લવ ફાઈન, ઓનલાઇન - 25 (છેલ્લો ભાગ) Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 25 (છેલ્લો ભાગ)

લવ ફાઈન, ઓનલાઇન - 25

"પ્રાચી... સ્નેહા એ આ બધું એટલાં માટે કર્યું કે એ રાજીવ નો લવ બહાર લાવી શકે!" રાજેશે કોલ પર રહેલ પ્રાચી ને કહ્યું પણ એ તો કોઈ રિસ્પોન્સ જ નહોતી આપી રહી!

"પ્રાચી..." માંડ ત્રીજી બૂમે એને રડતા રડતા કહ્યું... "મને તો લાગ્યું કે બધું ખતમ! તું સ્નેહા ને હા કહી જ દઈશ! આઈ એમ સો હેપ્પી યાર! એ બંને જાય ભાડ માં!" પ્રાચી બોલી.

"આઈ જસ્ટ લવ યુ! હું તને કોઈ પણ હાલત માં ખોવા નહિ માંગતી યાર!" પ્રાચી એ ઉમેર્યું.

"હા... હું તારો જ છું! કોઈ આપણ ને જુદા નહિ કરી શકે!" રાજેશે કહ્યું.

રાજેશ એ અને પ્રાચી એ બંનેને બ્લોક જ કરી દીધા! મૂડ સારો કરવા રાત્રે કેન્ડલ લાઈટ ડિનર કરવા બંને એ જવાનું પ્લાન કર્યું.

ત્યારે તો બંને એ બિલકુલ નહોતું વિચાર્યું કંઇક એવું તેમની સાથે થવાનું હતું! સાથે જ ઘણું બધું એમને જાણવા પણ મળવાનું હતું!

રાજેશ અને પ્રાચી જે હોટલ માં કેન્ડલ લાઇટ ડિનર માટે આવ્યા હતા, એ જ હોટલ માં રાજીવ અને સ્નેહા પણ આવ્યા હતા!

બે ચેર બીજા ટેબલ ની લાવી ને ચારેય એક જ ટેબલ પર આવી ગયા હતા!

"તમારે શું થયું હતું?!" રાજેશ એ હળવેક થી પૂછ્યું.

"આ રાજીવ, લવ કરતા પણ નહિ આવડતું! એણે જલાવવા મેં રાજેશ ને પ્રપોઝ કર્યો તો ઉલ્ટા નું એણે કહે છે કે તું એણે લવ કર એ સારી છોકરી છે!" સ્નેહા એ વાત સમજવી!

"હા તો વળી! તારી ખુશી જરૂરી છે! તું નહિ!" રાજીવે બહુ જ મોટી વાત સાવ સરળતા થી કહી દીધી હતી! વાત માં દમ તો હતો. પ્રેમ ને પામવું જરૂરી થોડી છે, પણ એ પ્યાર ને ખુશ રાખવું વધારે જરૂરી છે.

"તમારો પ્યાર બહાર આવે કે ના આવે! અમારો તો બહાર આવી ગયો! જોયું હતું ને બ્લેડ મારેલો ગ્રુપ માં પિક!" રાજેશ એ કહ્યું!

"અમે બંને એ તો એક સાથે જ એક સામટો જ "આઇ લવ યુ!" નો મેસેજ એકબીજા ને કરી જ દીધો હતો!" પ્રાચી એ કહાની બનાવતા કહ્યું!

"હા... એટલે જ તો અમે બંને બ્લોક હે ને!" સ્નેહા એ ફરિયાદ કરતા કહેલું!

"અરે મેં તો સ્નેહા ને મેસેજ કરી ને કહ્યું કે રાજેશ ઇઝ અ વેરી ગુડ ચોઇસ! પણ હું પણ તને લવ કરતો હતો એમ! હવે નહિ કરતો કે તું તો રાજેશને ચાહું છું!" રાજીવ એ ખાતા ખાતા મોં ચલાવ્યું.

"ઓહ અને ત્યારે જ મેં એણે કહ્યું કે બસ તું લવ કરે છે ને એ જ તો સાંભળવા મેં આટલું બધું કર્યું!" સ્નેહા એ કહ્યું.

"પણ એક સવાલ તો હજી મન માં છે કે રાજીવ ને કોને કહ્યું કે સ્નેહા એ મને આવું બધું કહ્યું છે એમ!" રાજેશ એ મુદ્દા ની વાત કરી. કે જે વાત પર હાલ સુધી કોઈ નું ધ્યાન નહોતું ગયું!

"મેં!" દબાયેલા અવાજ માં પ્રાચી બોલી, "હા, કોઈ નો લવ બીજા કોઈ ને ચાહે તો એને તો ખબર હોવી જ જોઈએ ને!" એણે ઉમેર્યું.

"ટુંકમાં... આપના ચારેય ની નૈયા પાર થઈ ગઈ!" રાજેશ એ કહ્યું.

"હા... હો! એ તો છે!" બાકી ના બધા જ બોલી ઉઠ્યા.

"જુઓ, હવે ગ્રૂપનું નામ - લવ ફાઈન, ઓનલાઇન! કેમ કે હવે તો આપણી ગાડી પાટા પર આવી ગઈ ને!" સ્નેહા એ કહ્યું.

(સમાપ્ત)