લવ ફાઈન, ઓનલાઇન - 22
શું પ્યાર માં કોઈ ના દિલની વાત આપણે આટલા હદ સુધી જાણી શકતા હોઈએ છીએ?! શું એ જ સમયે પ્રાચી પણ રાજેશ ને યાદ કરી રહી હશે?! એ પણ રાજેશ ને મિસ જ કરતી હશે અને એટલે જ તો એને મેસેજ કર્યો હતો. ત્યાં રહી ને પણ એને પ્યાર માટે કેટલી લાગણી હતી. એ એના પ્યારને એક પળ માટે પણ લો ફીલ નહોતી કરવા માગતી. બસ આ એક લાગણી ને જ તો પ્યાર કહેવાય છે.
"બાબુ... ડ્રાઇવ કર..."; "મિસ યુ શોના!" અને "બાય!" બીજા ત્રણ મેસેજ એને કર્યા તો રાજેશે એને "બાય"નો મેસેજ કર્યો! આ મેસેજ ખાલી મેસેજ જ નહોતાં પણ લાગણી થી છલોછલ એવા એ પ્રેમપત્રો હતાં! આવાં નાનાં મેસેજ પણ રાજેશને ખુશ કરવા માટે કાફી હતાં! મેસેજોની ખુશી થી આવેલ સ્માઈલ રાજેશ નાં ફેસને વધારે આકર્ષક બનાવી રહી હતી.
"હું એમ કહું છું કે આજે તમે બંને મારા ઘરે રોકાઈ જાવ. સવારે ચાલ્યા જજો!" સ્નેહા એ બંને ને ઇન્વાઇટ કર્યા.
"નો..." રાજેશે તો સાફ સાફ ના જ કહી દીધું; પણ રાજીવે જે કહ્યું એ તો ચોંકાવનારું હતું!
"મને ઘરે ડ્રોપ કરી ને તમે બંને જાઓ, ક્યાંક કેન્ડલ લાઈટ ડિનર કરવા!" રાજીવે કહ્યું તો આ બંને ના તો હોશ જ ઉડી ગયા!
"જો મારા કહેવાનો અર્થ એવો બિલકુલ નહોતો!" સ્નેહા એ બચાવ કરતા કહ્યું. એ બહુ જ ગભરાઈ ગઈ હતી. ચિંતા ની લકીરો એના ચહેરા પર સાફ જોઈ શકાતી હતી.
"હેલ્લો! એકસક્યુઝ મી! રાજીવ હું એની સાથે નહિ જાઉં યાર!" રાજેશે રાજીવને કહ્યું.
"નો... નો, ગાય્ઝ! જસ્ટ ચિલ! આઈ વોઝ જોકિંગ!" રાજીવે કહ્યું.
"જોયું! આને તો જોક કહેતા પણ નહિ આવડતું! કેટલું સિરિયસલી કહેલું!" સ્નેહા એ ફરિયાદ કરતા કહ્યું. એના જીવ માં જીવ આવ્યો. એક હાશકારો એને અનુભવ્યો.
"હા... પણ એને કેર કરતા અને લવ કરતા તો બરાબર આવડે જ છે!" રાજેશે કહ્યું તો સ્નેહા એ "હા... એ તો છે!" કહેવું જ પડ્યું!
વાતો વાતો માં ક્યારે સ્નેહા નું ઘર આવી ગયું, કોઈને જાણ જ નહિ રહી!
બિલકુલ પ્રાચી અને રાજેશ ની જ જેમ એ લોકોએ પણ કંઇક ધીમે થી કહ્યું અને સ્નેહા ઉતરી ગઈ. રાજેશ બસ વિચારતો જ રહી ગયો કે એ શબ્દો કયા હતાં?! અમુક ઘટના ઓ પર પ્રશ્નાર્થ જ હોય છે, સાચી વાત બસ સમય જ બતાવી શકે એમ હોય છે. રાજેશ પણ બસ મન માં વિચારો જ કરતો રહી ગયો.
"બાય રાજેશ! બાય રાજીવ!" સ્નેહા એ કહ્યું તો બંને એક સામટાં જ "બાય!" બોલ્યા અને એ ચાલી ગઈ. રાજીવ રાજેશ પાસે આગળ ની સીટ પર આવી ગયો. રાજેશે કાર સ્ટાર્ટ કરી દીધી.
"યાર રાજેશ! હું કોઈને લવ કરું છું, પણ કહેવા ની હિંમત થતી નહિ! ડર લાગે છે!" રાજીવે એના દિલની વાત એકલતાના આડ માં રાજેશ ને કહેવી શુરૂ કરી! એને ફીલ થયું હશે કે રાજેશ એની મદદ કરી શકે એમ છે. આટલા સમય સાથે રહ્યાં તો એને લાગ્યું કે શાયદ રાજેશ એની હેલ્પ કરી શકે એમ છે.
"જો સિમ્પલ છે... તારા દિલ માં એક ફિલિંગ હોવી જ જોઈએ કે એ પણ લવ કરે જ છે!" રાજેશે એને સમજ પાડી!
"એક વાત કહું... પ્લીઝ ડોન્ટ માઈન્ડ! શું હું જાણી શકું કે એ વ્યક્તિ કોણ છે?!" રાજેશે ઉમેર્યું.
વધુ આવતા અંકે...