ધ રેડ સન Niky Malay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બુદ્ધિ વગરનું અનુકરણ

      એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવા...

  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

શ્રેણી
શેયર કરો

ધ રેડ સન

ધ રેડસન
પૃથ્વી દિવસે દિવસે હાંફતી હાંફતી ફરતી હતી. વાતાવરણમાં રહેલા વાયુ પણ હવે અંદરોઅંદર એકબીજા સાથે બાખડતાં હતા. ધરતીએ જાણે વિનાશના આરે કદમ માંડી દીધા હતા એવું લાગતું હતું.! નયન રમ્ય લાગતું વાતાવરણ સૂર્યના પ્રકોપથી લાલ બની ગયું હતું. મંદિરો પણ ભક્ત વગરના નોધારાં થઇ ગયા. સહેલાણીઓ કરતાં હવે ડીઝાસ્ટરના સેવાર્થી જ નજરે ચડતા હતા. દિવસના સમયે ઘરની બહાર નીકળવું એટલે મોતને નોતરવા જેવું હતું. અલ્ટ્રાવાયોલેટ , ગામા કિરણોથી ચામડીના રોગોનું પ્રમાણ અને આંખોમાં બ્લાઈન્ડનેશ વધ્યું હતું. જે સુખી આત્માઓ હતી, તે માલિકોના ઘરમાં એશીમાં હવા ખાતી હતી. એટલે શેરીમાં હરાયા પ્રાણી પણ કોઈ રહ્યા નહી ,એવામાં ઝબકારા મારતા લીસ્સાં સપાટ રોડ પર આંખોમાં કાળા રંગની પટ્ટી બાંધી વિહાન જીપીએસ સિસ્ટમથી સ્કેટિંગ કરતો જતો હોય છે .
વિહાન : (એકી શ્વાસે) હેલ્લો સર પ્લીસ દરવાજો ખોલો. મારા દાદાની તબિયત સારી નથી તેને શ્વાસ ચડે છે.આ દવાનું લીસ્ટ છે જરા ઝડપથી દવા આપશો .
દુકાનદાર : બેટા દસ મિનિટથી વધુ તડકામાં રહેવાથી મોતને ઘાત ઉતારવા જેવું છે . મૃત્યુ આંક દિવસે ને દહાડે વધતો જાય છે. હું તને દવા આપું પણ ઝડપથી તું ઘરે પહોચી જજે.
પેલો વિહાન દવા લઈને ઘરે પહોચે છે .
મમ્મી : વિહાન બેટા મોબાઈલમાં જો તો જરા શું મેસેજ આવ્યો છે ?
વિહાન : તાપમાનમાં અચાનક વધારો થવાથી તમામ નાગરિકોને સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા માટે સુચના છે . મમ્મી મારી ઓફિસનો ટાઈમ પણ રાતના આઠ થી સવારના ત્રણનો થઇ ગયો છે .
મમ્મી : બેટા અમારા જમાનામાં તો તડકો ખાવા માટે ઉતરાયણનો તહેવાર આવતો. એય...ને....! મજા કરતાં.બાગ-બગીચા હીંચકા ને શેરીઓ બધી હરીભરી રહેતી.સૂર્યની ઉગતી સવાર કે બપોર ને સાંજ આ બધું ટીવીમાં અને ગેઈમમાં જ જોઈને તારો આરવ ત્રણ વર્ષનો થયો છે.તને તો દાદા ભર ઉનાળે પણ બગીચે હીંચકા ખાવા લઇ જતા તું એવો જીદ્દી હતો.
દાદા: વિહાન બેટા તહેવારોને ઉત્સવો મોજથી ઉજવવાની અનેરી મજા હતી . કુવાનું પાણી પીવાનું ને નદીમાં ધુબાકા મારવાની મજા હવે ફક્ત આ બુકોના પાનામાં જ ધરબાય ગઈ છે.ઈ જમાનામાં રૂપિયા નો’તા પણ જીવને શાંતિ હતી. આ તારો આરવ મોટો થશે ત્યારે પ્રકૃતિની મજા ટીવી,ગેઈમ્સ અને આ પુસ્તોકોમાં જ માણશે ?
મમ્મી : બેટા તહેવાર એટલે તો ઘરમાં જાણે મોળા જેવો માહોલ હોય.પાપડ ને આચાર બનાવવા માટે તો આપણી આખી શેરી સંપીને કામ કામ કરતી. અને અમારા ગ્રુપમાં તો સાંજે “ચા ની ચુસ્કી એટલે સમયની તાજગી.” પણ હવે જમાનો બદલાયો...!!! છેલ્લા બે વર્ષથી ઘરની બારીઓ પણ એવી બંધ થઇ ગઈ છે કે,જાણે બારી બહારના દ્રશ્યથી બારી પણ દાઝે છે ..!!
વિહાન :મમ્મી મેં જે જીવન જીવ્યું તે મારા આરવને ન આપી શકું.પણ ભૌતિક સુખ ચોક્કસ આપી શકું.મેં ભલે બગીચામાં હીંચકા ખાધા પણ આરવને ચંદ્રની ધરતી પર લઇ જઈને ત્યાં બગીચામાં હીંચકા ખવડાવીશ એ મારું સ્વપ્નું ખરું.... હવે જમાનો બદલાયો બધાને ભૌતિક સુખ જોઈએ, તો શાંતિને અને નિરાંતને થોડીક નેવે મુકવી પડે .
એક ફોન આવે છે. અતિશય ગરમીને કારણે વિહાનના પિતાનું અવસાન થયું તેમ જણાવે છે.અને એક કરોડ જેવી તેમની વિમાની રકમ અપના ખાતામાં જમા કરી દેવામાં આવશે.તથા મૃતકની બોડીમાં ઘણા વાઈરસ હોવાથી બોડી આપને નહિ મળે.ફોન કટ થઇ જાય છે.વિહાન આવેલ નંબર પર વારંવાર ફોન લાઞાડે છે પણ લાગતો નથી .
અસ્તુ
"nikymalay"