(સિયા તેના દાદા દાદીને સવારના આઠ વાગ્યા જેવી મંદિર લઈ જાય છે. ત્યાં તેની ફ્રેન્ડ રોમા મળે છે. તે બંને પંડિતજીના પ્રવચન સાંભળવા બેસે છે, જેમાં માના રૂપની અને તાકાત વિશે કહી રહ્યા છે. હવે આગળ....)
સ્ત્રી એટલે કે માંની આગળ કોઈનું પણ ના ચાલે એનું ઉદાહરણ છે, દત્તાત્રેયનો જન્મ.
જેમ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રણે જણા એક ઋષિની પત્નીને ચલિત કરવા આવ્યા પણ તેને તો પોતાના સતીત્વથી જ એમને બાળક બનવાની એમના પર જ તેની મમતા લૂંટાવી દીધી. એ પણ એમની મમતા સામે નતમતસ્ક થઈ બાળક બની એમના ખોળામાં રમવા લાગ્યા....
એમાં જ્યારે એક સામાન્ય સ્ત્રી માતાનું રૂપ ધરે તો તેના જેવું કોઈ વ્યક્તિ તેના રૂપમાં આપણને કે આપણા આત્માને શાંતિ આપે એવી કોઈમાં તાકાત નથી. માતાના દરેકે દરેક શસ્ત્રોની જેમ આજની સ્ત્રીઓ કંઈ ને કંઈ જ વિશેષતા જણાવે છે. આઠ હાથોમાં ખડગ, ત્રિશુલ, ધનુષ્ય, શંખ, ચક્ર, ગદા માનવજાતના વિનાશક તરીકે નહીં પણ સહાયક છે.
આપણને પડતી તકલીફોની સહાયક છે. એમાં પણ જ્યારે માતા બાળકને કોઈ એના બાળકને હેરાન કરે તો કે તેને ચોટી પકડીને બતાવી દે છે કે તે ધારે તો ચંડી પણ બની શકે છે અને ધારે તો કાળી.
એવી છે એક માની મમતા અને એની તાકાત. આ તો તમે જોઈ મમતાની તાકાત પણ તમે ક્યારેય વિચાર્યું કે માતા ચંડી નું રૂપ પણ લઈ શકે છે, એ ચંડીનું રૂપ લે ત્યારે જ્યારે બાળક ઉપર આવી જાય ને તો તેની સામે દુનિયા હોય કે પછી તેના પોતિકા, સંબંધી જ નહીં પણ પતિ સામે પણ ભીડાઈ જાય છે.
જેમ પાર્વતી ગણેશ માટે થઈ શિવજી જોડે ભીડાઈ ગઈ હતી. એ પણ જ્યારે શિવજીએ ત્રિશુલ થી ગણેશનું માથું કાપી નાખ્યું અને તેમને રોકવા બદલ દંડ આપ્યો. ત્યારે પાર્વતીના મુખેથી ખબર પડી કે આ તો એમનો માનસ દીકરો છે. એ વખતે પાર્વતીના અંગારા કે ક્રોધ સહન કરવાની તાકાત પણ શિવજીમાં નહોતી. એમાં તેમને સમજ પડી કે આ તો મા દીકરાની વાત છે, માની મમતા ની વાત છે. એટલે તેમણે તેમના ગણોને દશે દિશામાં એમને દોડાવ્યા અને જે પહેલું માથું મળે તે આ બાળક ઉપર લગાવી અને જીવંત કર્યો. અને પ્રાયશ્ચિત રૂપે સૌથી પહેલા, દરેક શુભ પ્રસંગે યાદ કરવામાં ગણેશજીને જ યાદ કરવામાં જાહેર કરી, ગણપતિ તરીકે સ્થાપના કરી.”
આમ મહારાજના મુખેથી ભક્તજનો દુર્ગામાતાના મંદિરના પ્રાંગણમાં બેઠા છે અને તેમના પ્રવચનનું રસપાન કરી રહ્યા છે. તેમને ભકતગણોને પૂછયું કે,
“તો ભકતો સાચા મનથી કહો કે શું આ જીવનમાં તમે માને સાચા મનથી કયારે પૂજયા છે? એને પણ એના મનના ખૂણામાં વસાવ્યા હોય અને એની મમતા ના પ્રવાહમાં તરબોળ થઈ ગયા હોઈએ. તેના હાથ આપણા માથા પર હોય અને આપણે તેના ખોળામાં બેસી તેની ચરણમાં છુપાઈ ઓળટી શકીએ આવી ભક્તિ કરવાની ઈચ્છા કોની છે?”
આમ ભરી સભા વચ્ચે પંડિતજી એ પ્રશ્ન મુકતા બધા એકબીજાને સામું જોવા લાગ્યા. થોડીવાર તો કોઈ ના બોલ્યું તો,
“શું એવું કોઈ આ રીતની માતાની કૃપામાં રહેવા ઈચ્છુક નથી?”
પણ એ પછી જવાબમાં એક હાથ ઊંચો થાય એટલે પંડિત બોલ્યા કે,
“હાથ ઊંચો જેને કર્યો છે, એ બેન ઊભા થાઓ.”
એટલે સિયા ઊભી થઈ અને એને જોઈ જ
પંડિતજી બોલ્યા કે,
“શું નામ તારું બેટા?”
“સિયા...”
“બેટા, તું દેખાય છે, સિયા. ધન્યવાદ છે બેટા તું હંમેશા આમ જ ભક્તિમય રહેજે અને ભક્તિના જ પ્રતાપે તું જગતજનની માતાના ચરણમાં સ્થાન પામીશ. તને આવા આ મારા આશીર્વાદ છે.”
સિયા બેસી ગઈ એટલે પંડિતજીએ ફરીથી પોતાનું પ્રવચન શરૂ કર્યું કે,
‘જીવનમાં માતાનું સ્થાન અકલ્પનીય છે અને એની તાકાત પણ અસીમ છે. પણ એમાં આપણી જ મનનું સમર્પણ કે આપણી આસ્થા જોઈએ તેવી નથી. દુર્ગા માતાને એટલા બધા રૂપ છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે.
આ બધાજ રૂપમાં માં દુર્ગાનું સૌમ્ય રૂપ વિશે આજે વાત કરીશું, જે ખૂબ જ લોભામણું છે, જેની સૌમ્યતા આગળસૌ ફીક્કા પડી જાય અને એની મમતાના તૌલે તો કોઈ જ ના આવે. આવી જ મમતામયી દુર્ગા માતા જ આપણી ઉધ્ધારક છે, એ જ આપણને તારણહારી છે.
છતાં આ માનવીય જાતને મા દુર્ગાનું વર્ણન કરું તો મા દુર્ગા સિંહ પણ સવાર છે. જે બતાવી રહ્યા છે કે માતા આગળ વનનો રાજા પણ બાળ સમાન છે કે પછી ઉંદર સમાન છે. અને તેની આ આઠ ભુજાઓ તેના જીવનના કેટલાક બધા તેના કર્તવ્ય છે અને તેનું રૂપક છે, એના શસ્ત્રો.
એ માતાનું તો ઋણ આપણે સ્વીકારવું જ જોઈએ અને એ ઋણ મુક્ત થવા માટે કે એના માટે આપણે તેના આગળ નતમસ્તક થઈએ છીએ. એનું ઋણ ચૂકાવવું એ તો આપણા હાથમાં છે.
એનું સૌથી સરસ ઉદાહરણ તો જૈન ધર્મના તીર્થંકર પ્રભુ મહાવીરના જેમ ચકાવવું જોઈએ. તે પ્રભુ મહાવીરે પોતાના સંસાર ત્યાગની ઈચ્છાને જયાં સુધી માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તે સંસાર ત્યાગ નહિ કરે એવો સંકલ્પ કરી. એનું કારણ કયાંક માતા એમના વિયોગથી વિલાપ કરી કરી કયાંક એમનું કરુણ મૃત્યુ થાય અને એમનું મૃત્યુ સુધારવાની જગ્યાએ બગડી ના જાય એ માટે તેમને આવો સંકલ્પ કર્યો. આ છે ઋણ મુક્તિનો ઉપાય.
જે પ્રભુ મહાવીર સ્વામીએ એ રસ્તો અપનાવી અને પોતાના માતા-પિતાને સારામાં સારી સદગતિ અપાવી. એવી જ રીતે દરેક બાળકે પોતાના માતા અને પિતાની સેવા કરવી જ જોઈએ. આમાં પણ ખાસ કરીને માતા-પિતાને. એમાં જ આપણા માતા પિતા માટેનો અહોભાવ પણ છે અને કર્તવ્ય પણ. માતા દેવી પણ છે, બેન છે, મિત્ર છે આ દુનિયાની ધૂરી સમાન બધું જ એ છે. એટલે તો કહેવાય છે,
“યા દેવી સર્વભૂતેષુ માતૃરુપેણ સંસ્થિતા, શક્તિ રૂપેણ સંસ્થિતા, શાન્તિરુપેણ સંસ્થિતા, નમસ્તૈય નમસ્તૈય નમો નમઃ....’
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
પોલીસ ટ્રેનિંગ કેમ્પસમાં બહુ બધા પોલીસ લાઈનસર ઊભા હતા અને એક લેડી પોલીસ જેમ ઈન્સ્ટ્રકશન આપે તેમ એ લોકો કરી રહ્યા હતા. તે લેડી પોલીસ મોટેથી બોલી કે,
‘સાવધાન.... વિશ્રામ.’
આમ તેના ઇન્સ્ટ્રક્શન બરાબર બીજા બધા પોલીસ બરાબર ફોલો કરી રહ્યા હતા. એટલી વારમાં પોલિસ કમિશ્નર જોડે રાજયના સંરક્ષણ પ્રધાન પોતાનું વ્યકતવ્ય આપ્યું. એમના વ્યકતવ્ય બાદ થોડીવાર પછી એક પછી એક બધાને પદવી અને એમની શપથવિધિ શરૂ થઈ ગઈ. એક સીનિયર ઓફિસર બધાને એક એકને બોલાવી રહ્યા હતા, કેતન મિશ્રા, સોનસિંહ રાજપૂત, નિમેષ દરજી નામ પ્રમાણે તે આવતાં અને વિધિ પૂરી કરતાં.
આ બધા વચ્ચે એક નામ એનાઉન્સ થયું કે,
‘કનિકા...”
એ નામ સાંભળતા જ બધા પોલીસ ટ્રેનર ઊભા થઈ ગયા અને ખુદ એ ટ્રેનિંગ સેન્ટરના હેડને પણ ઊભો થતો જોઈ સંરક્ષણ પ્રધાન કે પોલીસ કમિશ્નર આશ્ચર્યમાં પડે છે. અને મનમાં થયું કે,
“એ કનિકા એવી કોણ વ્યક્તિ છે? લાગે છે છોકરી પણ એવું તો શું છે એનામાં કે જેના માટે ખુદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો હેડ પણ ઊભો થઈ જાય તેવી આ વ્યકિત કોણ?
(આ કનિકા કોણ છે? એવું તો એની વ્યકિતત્વમાં શું છે, જેને આટલું બધું માન મળે છે? સિયા અને રોમા શું કરશે? તે ભણે છે કે પછી? તે મંદિરમાં આવીને દેખાડા કરે છે? એવું કરે છે તો કેમ? સિયા ખરેખર ધાર્મિક છે કે પછી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩)