Farm House - 13 books and stories free download online pdf in Gujarati

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 13










ભાગ - ૧૩



નમસ્તે વાચક મિત્રો .... આગળના ભાગમાં જોયું તેમ કોણ હશે તે લોકો એ વાત પર ત્રણેય ચર્ચા કરતાં હતા .. એટલામાં પિહુંએ આંખ મારતાં મજાકમાં કહ્યું ....

પિહુ : " ઘોસ્ટ ... ઘોસ્ટ .. બોલ એને ..,, તને હજુ લાગે છે તે ચાર વર્ષથી ભુખ્યો છોકરો માણસ હશે. ..?? !! .. "

વિશ્વા : " બટ જે હોય એ હવે આ ઘોસ્ટ બોસ્ટથી બીક લાગતી નથી .... એક ફ્રેન્ડલી ફિલિંગ આવે છે એની સાથે .... એમ લાગે છે એ આપડા ફ્રેન્ડ બની જશે . હવે બહું મજા આવશે . અત્યાર સુધી બહુ ડર લાગતો હતો મને કે ભુત એવા હશે ભુત તેવા હશે .. પણ એવું કંઈ છે જ નહીં ... "

ક્રિષ્ના : " હા વિશું .. મને લાગે છે આપડે તેની હેલ્પ કરવી જોઈએ ... તે આપને કંઈ કરતો નથી તો આપડી પણ ફરજ બને છે એને હેલ્પ કરવા ની .. એટલે એને શાંતિ મળી જાય .. "

પિહુ : " ઓકે ડન .. આજે આપડે નાસ્તો કરવા જઈશું ત્યારે આપડે આ વિષય પર ચર્ચા કરીશું .. "

બધા બેડરૂમમાં આવ્યા .. ફ્રેશ થઈ રેડ્ડી થવા લાગ્યાં .. એટલામાં ઘડિયાળમાં નવ જેવું થઈ ગયું ..

રાજે કનોક કરતાં : " હેલ્લો .... !!!! કોઈ છે ... ???? માણસ છે કોઈ અંદર કે નહીં .. ??? "

........


થોડી વાર કોઈ અવાજ ન આવતાં ફરી ...

રાજ : " લાગે છે બધાં જોમ્બી બની ગયાં છે ... હેલ્લો .. !!!! "

અંદરથી અવાજ આવ્યો " ના .. "

નેમિશ : " એ તો ખબર જ છે ... પાગલો પાસે કોઈ જૉમ્બી પણ ના જાય ... માણસ તો તમે છો જ નહીં .. રેડી .. ??? ?? "

પિહુએ દરવાજો ખોલ્યો .....

નેમિશ : " ઓહ ... ગોડ .. !!! ઓહો હો ... અહીં તો રેડી પણ થઈ ગયા જો ... ને રૂમ માંથી બહાર નથી આવતાં લે ... "

મયુરે ટોન્ટ મારતાં : " એવું લાગે છે જાણે રૂમ સાથે જ લગન કરી નાખશે .. હવે ??? "

રાજ : " હવે શું હવે ભાગો અહીંથી ... આપડું કંઈ કામ નહીં બે મતલબના સાથે રહીએ છીએ .. "

વિશ્વા : " હા નીકળો જાવ ... ખિસ્કો અહીંથી બસ બિન બુલાયે એક તો રુમ મેં આ જાતે હે ... અંદરો - અંદર જ વાત કરવી હતી તો બાર જઈને કરાઈને અહીં શું આવ્યાં ... "

મયુર : " એ તો નાસ્તો રેડી છે એટલું જ કહેવા આવ્યાં હતાં ... તૈયાર થઈ ગયાં હોય તો આવો નીચે એમ બસ ... પણ હરામ છે રાજકુમારીઓને કંઈ કેહવુ ...... "

ક્રિષ્ના : " તો કહેવા આવ્યાં એ બોલાય એનાં સિવાય બીજું બધું બોલી લીધું લે છછુંદર્યો ... "

મયુર મજાકમાં : " એ કેવું .. સાવ એવુ .... ?? એવો લાગુ છુ તને .. ખિસકોલી .. કેટલા મરે છે મારા પર તને શું ખબર પડે લ્યો આયી બડી .. "

રાજ : " હવે ચાલો નીચે બાધી લીધું હોય તો , કે હજુ વિશ્વ યુદ્ધ ગોઠવું છે ?? "

બધાં હસવા લાગ્યાં .. અને નીચે આવ્યા .. ટેબલ પર ગોઠવાયા ..

માહીર : " બાય ધ વે આજે શું જોવાનો પ્લાન છે .. ???? "

નેમિશ : " જોવા માં શું હોય ત્યાં .. આ સિટી કંઈ નાનું છે ? જેટલું રખડો એટલું ઓછું છે .. ટુરમાં તો ગમે એટલા દિવસ કાઢવા હોય એટલા નીકળી જાય .. "

રાજ : " હમ .... મ .. સાચી વાત છે ...., તો ચાલો પહેલાં અહીં નજીક એક મ્યુઝયમ છે ત્યાં જઈએ .. "

ક્રિષ્ના : " એય ... હા. મેં સાંભળ્યું છે ત્યાં બહું જુની - જુની વસ્તુઓ ગોઠવીને સાચવી છે .. ટાઈમ પણ ત્યાં સારો નીકળી જશે ,, અને જુની પરંપરાને એનું નોલેજ પણ મળી રહેશે ... "

ટીકુ : " અને જુની યાદો પણ પાછી આવી જશે .. "

મોન્ટુ મજાકમાં ટોન્ટ મારતાં : " હા તારે યાદ કરવું પડે હોં ... !! જાણે કેમ પોતે અઢારમી સદીની હોય અને યાદો ભુલી ગઈ હોય .... "

ટીકુ કંઈ બોલેએ પહેલાં જ ...

રીની : " તે જુની યાદો અઢારમી સદીની છે .. તારી શું યાદ રહી ગઈ છે એમાં .. ??? "

ટીકુ : " બસ ટોપીક મળવો જોઈએ નહીં ... મારો એ મીન ન હતો ભૂતડાઓ ... "

બધા જોર જોરથી હસવા લાગ્યાં ..

મોન્ટુ : " બાય ધ વે નેમિશ સાથે કાલ અજીબ ઘટના ઘટી ... ગાયસ્ .... "

રાજ : " કેમ શું થયું .. ભાઈ .. ???? સપના માં રિધ્ધિ આવી હતી ... ????? "

રીનીએ શંકા ભરી નઝરે સિરિયસ થતાં : " રિધ્ધિ ..??? આ રિધ્ધિ કોણ છે ... ???? "


આભાર વાચક મિત્રો ... તમને સ્ટોરી કેવી લાગે છે ..?? રિવયુ આપશો .. અને વાચતા રહો .. આગળની સ્ટોરી ...

આગળનો ભાગ વાચવા જોડાયેલાં રહો , "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ના ભાગ - ૧૪ સાથે .....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED