લવ ફાઈન, ઓનલાઇન - 20 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ફાઈન, ઓનલાઇન - 20

લવ ફાઈન, ઓનલાઇન - 20


"હા જ તો વળી, આપને જેને લવ કરીએ, એને ક્યારેય ના જ ભૂલી શકાય ને!" સ્નેહા એ કહી જ દીધું પણ એના શબ્દો પણ લાગણી ના એ જ ભીનાશથી કોરા રહી જ ના શક્યા!
આ બાજુ પ્રાચી એ પણ એક નિશ્વાસ નાંખ્યો તો રાજેશે મેદાનમાં આવવું જ પડ્યું!

"જો યાર રાજીવ, રડાવવા જ હોય તો કહી જ દે ને! અમે જાતે જ સેડ સોંગ સાંભળીને..." એની વાતને અધવચ્ચે જ કાપતા સ્નેહા બોલી, "આ રાજીવ તો એવો જ છે, કઈ નહિ આવડતું!"

રાજેશ ની એ વાતને તેમ છત્તાં બધા ને હસવા મજબૂર તો કરી જ દીધા હતા તો એ જાણી ને પ્રાચી એ મનમાં વિચાર કર્યો - "અને એક આ રાજેશ છે... આ સિચવેશન માં પણ કોમેડી સૂઝે છે!"

"ચાલો ને યાર નાસ્તો કરીએ!" રાજેશે જ બધા ને યાદ અપાવ્યું તો બધા નાસ્તા ના પેકેટ ને તોડવા લાગ્યા.

બધા જ નાસ્તા ને ખોલી ખોલી ને સરસ રીતે ગોઠવવામાં આવ્યો અને એક ક્લિક સાથે એનો ફોટો લેવામાં આવ્યો જે એ ચારેય એ ગ્રુપ "યાર નો પ્યાર"માં મોકલ્યો, જે એ પછી બધા એ એમના સ્ટેટસ માં પણ એને મૂક્યું!

ખાતા ખાતા જ રાજેશ ના ચહેરા પર હોઠ થી થોડે નીચે જ એક વેફરનો ટુકડો ચોંટી ગયો. જેને બહુ જ પ્યાર થી એક સેકંડ તો પ્રાચી એ બસ જોયા જ કર્યું! પણ જ્યારે એ એને હટાવવા આગળ વધે એ પહેલાં તો સ્નેહા એ એને હટાવી લીધું હતું!

એની સાથે જ આ બાજુ બીજા બે વ્યક્તિ ઓ બરાબર ગુસ્સામાં આવી ગયા! પ્રાચી અને રાજીવને એ બિલકુલ નહોતું ગમ્યું!

એ પછી તો બધા થોડી જ વારમાં નોર્મલ પણ થઈ ગયા. રાજેશ પણ જાણતો જ તો હતો કે સ્નેહા નો એવો તો કોઈ ઈરાદો હોઈ જ ના શકે એમ; પણ એ તો પ્રાચીનો રાજેશ માટે અને રાજીવ નો સ્નેહા માટે પ્યાર હતો જે એમણે એવું ફીલ કરાવતો હતો!

રાજેશે એક એવી વસ્તુ નોટ કરી જેને એને હચમચાવી જ દીધો!

પ્રાચી ની ડાબી આંખમાંથી એક આંસુ વહી ને નીચે સરકી ગયું તો રાજેશ તો હચમચી જ ગયો!

"પ્રાચી, માથું દુઃખે છે... લાવ હું દબાવું!" રાજેશ એ કહ્યું અને ખાવાનું એક બાજુ મૂકી ને એના માથાને દબાવવા લાગ્યો!

"ગળું દબાવી દે ને!" પ્રાચી એ હળવેકથી બસ રાજેશ જ સમજે એમ કહેલું!

"બસ હવે બાપા... સોરી!" રાજેશે એ જ રીતે પેલી ને કહ્યું.

"થેંક યુ! હવે સારું લાગે છે!" પ્રાચી ને પણ રાજેશ પર દયા જ આવી ગઈ કે એની તો કોઈ ભૂલ હતી જ નહિ એમ!

એ પછી તો એ ચારેય એ ખૂબ જ વાતો કરેલી અને બહુ જ મજા કરી હતી. ચારેય કોમેડી કરતાં, એકબીજાની મજાક ઉડાવતા, કોઈ કોઈની તારીફ કરતું તો બીજી જ સેકન્ડે કોઈ એની મજાક બનાવીને હસવા લાગતાં! વાત પછી બીજી વાત એમ વાતો થયા કરે છે. દરેક વાતની સાથે જ ચારેયને બહુ જ હસવું આવે છે અને ચારેય બહુ જ ખુશ નજર આવે છે. માણસને બીજા માણસ સાથે બહુ જ મજા આવતી હોય છે અને જ્યારે એક સરખાં વિચારવા વાળા ભેગા થાય ત્યારે તો એમને માટે તો સ્વર્ગ જ જાણે કે ધરતી પર ના ઉતરી આવ્યું હોય!

છેલ્લે રાજેશ બોલ્યો - "ખરેખર તો આપને ચારેય એ પહેલાં જ મળી જવાનું હતું!" તો બધા ખૂબ જ હસવા લાગ્યા!

"હા... યાર એ તો છે!" સ્નેહા એ કહેલું.

"જુઓ, આપના ગ્રુપમાં મેસેજ કરવા જ પડશે! ઑક્કે!" છેલ્લે રાજેશ એ બધાને ભારપૂર્વક કહ્યું.

"હા..." સૌ એક સામટા જ બોલી ગયા હતા! દોસ્તી જ એટલી થઈ ગઈ હતી તો આ રાજેશ ના કહેતો તો પણ ગ્રુપમાં મેસેજ તો થતાં જ!

છેલ્લે આવતા સમયે તો જાણે કે કારમાં એમની આ મિત્રતાની પરાકાષ્ઠા જ થઈ! કારના ગીતના આવાજ ની સાથે જ બધા ગાવા પણ લાગ્યા! બધા ને મજા મજા જ આવી ગઈ!

સૌપ્રથમ તો રાજેશે પ્રાચી ને એના ઘરે ડ્રોપ કરી.

"જો લેટ નાઈટ તક જાગતી નહિ... જમી લે જે! થોડું માથું દુઃખતું હશે તને!" રાજેશે એને છેલ્લે કહેલું. તો પણ પેલા બે તો એમની જ વાતોમાં મસ્ત હતા!

"લવ યુ તો બોલ!" પ્રાચી એ નાના છોકરાની જેમ લાડમાં કહ્યું!

"હા... બાબા! આઈ લવ યુ!" રાજેશે પ્રાચી ને હળવેકથી કહ્યું! પણ પેલા એ એવી રીતે એમની વાત બંધ કરી જાણે કે બધું સાંભળી જ ના લીધું હોય! આ બાજુ આ બંનેનો જીવ તાળવે ચોંટી ગયો! સમયનાં કયાં ક્ષણે કોણ જાણે પવનની લહેર એમના આ શબ્દો પેલા બેનાં કાન સુધી લઈ ગઈ હશે?!

વધુ આવતા અંકે...