(સિયાની મિત્ર રોમા પંડિતજી નું પ્રવચન હંબગ ગણાવે છે. સિયા નારાજ થઈ જાય છે. સિયાના દાદા દાદી ઘરે જવા નીકળે છે અને તે જેવા ઘરે પહોંચે છે, તો સિયાના પપ્પા સિયાના લઈ જવા બાબતે તેમને બોલે છે. હવે આગળ.....)
“મેં તમને કેટલી વાર કીધું છે કે સિયાને પ્રવચન સાંભળવા નહીં લઈ જવાની, પણ તમને તો સમજાતું જ નથી. તમારા બંનેને પ્રવચન સાંભળવો હોય તો સાંભળો, એમાં મારી ના નથી. તમારી ઉંમર છે એટલે તમે ભજન કરો, આરામ કરો. પણ સિયાની થોડી ઉંમર થઈ છે, તો તમે એને તમારી પાસે સાંભળવા લઈ જાવ છો. તમારા કાનમાં મારી વાત કેમ નથી પહોંચતી.”
સિયાના પપ્પા આવું કહેતાં જ દાદા બોલ્યા કે,
“પણ બેટા અમે નથી લઈ ગયા. તે જ અમારી સાથે આવી હતી.”
“તે તો આવે, તે તો બાળ બુધ્ધિ છે, પણ તમે તેને ના નથી પાડી શકતા. અને જો તમારાથી ના ચલાતું હોય તો રીક્ષા કરી લો, પણ એને ના લઇ જાવ. નહિતર ક્યાંક ને ક્યાંક મારી દીકરી પણ સાધ્વી બની જશે. બસ આ જ તમે સમજતાં નથી.”
આમ તે બળાપો કાઢતાં કાઢતાં પોતાની ઓફિસે પહોંચ્યા. એમના ગયા બાદ સિયા બોલી કે,
“આ પપ્પા તમારી સાથે આમ કેમ વાત કરી શકે છે. તે દર વખતે આવું જ કરે છે. તમે તેના મા બાપ છો છતાં તે દરરોજ રૂડલી જ વાત કરે છે.”
“એટલા માટે કે તું તારા પપ્પાની વાત નથી માનતી. અમારી સાથે તેની ના હોવા છતાં મંદિરે આવે છે.”
“તો મંદિરે જવામાં શું ખરાબી છે?”
“મંદિરે જવામાં ખરાબી નથી તો કોલેજમાં જવામાં ખરાબી શું છે?”
સિયા પરાણે બોલી કે,
“ખરાબી તો કંઈ નથી પણ...”
તેને દાદા સમજાવે છે કે,
“બેટા તું કેમ ના પાડે છે, તારે કોલેજ જવું જોઈએ.”
સિયા બોલી કે,
“હું શું કામ કોલેજ જાવ, મને ભણવામાં રસ જ નથી. મારે તો ફક્ત તમારા બધાની સેવા કરવી છે અને આમ પણ મને જેટલા ભજનો ગમે છે. પ્રવચન ગમે છે અને તે સંબંધી આધ્યાત્મિક બુક ગમે છે. તેટલી આ કોલેજની બુક નથી ગમતી. એનું શું?”
“બેટા એ તો તું ફક્ત આ જ વાંચે છે એટલે તું આવું કહે છે, એકવાર તું એ પણ વાંચી જો. પછી તું નક્કી કર કે તને શું ગમે છે. એમ બસ નક્કી ના કરી દેવાય કે તને આ ગમે છે તને પેલું નથી જ ગમતું.”
“એ તો છે ને... વાત સાચી દાદા પણ મારું મન નથી એમાં લાગતું, એનું શું?”
“અને એના માટે થઈ તું બધું જ મીસ કરી રહી છે. બેટા હું પણ એ જમાના નો બારમા ધોરણ સુધી ભણેલો છું અને એક સફળ બિઝનેસમેન. તારા પપ્પા એન્જિનિયર છે અને એ એવું ઇચ્છે છે કે તે તને પણ ભણાવવા માંગે છે. તે સફળ કલેક્ટર છે. તારા કાકા એક સફળ બિઝનેસમેન છે, એમને મારો બિઝનેસ કયાંયનો ક્યાંય પહોંચાડ્યો. કેમ? કેમ એ માટે એમને પહેલા મહેનત કરી, કામ કર્યું પછી આ સુખસાહેબી છે.
અને બેટા એક વાત ભણવા પ્રત્યે લગાવ કરવો સહેલો છે અને નથી પણ.”
“એટલે દાદા?”
“એમ તો લગાવ થોડી ના થાય બેટા અને આમ પણ ભણવું એ પણ એક સરસ્વતી માતા નો પ્રકાર જ છે, એમ કહો કે એક જ્ઞાનનો જ પ્રકાર છે. બસ એક તને નથી ગમતું બાકી એ કોઈ ખોટી વસ્તુ નથી. તું આધ્યાત્મિક બુકસ વાંચે છે અને સમજે છે, તો બેટા તને ફક્ત અને ફક્ત ધાર્મિક નોલેજ હોય. પણ જ્યારે તું કોલેજમાં ભણે કે સ્કૂલમાં ભણે તો આ દુનિયાભરનું નોલેજ મળે છે અને દુનિયામાં ચાલવા માટે અને એને સમજવા માટે દુનિયાની નોલેજ જરૂરી છે.
પણ કદાચ તને એવું હોય કે ધાર્મિક અને આધ્યાત્મિક જ થવું હોય તે માટે ફક્ત એ જ ભણવું તેની જરૂર પડે. બેટા એક ધાર્મિક થવા માટે પણ દુનિયાનો નોલેજ જરૂર કેમ કે જ્યાં સુધી તે જોયું હશે કે પ્રવચનમાં પંડિતજી દુનિયાના પણ એક્ઝામ્પલ આપે છે. એ ક્યારે આપી શકે જ્યારે એમની પાસે નોલેજ હોય ત્યારે... માટે બેટા તો પપ્પાની વાત માન અને એક વાર કોલેજ જા. કોલેજ જા, ત્યાં જઈ અને સમજ. દુનિયાના રંગઢંગ સમજવાની પહેલી સીડી કોલેજ છે. એ સમજ પણ પછી તું આગળ નક્કી કર.”
“સારું, હું જઈશ પણ મારી શરત છે એ જ કે હું કોલેજ જઈશ. પણ હું જોડે... જોડે હું મંદિર પણ જઈશ અને પ્રવચન પણ સાંભળીશ. એમાં પપ્પા મને રોકટોક નહીં કરે તો જ.”
સિયા મ્હોં ચડાવીને કહ્યું તો દાદાએ,
“સારું હું તારા પપ્પાને સમજાવીશ બસ.”
“ભલે...”
સિયાના પપ્પાને જ્યારે ખબર પડી કે,
‘તેમની દીકરી કોલેજ જવા તૈયાર છે.’
તો તે ખુશ થઈ ગયા અને તેમને તેમના પિતાને કહ્યું કે, “થેન્ક યુ, બાકી વિજયનગરમાં હું એ ગ્રેડનો ઓફિસર. આખા વિજયનગરનો કલેક્ટર હું, છતાં મારી દીકરી જો ભણે તો હું શું કરી શકું. અને પપ્પા હું ઈચ્છું છું કે તે કમ સે કમ ગ્રેજ્યુએશન કરે. ભલે તે મારી જેમ કલેક્ટર કે આઈપીએસ કે આઈએએસ ઓફિસર ના બનવું હોય તો ના બને. પણ તે કંઈક તો એના જીવનમાં કરી શકે ને નહીં.”
“હા બેટા એટલે તો મેં તેને સમજાવી છે, હા પણ એની એક શરત પણ છે.”
“શું શરત છે?”
“એ જ કે તે હવેથી મંદિરે જશે અને પ્રવચન પણ સાંભળશે, પણ તું એને કશું જ નહીં કહે. એ બંને બાજુ પોતાની જાતને ચકાસણી કરશે પછી નક્કી કરશે કે એના માટે સારું શું.”
“સારું એ કોલેજ જવા તૈયાર છે, એ જ મારા માટે મહત્વનું છે. પછી ભલે તે મંદિર કે પ્રવચન સાંભળતી. એ મને મંજૂર.”
સાંજે ચારેક વાગ્યા હશે અને એક મદરેસામાં મૌલવી એમની સામે બેઠેલા અમુક યુવાનોને સમજાવી રહ્યા હતા કે,
“અલ્લાહ જ હમ કો જન્નત બક્ષતા અને જહુન્નમ પણ બક્ષતા હૈ. ઔર ઉસકે લીએ હમ હી જવાબદાર હૈ. જો હમ કો જન્નત ચાહીએ તો ઉસકે લીએ અલ્લાહ કે દિખાયે હુએ રસ્તે પર ચલના હોગા. ઉસકે અધૂરે સારા કામ કરને હોગે. ઉસકે લીએ તુમ કો તુમ કો કમર કસની હોગી.”
તો એક યુવાને પૂછ્યું કે,
“કૌન કૌન સે કામ કરને હોગે?”
“કૌન સે કરને હોગે, બસ કીસી ભી લડાઈ કે સાથે નીકાહ કરો. ઉસે અપના ધર્મ શીખા દો ઔર ફીર ઉનસે ચાર પાંચ બચ્ચે પેદા કર લો.”
“વો કયો ઔર કૈસે જનાબ?”
“કૈસે ઔર કયો વો સારી બાત હમારા એક બરખુદાર બતાયેગા. વો સમજાયેગા કી ઐસા ક્યોં કરના હૈ? કીસ કે લીએ કરના હૈ?”
“વો કૌન હૈ?”
“ઈન્શાલ્લાહ વો જબ આયેગા તો સમજ આ જાયેંગા. બસ એક થોડા સા ઈન્તજાર કર લો. વો અભી આયેગા.”
એટલામાં જ એક વ્યક્તિ ત્યાં આવે છે, એને જોઈ મૌલવી એને ગળે મળ્યો અને એને મૌલવીનો હાથ તેના હાથમાં લઈ અને ચૂમ્યો. મૌલવીએ એની પીઠ થપથપાવી.
(આ માણસ કોણ? આ મદરેસામાં શું ચાલી રહ્યું છે? એ માણસ શું સમજાવશે? એ માણસ આ યુવાનો ને શું પટ્ટી પડાવશે? એ લોકો એની વાત માનશે? સિયા ખરેખર કોલેજ જશે? એ કોલેજ જવા તૈયાર થઈ ગઈ પણ ત્યાં તેનું મન લાગશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫)