લવ ફાઈન, ઓનલાઇન - 21 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 21

લવ ફાઈન, ઓનલાઇન - 21

"પ્રાચી જાય છે તું?!" સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય એમ પૂછ્યું. ખુશી ની વાત તો એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! પણ અચાનક જ સ્નેહા ને પણ થયું હશે કે જો હમણાં એ જાય છે તો પણ નહીં બોલે તો સારું નહિ લાગે. એ બંને એકબીજા સાથે વાતોમાં એટલા બધાં મશગુલ હતાં કે આ લોકોની વાતો તરફ ધ્યાન જ નહોતું રાખતાં!

"હા... બાય! ગ્રુપમાં વાત કરીશું!" પ્રાચી એ કહ્યું અને જવાની તૈયારી બતાવી.

"હા... બાય!" રાજીવે પણ કહ્યું. એ પણ જાણે કે હમણાં જ હોશમાં આવ્યો.

"બાય રાજેશ!" પ્રાચી એ રાજેશ ને કહ્યું તો એને પણ "ઓકે બાય!" કહ્યું અને એ એના ઘરે ચાલી ગઈ. રાજેશનાં શબ્દો પાછળની સેડ ફિલિંગ તો બસ ખાલી પ્રાચી જ જાણી શકી હતી. આખી દુનિયા સામે આપને એક પળદો રાખતાં હોઈએ છીએ અમુક ફિલિંગ આપને કોઈને કહી નહિ શકતાં, પણ ગમતી વ્યક્તિને તો એ ફિલિંગ ની જાણકારી એક અદૃશ્ય કોન્ટેક્ટ થી થઈ જ જાય છે. કોઈ સમજે ના સમજે પણ એ વ્યક્તિ આપણાં શબ્દો પાછળની વેદના સમજી જાય છે.

પ્રાચીના જવાથી જાણે કે રાજેશનું સર્વસ્વ જ ના ચાલ્યું ગયું હોય! દૂર ચાલી જતી એ યુવતીની સાથે જ જાણે કે રાજેશની બધી જ બેતાબી, લાગણી પણ ચાલી જતી હોય એમ રાજેશ અનુભવી રહ્યો. એણે એક નિશ્વાસ નાખ્યો અને કાર સ્ટાર્ટ કરી દીધી. ગમતી વ્યક્તિ થોડી વાર માટે પણ જો દૂર થાય તો દિલને નહિ ગમતું. જેમ કહેવાયુ પણ છે ને કે જો તમારી ચેટ બાય કહ્યાં પછી પણ ચાલતી જ હોય તો તમે એકબીજાને બહુ જ પ્યાર કરો છો, વાત બિલકુલ સાચી જ છે! મનપસંદ વ્યક્તિથી દિલ ક્યારેય ભરાતું જ નહિ! જેટલો પણ સમય સાથે રહીએ, ઓછો જ લાગે છે!

પેલા બંને પોતાની વાતોમાં મશગુલ થઈ ગયા તો કાચમાંથી જ રાજેશે એ બંનેમાં ખુદને અને પ્રાચી ને જ વાતો કરતા અનુભવ્યા! બસ શરીર જ અલગ હતાં, પણ બંનેની લાગણીઓ તો ખુદ પ્રાચી સાથે જેવું એ ફીલ કરે છે, એવી જ હતી ને!

બસ એક બીજાનો સાથ હોય, એનાથી વિશેષ શું આ લાઇફ હોઈ પણ શકે! રાજેશે વિચાર કર્યો અને એના ફેસ પર એક સ્માઈલ આવી ગઈ! લાઇફમાં બીજું જોઈએ પણ શું યાર?! બસ એક સાથી હોય, જેની સાથે આપને દિલ ખોલીને વાત કરી લઈએ. કે જેને પણ આપની વાતો સાંભવાની બેતાબી હોય. જે પ્યારથી પૂછે કે દિવસ કેવો ગયો અને એવું પણ કે તું જે કરે છે એ સાચું છે કે નહીં! અમુકવાર આપણને અમુક સવાલ થાય કે પોતે જે કરું છું, સારું છે કે નહિ, અને જ્યારે ગમતી વ્યક્તિ કહી દે કે એને તો એની પર છે વિશ્વાસ કે પોતે કઈ ગલત નહિ કરતો તો આપણને આપના પ્યાર પર જ ગર્વ પણ થાય છે અને ખુશી પણ.

પ્રાચી... આઈ જસ્ટ મિસ યુ યાર! રાજેશ મનોમન જસ્ટ બોલ્યો કે એના ફોનમાં એક ટેક્સ્ટ મેસેજ આવ્યો! જાણે કે પ્રાચીએ સાંભળ્યું જ ના હોય!

"હું નહિ તો એકલું ફીલ ના કરતો! હું તારી સાથે જ છું!" મેસેજ માં પ્રાચી કહી રહી હતી! યાર એ કેટલી મસ્ત છે, એને ખબર પડી જ ગઈ હતી કે રાજેશને એકલું ફીલ થતું હશે! શું પ્યારમાં આપને બીજા માટે એટલું બધું વિચારવા લાગીએ છીએ કે એને એક પળ પણ આપને દુઃખી કરવા નહિ માગતા?!

એચ... એમ.. એમ... - Hmm લખી ને એને તુરંત રીપ્લાય આપ્યો!

વધુ આવતા અંકે...