ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 21 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 21









ભાગ -૨૧



નમસ્તે તમામ વાચક મિત્રોને ,,

આગળના ભાગમાં આપડે જોયું કે બધાં દીપકના નવા એડ્રેસ પર પહોંચી ગયાં .. હવે શું થશે જાણવા માટે વાચતા રહો ભાગ - ૨૧ .

માહીર : " હું શું કહું છું કે પહેલાં પોલીસને કોલ કરી દઈએ .. પછી અંદર જઈએ .. શું કેહવુ તમારું !! ??? "

રાજ : " હા , એ સારો વિચાર છે . ન ધાર્યુંને કંઈ એવું થઈ જાયને દીપક અંકલનું નકકી નહીં સગા ભાઈને મારી નાખ્યાં એ આપણને શું મૂકવાંના .. "

પોલીસને કોલ કરી એડ્રેસ આપ્યું અને બધાં ઘર પાસે પહોંચ્યા . વિશ્વાએ ડોર બેલ મારી .

દીપક : " ઓફ ગોડ .... અત્યારમાં કોણ હશે ..??? "

દીપકે દરવાજો ખોલ્યો . દીપકને ઓળખી શકાય તે માટે અંકલે ડ્રોઅરમાં તેનો ફોટો હતો એ લઈ જવા કહ્યું હતું .. અને ખુશીની વાત એ હતી કે આ એજ દીપક હતો જેનો ફોટો મયુર પાસે હતો .

તેઓ એક બીજા સામે જોવા લાગ્યાં અને આંખોના ઈશારાથી એક બીજાને સાવધાન થવા કહ્યું ..

દીપક : " હેય ... કોણ છો તમે ??? અને અહીં શું કામ છે ... ??? "

મોન્ટુએ મજાક કરતાં : " અહીં જ બધી વાત કરશો કે અંદર આવવાં માટે પણ કહેશો અંકલ .. !!! "

દીપક : " તમે કોણ છો પણ .. ?? તમારે મારું જ કામ છે ..?? "

રાજ : " હા તમારું જ કામ છે .. "

દીપક : " ઓકે .. હા... આવો આવો .. અંદર આવો .. "

દીપક : " પાણી .. ??? "

મોન્ટુ એ સીધી વાત કરતાં : " અ .. નાં અંકલ અમારે પાણી નથી જોઈતું અમારે એ ફાર્મ હાઉસ જોઈએ છે .. "

દીપક : " કયું ફાર્મ હાઉસ .. ?? મારે તો કોઈ ફાર્મ હાઉસ નથી .. "

નેમિશ : " અંકલ પેલું યાદ કરો .. "

દીપક : " એક હતું એ પણ મેં વેચી નાખ્યું છે .. હવે કોઈ ફાર્મ હાઉસ નથી મારી પાસે ઓકે .. "

રાજ : " કેમ .. ?? કેમ વેચી નાખ્યું .. ?? "

દીપક : " શું કેમ .. !! મને નહતું ફાવતું એ જગ્યા પર એટલે .. પ્રગતિ જ નહતી થતી એ ફાર્મ હાઉસના લીધાં પછી .. "

ક્રિષ્નાએ થોડાં ગુસ્સા સાથે : " ઓહ અંકલ .. !! હવે બનો નહીં .. પ્લીઝ ... "

દીપકે થોડાં ગભરાતા અને આશ્ચર્ય સાથે : " શું .. !! ?? શું કહેવા માંગો છો તમે .. ચોખ્ખું બોલો .. અને તમે છો કોણ .. ??? "

મોન્ટુ : " અરે અંકલ પેલું ફાર્મ હાઉસ જ્યાં તમારાં ભાઈ ... "

મોન્ટુ અટકી ગયો . દરવાજા પર પોલીસ આવી ઊભા હતાં ..

દીપક ઊભો થતાં : " પોલીસ ... !!! ??? "

રાજે આખી વાત કરતાં : " પોલીસ અંકલ , આ એજ દીપક અંકલ છે જેની અમે વાત કરી છે .. પકડી લો એને .. "

પોલીસે દીપકને ગિરફ્તાર કાર્યો ..

દીપક : " પણ સર .. સર એક મિનિટ .. સર સાચી વાતએ નથી ... મારી વાત સાંભળો સર .. પ્લીઝ .. "

રીની : " એક મિનિટ સર ,, શું છે તો સાચી વાત દીપક અંકલ .. ??? અમને બધી ખબર છે કે તમે જ તમારાં ભાઈનું મર્ડર કર્યું છે હજી કેટલું સાચું બાકી છે ..??? "

દીપક રડતાં રડતાં : " હા ,, એ વાત સાચી છે કે મેં મારા ભગવાન જેવા ભાઈને માર્યા છે .. જીવતે જીવ એને જીવવા પણ નથી દીધાં .. "

એટલુ કહેતાં દીપક રડવા લાગ્યો ..

પિહુ : " તો તમારો હાથ કેમ ઉપાડ્યો એમને જીવતે જીવતાં સળગાવવામાં .. ?? એમનાં માસુમ બાળકોનો શું વાંક હતો એને પણ એ આગમા છોડી દીધાં તમે .. ?? "

દીપકે પછતાવા સાથે : " હા , અહીં જ તો મારી ભૂલ હતી .. આઈ મીન મેં મારા ભાઈ ભાભી અને એની આખી ફેમિલીને માર્યા એ જ મારી ભૂલ છે મોટાંમાં મોટી .. પણ આ બધું તેની લીધે જ થયું છે સર ... તમે મને મારા ગુનાની સજા આપો જરૂર આપો .. હું ખુશી ખુશીથી ભોગવવાં તૈયાર છું તમે મને મારી પણ નાખશો ને સર તો પણ એ સજા ઓછી છે મારા માટે ... પણ સર આ બધું મેં મારી મરજીથી નથી કર્યું .. એ બધુ પેલી એ કરાવ્યું હતું સર .. "

પોલીસ : " પેલી .. !!! ??? "

દીપક : " હા સર .. , એનો જ મોટો હાથ છે .. હું તો બસ એક કતપુટલીની જેમ નાચતો જ રહ્યો .. "

*********


કોણ હતી એ ... ???

.......


જેણે દીપકને એનાં જ ભાઈને મારવા પર મજબૂર કાર્યો .. ??


........



શું દુશ્મની હતી એને .. દીપક અને એનાં ભાઈ સાથે .....

...........


જાણવા માટે વાચતા રહો "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ભાગ - ૨૨ .



To be continued....