ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 14 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 14












ભાગ - ૧૪


નેમિશે ગભરાતા અને થોડાં કન્ફયુસ થતાં : " અરે ..... !! કોણ રિધ્ધિ ????? હું કોઈ રિધ્ધિને નહી ઓળખતો ... "

રાજની વાતને સપોર્ટ કરતાં મયુર : " અરે .... !! એટલુ જલ્દી ભુલી પણ ગયો .... ???? પાંચમું ભણતાં હતા ત્યારે તે રિધ્ધિને રોઝ આપ્યું હતું ... અને એનાથી પણ ઉપર આઈ લવ યુ .... એ પણ કીધું હતું .... કર યાદ કર ... યાદ કર ... કીધું તું ??? કે યાદ નહી આવે ... ???? "

રીની ઊભી થતાં થોડાં ચિડાઈને : " અરે !!!!! કોણ રિધ્ધિ ... ??????? અને તે એને આઈ લવ યુ પણ કીધું તું ???? આર યુ ફ્લર્ટી ..... "

નેમિશ : " અરે પણ આવું કંઈ જ નથી થયું યાર ... બેસી જા ને ભય .... પ્લીઝ .., તારા સમ બસ .. તને એટલો પણ ટ્રસ્ટ નથી .. ???? "

રીની : " નહીં એવું નથી ... પણ આ લોકો કંઈક બોલે છે , એ પણ ખોટા ના જ હોય ને .. સાચું બોલ બસ .. "

રાજ હસવા લાગ્યો ...

નેમિશ : " જોયું .. ??? હું બોલતો હતો ને આ લોકો ખોટા છે ... તો નઈ .... એ લોકો થોડાં ખોટું બોલે .. હેં ....ને ... એટલો પણ વિશ્વાસ નથી , વિશ્વાસ વગરનું સાવ .... "

રીની : " સોરી પણ તમારું કંઈ નક્કી ના હોય એટલે ... "

નેમિશ : " હજી પાછી .... ??? "

રીની હસતાં - હસતાં : " સોરી પણ ... મજાક કરું છું હવે મોંઢા નઈ બગાડ ... "

નેમિશ મોઢું બગડતાં : " ઓકે ઠીક છે જા .. "

માહીરે ઉત્સુકતા સાથે : " બાય ધ વે .. , શું થયું હતું તારી સાથે નેમિશ .. ??? તું કંઇક બોલતો હતો ... "

" હા . " - નેમિશે તેની અને મોન્ટુ સાથેની આખી વાત કરી ...

" હા સેમ અઝ .. " - પિહુ જટકા સાથે બોલી .. અને તેને પણ તેની રુમમાં વિશ્વા સાથે સાથે જે કંઈ સવારે બન્યું હતું એ કીધું ...

રાજ વાત ઢાંકતા : " શું યાર .. આ વાત માનવી કે નહીં ??? આજ તો મારે મોન્ટુના રુમમા જ સુવું છે ... અમે પણ જોઈએ કોણ છે તે ... અમારે તો દર્શન જ ના થયા .., આ પાછા તમને બંનેને જ દર્શન આપે છે લે .... અમારાથી શું અભડાય છે .. ?? "

વિશ્વા : " બટ રાજ ... મારું માનવું છે કે આપડે એ છોકરા અને એની ફેમિલીની હેલ્પ કરવી જોઈએ ... એ બસ હેલ્પ જ માંગે છે કોઈને એટલા ટાઈમમાં કંઈ જ નુકશાન નથી આપ્યું ... "

મોન્ટુ વિશ્વાને સપોર્ટ કરતાં : " બરોબર છે વિશુંની વાત .. હવે એક એક કરી બધાંને અનુભવ થાય છે .... બધાંને શું આ વહેમ જ છે ????? વાત કરતો .. "

" અરે પણ ..... " - રાજની વાત કાપતા વિશ્વાએ વચ્ચે જ વાત આગળ વધારી ..

વિશ્વા : " શું યાર તું પણ .. !!!! એક જડ જેવાં સ્ટોનને કહે છો .. નહીં સમજે તે રહેવા દે ... જે કરશું તે આપડે જ . "

રાજ થોડો ઉદાસ થતાં : " અરે શું આપડે વિશ્વા .. મારો એ મતલબ નથી યાર .. તારે કરવું હોય એ ને સમજવું હોય એ અમે તો કરશું જ એ શું યાર .. એવો મીન કાઢી તે એકલો કરી દીધો મને .. "

વિશ્વા એ એની વાત ના પસ્તાવા સાથે : " અરે સોરી યાર.. હું તો જસ્ટ એમ જ કહેતી હતી . તું માનતો ન હતો એટલે મગજ વયું ગયું હતું , પ્લીઝ ખોટું ના લગાડ હવે .. "

રાજ : " ઓકે . "

મોન્ટુએ ચાલુ વાત ઉપર ભાર મુકતા : " હા પણ હવે શું કરવુ છે ??? યાર તેનું કંઈક કરો ... "

માહીરે આ ટોપિક પર તેનું મત આપતાં કહ્યું : " હા પણ હું શું કહું છું ... આપડે થોડો સમય વેઇટ કરી લેવો જોઈએ .. આઈ મીન હજી તો એ બધું આ ચાર સાથે જ થયું છે . થોડું વાત વધે બધાં સાથે મેળ મિલાપ થાય પછી આપડે કંઇક કામ આગળ કરી શકીએ એમ .. એટલે આપડે હજુ થોડો સમય શાંત જ રહેવું સારું .. "

" હા ,, " બધાં તેની વાતમા સંમત થયાં . અને નાસ્તો કરી સફાઈ કરી બધાં મ્યુઝિયમ જોવા નીકળી ગયાં .

બધાંએ ટેક્સી બુક કરવાંનુ નક્કી કર્યુ હતું , કારણ કે મ્યુઝિયમ ગાર્ડન પણથી થોડે દૂર હતું ને કાલનો અનુભવ બધાંને થઈ ગયો હતો ચાલી ચાલીને એટલે ટેક્સી જ બેસ્ટ ઓપ્શન હતું ...

ઘરની બહાર બધાં વેઇટ કરતા હતાં . આજે માહીર અને મયુર છેલ્લે હતા . બંને લોક કરી બહાર જવા ચાલવા લાગ્યાં એટલામાં પાછળથી અવાજ આવ્યો .

પાછળ ફરીને જોયું તો લોક નીચે પડી ગયો હતો ....



********



To be continued..


આભાર વાચક મિત્રો...,

આગળનો ભાગ બહુ જલ્દી આપ સમક્ષ રજૂ કરીશ .. વાચતા રહો ભાગ - ૧૫ .