાત બહાર જ રહી શકશે.’
એટલામાં ફરીથી માનવના અબ્બા બોલ્યા કે,
“તે મારી વાતનો જવાબ ના આપ્યો. તે મારા બંને દીકરાઓ સાથે તો સંબંધ બાંધી દીધો છે, તો મારી સાથે પણ બાંધ એમાં શું વાંધો છે? મને પણ તારી અમ્મી સંતોષ તો નથી આપી શકતી, તો તું તો હજી પાછી કાચી કળી જેવી છે. આજે અમ્મી બહાર રહેશે એ ચોક્કસ છે, તો તું તો મને ચોક્કસ સંતોષ આપી શકીશ.”
સિયા આ સાંભળી ના શકી અને કાન પર હાથ મૂકીને, કહ્યું કે,
“તમે મારા પિતા સમાન છો, હું તમારી સાથે આ બધું કેવી રીતે વિચારી શકું? પિતા તો દીકરીનું રક્ષણ કરે નહીં કે એનો ભક્ષક બને.”
“મને એ બધી વસ્તુ વિશે ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે તારે મારી સાથે સંબંધ બાંધવો જોઈએ, તને હું ફિટ નથી લાગી રહ્યો કે, જો તું આની સાથે કોઈ ને કોઈપણ રીતે રહીશ ને, તો પણ એ તને હેરાન કરશે, મારશે અને તારા પર જબરજસ્તી પણ કરશે. પણ જો તું મારી જોડે રહીશ તો ફરીથી મારી રાણી બની જઈશ અને મારા દિલની રાણી બનીને આરામથી જિંદગી પસાર કરી શકીશ. તારી અમ્મી પણ તારી બધી જ વાતો માનશે, અને એની તાકાત નથી કે તે મારી વાત ટાળી શકે.”
“તમને ખબર છે, હું કોણ છું, તમારા ઘરની વહુ. અને તમે માનવ ના અબ્બા છો, તો હું તમારી દીકરી સમાન થઈ તો તમે કેવી રીતે મારી સાથે કંઈ પણ ખરાબ વર્તન કરી શકો?”
“એ બધી મને ફિલોસોફી ખબર નથી. મને એટલી જ ખબર છે કે તું બસ મારી સાથે સંબંધ બાંધી દે. નહીંતર પછી સારું નહીં બને...”
“જે થાય પણ હું એટલી બધી ખરાબ નથી. અને આમ પણ તમને બંને દીકરાને મારી સાથે સંબંધ નથી બાંધતા પણ મારા પર તે જબરજસ્તી કરે છે અને જબરદસ્તી કરેલા કોઈ પણ સંબંધ ક્યારે સંબંધ ના કહેવાય. પ્રેમ તો બિલકુલ ના કહેવાય, એ તો એક એવો સંબંધ કહેવાય તો જે કોઈ છોકરીના હાથમાં ના હોય, ના એમાં મરજી હોય. અને અને એના પર આ જે વીતે એ તમારા સમજમાં પણ આવે શું?’
“અને તમે તમારી દીકરી સાથે પણ આવું જ કરી શકો કે અને એમનો મોટો ભાઈ એની બહેન સાથે આવું વર્તન કરી શકે, શરમ આવી જોઈએ. એક દીકરી સાથે આવો સંબંધ બાંધવાનો તમને યોગ્ય લાગે છે, ખરા?
(એના પર હજી કેટલા જુલ્મ થશે? કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૬)