એક ષડયંત્ર.... - ભાગ 1 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 1

નમસ્કાર વાચક મિત્રો,
આપના મળેલા પ્રેમ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે હું એક નવી નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કે મેં તો દર વખતે મારી નવલકથા રહસ્યમય કથા કે સામાજિક કે પ્રેમકથા જ લખી છે, જેટલી પણ લખી એ બધી જ અલગ અલગ જ લખી છે. પણ આ વખતે એક નવા ટિવસ્ટ સાથે લઈ હું આવેલી છું, તો તમે આ નવલકથા ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો.
મારી નવલકથા વિશે કંઈ કહું તો એ સામાજિક અને પ્રેમકથાનું ફયુઝન જરૂર છે, અને તમે એક સળગતો સામાજિક પ્રશ્ન પણ કહી શકાય. એ બાબતમાં કહું તો,
‘આમ તો એવું કહેવાય છે કે ‘પ્રેમ આંધળો છે.’ અને સાચે જ પ્રેમમાં પડનાર વ્યકિત સાચું શું, ખોટું શું છે? તે ક્યારે નથી સમજતો કે તેની જીદ ના તો યોગ્ય, અયોગ્ય કે પોતાના કહે છે તે એના માટે ભલા માટે છે, તે પણ નહીં.
પ્રેમમાં પડનાર વ્યકિત એકવાર પ્રેમમાં પડ્યા બાદ સમજવાની શક્તિ કહો કે દુનિયાભરનું ડહાપણ એના કામનું હોતું નથી. બસ તેના માટે તો પ્રેમ જ સર્વે સર્વા હોય છે.’
બસ પ્રેમમાં પડનાર વ્યકિતની અમુક સમય પસાર થયા બાદ સાચું ખોટું સમજવાની શક્તિ પાછી આવે છે.
‘એમ જ આ એક ષડયંત્ર પણ એક એવી જાળ છે કે જેમાં ફસાઈ જનાર વ્યકિતને તેના જીવનના અંત સુધી એનખ અંદર સપડાઈ ગઈ છે, એવો સપનામાં પણ ખ્યાલ નથી આવતો. ના તો આ એક ષડયંત્ર માં ફસાઈ જનારની સમજમાં તો એ પણ નથી આવતી કે તે તેના પગ પર કેવો કુહાડો મારી રહી છે. એ સમજ જ્યારે આવે ત્યારે એના હાથમાં કંઈ નથી રહેતું, જેમ કે કરોળિયાની જાળ.
આવી જ મારી એક નવી નવલકથા લઈ આવી છું. જે આજના સમયની હકીકત પણ કહી શકાય, એવી
“ એક ષડયંત્ર “
મારી આ નવલકથાની નાયિકા સાથે અને તેને આ બધામાંથી ઉગારનારીની કહાની છે. એ શું છે અને એ કેવી કેવી પરિસ્થિતિમાં થી પસાર થાય છે તે આ મારી નવી નવલકથા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
એક ષડયંત્ર -૧
સવારનો સમય જેમાં એક તરોતાજા હવા પ્રસરેલી. જેની અનુભવવા કોઈ કોઈ તો ઘરની બહાર નીકળી ગયેલા. જયારે ઘણા ઘરના લોકો નોકરીએ સમયસર પહોંચવા પોતપોતાના રૂટિન કામકાજ પતાવવા લાગેલા. જ્યારે સ્ત્રીઓ ટિફિન પેક કરવા સાથે ઘરકામ પતાવવા દોડધામ કરી રહી હતી. કોઈ ઓફિસ જવા તો કોઈ કોઈ દુકાને જવાની સમય સાથે હોડ લગાવી રહ્યા હતા.
આમ કરતાં કરતાં હજી તો સવારના આઠ જ વાગ્યા હશે અને અમુક દુકાનદાર તો દુકાનની સાફ સફાઈ કરી
રહ્યા હતાં, જ્યારે અમુક નોકરિયાત સૂઈ રહ્યા હતા, તો કોઈ પેપર વાંચતા વાંચતા ચાની ચુસ્કી માણી રહ્યા હતા. બાળકો સ્કુલ જવાની દોડમાં લાગી ગયેલા.
આ બધામાં અમુક 70 થી 80 વર્ષની ઉંમરના પુરુષો, સ્ત્રીઓ મંદિરની જવાની ઉતાવળમાં હતા. એમને પ્રભુભક્તિમાં મન પરોવીને આરામદાયક જીવન અને કુટુંબના સાથ માટે માંને આભાર માનવો હતો. તો કોઈને આ ના મળ્યાની ફરિયાદ કરવી હતી.
આવા જ ‘કમલ સદન’માંથી એક દાદા દાદી મંદિર જઈ રહ્યા હતા અને તેમનો હાથ પકડીને દોરી રહી હતી, તેમની લાડકી પૌત્રી. એનું નામ સિયા, લગભગ હશે 18 કે 19 વર્ષની દીકરી.
તેના ચહેરા ઉપર સિયા નામ જેવું કોમળ હાસ્ય અને તેની આંખોમાં હાસ્યના ફુવારા સંતાડી રાખ્યા હોય તેવી ગોરી ગોરી ગાલ. હા, કોઈ કોઈ વાર તેની આંખોમાં ગંભીરતા પણ ડોકાઈ જતી. અને એની વાતોમાં તો વધારે જ પડતી.
દુર્ગા માતાના મંદિરમાં ઘંટારવ થઈ રહ્યો હતો. તે ત્રણે જણા મંદિરે પહોંચ્યા તો મંદિરમાં ભક્તિમય વાતાવરણ, સાથે સાથે ઘંટનો મીઠોમધુરો નાદ કાને પડયો.
મંદિરના પાંગ્રણમાં તો હજી સિયા પગ મૂકે એ પહેલા જ કોઈ બે હાથે સિયાની આંખો બંધ કરી દીધી અને બોલી કે,
“બોલ, હું કોણ? તારો જવાબ સાચો હશે તો હું તારી વાત માનીશ નહીં તો તું મારી.”
તો સિયા બોલી કે,
“હમમ... અને જવાબ સાચો અને ખોટો બંને ના હોય તો?”
તે વ્યકિત વિચારમાં પડી તો સિયા હસી પડી અને,
“કોણ હોય? મારી તોફાની બહેનપણી.”
“પણ કોણ?”
“લે તું તારી જાતને ના ઓળખી.”
“લે તું તો મને જ ભરાવે છે?”
“હાસ્તો, મારી ખાસ ફ્રેન્ડ કેન્વીને તો ભરાવું જ ને?”
એને એકદમ જ આંખો પરથી હાથ હટાવીને,
“તું મને નથી ઓળખતી એમ ને?”
“કેમ ના ઓળખું તો તું રોમા છે. હુંતો મજાક કરતી હતી. બોલ હું સાચી ને?”
તો રોમા બોલી કે,
“બરાબર... અને સાચે જ તું તો મને ઓળખી જાય, આવું ના ચાલે. અને પહેલાં મારું નામ કેમ ખોટું બોલેલી?”
“ગાંડી એ તો તને હેરાન કરવા, પણ તું દરરોજ જ મારી સાથે રહેતી હોય તો, હું તારો સ્પર્શ ન ઓળખું એવું કેમ બને, બોલ?”
તેને બે હાથ જોડીને,
“હા ભાઈ હા.”
“ચાલ હવે નૌટંકી કર્યા વગર. હવે જીભાજોડી છોડ અને માંના દર્શન કરી, સત્સંગમાં બેસીએ ચાલ.”
“પણ...”
“એ પણ બણ નહીં, તે મને કહેલું યાદ છે ને?”
“હા ભાઈ ચાલ.”
આમ આ જીભા જોડી સાંભળી દાદા દાદી હસી પડ્યાં. અને બોલ્યા કે,
“તમે બંને આમ જ વાત કરવી હોય તો તમે બંને કરો, અમે જઈએ.”
“ના દાદા, અમે આવીએ છીએ.”
એ બંને સાથે બોલી પડ્યા. એટલે દાદા, દાદી, એ બંને બહેનપણીઓ એ માંના દર્શન કરી પાછા પ્રાંગણમાં આવ્યા તો સત્સંગ ચાલી રહ્યો હતો.
પંડિતજી નું પ્રવચન ચાલતું જોઈ તે દાદા દાદી તેમની સામે બેસી ગયા. એમને જોઈ એ બંને બહેનપણીઓ પણ બેસી ગઈ. મંદિરના પ્રાંગણમાં ઘણા બધા ભકતો બેઠેલા, જેમાં એક બાજુ સ્ત્રીઓ બેઠેલી અને એક બાજુ પુરુષો છે. આ બે લાઈનોની વચ્ચોવચ્ચ એક ડેકોરેશન કરેલું સ્ટેજ કહો કે ઓટલો અને એ ઓટલા પર એક સિંહાસન જેવું ગોઠવેલું હતું. તેની ઉપર ગાજદી અને ગાદીનશીન થયેલા મહારાજ એટલે કે પંડિતજી રામનારાયણ સ્વામી.
પંડિતજી નું પ્રવચન સરસ રીતે આપી રહ્યા હતા અને એ વાક્ધારામાં બધા ડૂબી ગયેલા હતા.
પંડિત રામનારાયણ સ્વામી કહી રહ્યા હતાં કે,
“માં એકદમ આપણા મુખેથી વર્ણન કરવું અશક્ય છે. એની આંખોમાં થી વહેતી ધારા આપણા માટે જ છે. એ જ્યારે આપણને આ દુનિયામાં લાવે ત્યારે તેને વેઠેલા દર્દ વિશેની ક્યારે વિચારતી જ નથી. બસ તે બાળકનું મુખ દેખી તેને દરેક દર્દને ભૂલી જાય છે અને માં ની મમતા જાગી જાય છે. આ મમતાનો મુકાબલો દુનિયાની કોઈ તાકાત કરી શકતું નથી. પછી સામે ગમે તેવા શિવ આવે કે વિષ્ણુ કે બ્રહ્મા. એનું ઉદાહરણ છે, દત્તાત્રેય.
જેમ એ ત્રણે જણા એક ઋષિની પત્નીને ચલિત કરવા આવ્યા પણ તેને તો એમને બાળક બનવાની એમના પર જ તેની મમતા લૂંટાવી દીધી. એ પણ એમની મમતા સામે નતમતસ્ક થઈ બાળક બની એમના ખોળામાં રમવા લાગ્યા....
(હજી પંડિતજી શું શું પ્રવચન આપશે? એ માંની મમતાના કયાં કયાં દાખલા આપશે? એના પ્રવચનમાં ડૂબનાર આ બે છોકરી કોણ હશે? એ શું કરે છે? ભણે છે કે પછી શું કરે છે? સિયા અને રોમાના જીવનમાં શું શું બનશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨)