લવ ફાઈન, ઓનલાઇન - 19
"અમારા બધાનું તો ખૂબ જાણ્યું, તું તારા વિશે જણાવ ને! શું તને થયો છે પ્યાર ક્યારેક, કોઈનાથી?!" સ્નેહા એ આ સવાલ રાજેશને ઉદ્દેશીને પૂછ્યો હતો. સૌને જ્ઞાન આપતો જ્ઞાની જેમ ખુદ એનું અનુસરણ ના કરતો હોય એમ હવે સવાલ સીધો જ રાજેશ પર આવી ગયો હતો તો એને જવાબ આપવો રહ્યો.
રાજેશ એ એક અલગ જ અંદાઝમાં જે જવાબ આપ્યો એનાથી બધા ને મજા મજા જ આવી ગઈ!
"બાત દિન કી નહિ હૈ, રાત સે ડર લગતા હૈ! ઘર હૈ કચ્ચા મેરા બરસાત સે ડર લગતા હૈ, તુમ પ્યાર કે અલાવા કોઈ ઔર બાત કર લો, અબ તો પ્યાર કી હર વાત સે ડર લગતા હૈ!!!" એણે કહ્યું તો બધા જ એક સામટા "વાહ વાહ!" "ઓવસમ!" "કહેવું પડે હો!" ની બૂમો પાડવા લાગ્યા! ખરેખર તો ખુદ રાજેશને પણ નહોતો અંદાજો કે એક શાયરીથી બધા ને આટલા ખુશ પણ કરી શકાય, જે એણે થોડા દિવસ પહેલા જ ફોનમાં જોઈ હતી!
"વાહ... લાગે છે કે બહુ દર્દ મળ્યું છે!" રાજીવે પહેલી કમેન્ટ કરી!
"ના... એવું તો નહીં હો! એક ઔર પેશ કરતાં હું.." કહી ને રાજેશે બીજી શાયરી કહેવી શુરૂ કરી -
"મૈં કહેતા હું તુફાનો સે આંખ મિલાઓ, સૈલાબો પર વાર કરો! ઈશ્ક ખતા હૈ તો યે ખતા એક બાર નહીં સો બાર કરો!"
પહેલા કરતા આ વખતે તો વધારે બૂમો પડી ગઈ!
"ઓહ વાઉ! એ કોણ છે, જેની માટે તું આટલો બધો ઘાયલ થઈ ગયો!" સ્નેહા એ પૂછી જ લીધું!
"છે એક... મારી જાન, શાન, ધડકન, દિલ - મારું બધું જ!" કોઈ કવિતાની જેમ રાજેશ બોલી ગયો!
"હા... હવે વારો આવ્યો રાજીવ નો!" રાજેશે એ રીતે કહ્યું જાણે કે પોતે બચી જ ના ગયો હોય! બધો જ ભાર એને રાજીવને સોંપી દીધો હતો હવે.
"હા... પ્યાર તો મે પણ કર્યો છે!" રાજીવે કહેવા માંડ્યું!
"હું જેને લવ કરું છું ને... એ ભલે મને લવ કરે કે ના કરે હું તો હમેશા એણે જ લવ કરીશ! એની સાથે મેરેજ થાય કે ના થાય, મારા દિલમાં જે એની જગ્યા છે એ હું કોઈને પણ નહિ આપી શકું!" એના છેલ્લા શબ્દ સુધી તો એના દિલની લાગણીથી અવાજમાં ભીનાશ પણ આવી ગઈ હતી! સ્વાભાવિક જ તો વાત હતી, જેને પ્યાર કરીએ એ ના મળે પણ જો એના બદલામાં સ્વર્ગની અપ્સરા પણ મળે તો પણ એની કોઈ જ કિંમત નહિ.
પણ ખરેખર એના શબ્દે શબ્દે ત્યાં રહેલ બધા જ પોતપોતાના ક્રશ ને યાદ કરીને એ જ વસ્તુ ફીલ કરી રહ્યા હતા! અમુક શબ્દો આપણને બહુ જ પોતીકા લાગતાં હોય છે અને આપને પણ એ શબ્દોનો સાથ લઈને આપણાં જ વિચારોમાં ચાલ્યાં જઈએ છીએ. બીજાનાં પ્યારને જોઈએ તો પણ આપણને ખુદનો પ્યાર યાદ આવી જાય છે. પ્યારની સાથે જ એ વ્યક્તિ, એ વ્યક્તિનો સ્વભાવ, એ આપણાં વિશે શું વિચારે છે, આપને એના માટે શું ફીલ કરીએ છીએ, એ બધું જ આંખ સામે તરવા લાગે છે. પ્યારની યાદનો મીઠો ખજાનો જાણે કે આપને મનોમન સંગ્રહી લઈએ છીએ. ખજાનાના દરેક પળ પળ આપને પ્યારની એ જુદી જ ફિલિંગ ફીલ કરાવે છે, આંખને ખુશીથી અને થોડા ગમથી પણ નમ કરી દે છે. પ્યારને પામવાની ખુશી તો હોય જ છે, પણ એક ડર પણ સાથે જ હોય છે કે જો એ પ્યાર નહિ મળે તો?! તેમ છતાં દિલમાં એક ઉમિદ હોય છે કે બંને ભેગા રહીશું જ!
વધુ આવતા અંકે...