ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 22 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 22








ભાગ - ૨૨



આપડે આગળના ભાગમાં જોયું કે દીપકે કોઈના કહેવા પર આ કામ કર્યું હતું ચાલો જાણીએ કે કોણ હતું આ બધાં પાછળ ..

પોલીસ : " પેલી !!! હવે આ પેલી કોણ .. ??? "

દીપક વાતની ચોખવટ કરતા : " આ બધું કરવા પાછળ શાલિનીનો હાથ છે .. શાલિનીના કહેવા મુજબ જ મેં મારા ભાઈની બધી પ્રોપર્ટી વેચાવી અને એને મોતને ઘાટ ઉતાર્યા . પણ આ બધું કર્યા પાછળ અમારા લગ્ન થશે એવી શરત અમે રાખી હતી ... "

મોન્ટુ : " શું ... ?? એની સાથે લગ્ન કરવાં માટે તમે તમારાં ભાઈના પરિવારને બરબાદ કરી નાખ્યો ??? "

દીપક : " એજ મારી ભુલ હતી , ઘર સિવાય કોઈ આપડું નથી એ વાત મને હવે સમજાય છે .. "

પોલીસ : " પછી શું થયું .. ?? એ શાલિની ક્યાં છે .. ?? "

દીપક : " શરત મુજબ અમે લગ્ન કર્યાં , પણ થોડો સમય એ મારી સાથે રહી આ મકાન , ફાર્મ હાઉસ બધી મિલકતો વેચી અમે આ મકાન લીધું અને બીજા રૂપિયા મેં એની પાછળ બગડ્યા . ને લગ્નને હજુ એક વર્ષ માંડ પુરું થયું ત્યાં તે મને મુકી બીજાં સાથે ભાગી ગઈ , હવે મને જિંદગીનો મોટો પછતાવો થાય છે જે પછતાવા સાથે હું જીવી રહ્યો છું .. હું એનાં પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે હું શું કરું છુ એનું પણ મને ભાન ન હતું . "

ઇન્સ્પેક્ટર : " પણ એ શાલિનીનું કોઈ એડ્રેસ છે તમારી પાસે .. ??? "

દીપક : " ના એનું તો ખબર નથી , પણ હા મને મારાં એક ફ્રેન્ડ પર શક છે .. કારણ કે તે અને શાલિની સાથે જ ગાયબ થયાં હતા .. અને તે શાલિની આવ્યાં પછી થોડો બદલાય પણ ગયો હતો . હું તેનું એડ્રેસ આપી શકું છુ .. "

ઇન્સ્પેક્ટર દીપકને લઈ જીપ માં બેઠાં . બધાં દીપકના ફ્રેન્ડના ઘરે ગયાં . રાજે ડોર બેલ માર્યો . અંદરથી સિદ્ધાર્થે ડોર ખોલ્યો .

સિદ્ધાર્થ : " કોણ છો તમે ... ??? આ પોલીસ ??? દીપક તુ ?? શું થયું .. ?? "

દીપકે સીધો સવાલ કરતા : " શાલિની ક્યાં છે .. ??? "

સિદ્ધાર્થ : " શાલિની ?? એ તો તારી પત્ની છે તને ખબર તે ક્યાં છે .. "

દીપક : " મને થયું તે ભાગી ગઈ હતી તો તું પણ એનાં ગયાં પછી ઓછો દેખાય છે તો થયું ... "

સિદ્ધાર્થ : " શું .. ?? મારી સાથે .. ?? હું તારો ફ્રેન્ડ છુ દીપક એટલા જુના સમયથી સાથે છુ .. અને મારા પર આવડી મોટી શંકા ... !!! હુ કેનેડા ગયો હતો એટલે દેખાતો ન હતો .. "

દીપક : " ઓકે સોરી યાર .."

સિદ્ધાર્થ : " પણ હા , થોડાં સમય પહેલા તે મને માર્કેટમાં મળી હતી તો મેં એને જસ્ટ હાલ ચાલ પુછ્યા પણ મને નથી ખબર એ ભાગી ગઈ છે ના તારી સાથે હમણાં કંઈ કોન્ટેક્ટ થયો એટલે મેં પૂછ્યું ત્યારે એને કંઈ સરખો જવાબ ન આપ્યો પછી હુ જતો હતો તો મેં જોયુ કે એ બીજા રસ્તે જતી હતી તારા ઘરનો રસ્તો તો ડાબી બાજુ હતો તો મને થોડી શંકા ગઈ એટલે મેં એને ફોલો કરી .. "

પોલીસ : " તો કંઈ ખબર પડી .. ??? "

સિદ્ધાર્થ : " હા , એનાં ઘર સુધી મેં એને ફોલો કરી હતી .. "

દીપકે ઉતાવળા થતાં : " ક્યાં છે એ જલ્દી બોલ તને ખાતરી તો છે ને કે એ જ હતી ... !!! ??? "

સિદ્ધાર્થ એ દાવા સાથે : " હા , હું શોર છું , એ ચોકડીની સામેની સોસાયટીમાં આગળથી ચોથા મકાનમા જ રહે છે .. અહીં થોડાં આગળ જશો ત્યાં ગુલાબ ચોક આવશે તે જ ચોકડીની સામેની સોસાયટી . "


*****


શું ખરેખર સિદ્ધાર્થે શાલિનીને જ જોઈ હતી .. ??

........


શું શાલિની ફાઈનલી મળી જશે તો પણ પોતાનો ગુનો કબૂલ કરશે ... ???

........


તેણે ફક્ત દીપકની મિલકત માટે જ લગ્ન કર્યા હતા કે હતું કારણ કોઈ બીજુ જ .. ???


..........

જાણવા માટે વાચતા રહો આગળનો ભાગ - ૨૩ .