Udaan - 2 books and stories free download online pdf in Gujarati

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 2


ક્રિશ અને ક્રિશા

સમય 2080 નો હતો. ક્રિશા તેના 25 માં માળે આવેલ ફ્લેટની અગાસીમાં બેઠી હતી. સવારના 7 વાગ્યા હતા. સૂર્યના સોનેરી કિરણો અમદાવાદની કાચ અને સ્ટીલ ની બનેલી ગગનચુંબી ઇમારતો પર પડતા આખું અમદાવાદ સોનેરી કિરણો ના પરાવર્તન થી સોનાની જેમ ચમકી રહ્યું હતું.

ક્રિશા રોજ સવારે વહેલા ઉઠીને પોતાના ફ્લેટની અગાસી માં બેસીને સૂર્ય નમસ્કાર કરતી. એની બાજુમાં ફૂલ છોડના ઘણાં કુંડા હતા. જ્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. બિલકુલ તેની બાજુમાં એક સૉલર પેનલથી બનેલી ખુરશી હતી. ક્રિશાનો મિત્ર કહો કે સાથી એવો રોબોટ નિત્યક્રમ મુજબ તે ખુરશી પર બેસી ચાર્જ થતો. ક્રિશા એ તે રોબોટ નું નામ રૉબર્ટ રાખ્યું હતું.

ક્રિશા રોજ રૉબર્ટ માં આખા દિવસમાં કરવાના કામોનો પ્રોગ્રામ સેટ કરી દેતી. રૉબર્ટ રસોઇથી માંડી સફાઇ જેવા બધા કામ કરી લેતો. રૉબર્ટ ક્રિશા ને ઓફીસ ના કામ માં પણ મદદરૂપ થતો. ક્રિશા એ આ રોબોટ પોતાની જાતે જ બનાવ્યો હતો. અને આથી જ ક્રિશાને તેના સાથે લાગણી બંધાઈ ગઈ હતી. જેમ નાની છોકરીઓને પોતાની ઢીંગલી પ્રત્યે લાગણી હોય છે તેમ.જ્યારે રૉબર્ટ નિર્જીવ હતો.તેનામાં કોઈ પ્રત્યે કોઈ પ્રકારની લાગણી ન હતી.

ક્રિશા ઘણીવાર વિચારતી કે ક્યાં સુધી તે આમ નિર્જીવ પ્રાણી સાથે રહેશે..? મારા માટે ભગવાને કોઈ નહીં બનાવ્યું. મોમ ડેડ પણ મને નાની ઉંમરે મૂકીને ચાલ્યા ગયા. ક્રિશા ઓફીસ જવા નીકળે છે. તે પોતાની ઉડતી કારમાં બેસી , ફાસ્ટ સ્પીડમાં પોતાની કાર ચલાવે છે. પરંતુ મગજમાં થી એકલા હોવાના વિચારો હજુ તેનો પીછો છોડતા નથી. મોમ ડેડ ના ગયા પછી ક્રિશા સાવ એકલી થઈ ગઈ હતી. એને જરૂર હતી કોઈ ના પ્રેમની, કોઈની હૂંફની.

વિચારોમાં ખોવાયેલ ક્રિશાની હવાઈ કાર સાથે અચાનક કોઈની કાર અથડાય છે. ક્રિશા વિચારો માંથી બહાર આવી. તુરંત તેણે પોતાની કારને બેલેન્સ કરી. થોડીવાર તો તે સમજી ન શકી કે શું થયું...કેવી રીતે થયું..? પણ તેના ધબકારા વધી ગયા. એવામાં ખૂબ જ નમ્રતાથી સામેની ગાડીમાંથી અવાજ આવ્યો. સૉરી મૅમ, મારી ભૂલ હતી..આઈ એમ સો સોરી...🙏 તમને કોઈ નુકસાન તો નથી થયું ને..?

ક્રિશા તે યુવાન ને જોઈ જ રહી. તેની બોલવાની ઢબ...તેની વિનમ્રતા... તેના ચહેરા પરની ચમક...ક્રિશા ફરી વિચારો માં ખોવાઈ ગઈ. તે યુવાને ફરી ચપટી વગાડતા કહ્યું, હેલો મૅમ.. આઈ એમ સૉરી.
ક્રિશા ઝબકીને.. ઇટ્સ ઓકે.. નો પ્રૉબ્લેમ..😊😊😊

ત્યારબાદ બંને સાથે સાથે કાર ચલાવતા ચલાવતા એકબીજાની સાથે વાતો કરે છે. તે યુવાન પોતાનું નામ ક્રિશ જણાવે છે. નામ સાંભળીને ક્રિશા તરત જ પોતાનો પરિચય આપે છે. ક્રિશ અને ક્રિશા બંનેને એવું લાગે છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે. ત્યારબાદ ધીમે ધીમે તેઓની રોજ મુલાકાત થાય છે. બે યુવાન દિલોમાં પ્રેમનું અંકુર ફૂટે છે. હવે તેઓ એકબીજાની આદત બની જાય છે. તેમને લાગે છે કે હવે તેમને લગ્ન કરી સાથે રહેવું જોઈએ.

ક્રિશ અને ક્રિશા તેમના લગ્ન નું પ્લાનિંગ કરે છે. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય છે. આથી તેઓ તેમના લગ્ન ને પણ વધુ યાદગાર બનાવવા મંગળ ગ્રહ પર લગ્ન કરવાનું આયોજન બનાવે છે. બધા જ મિત્રો અને સંબંધિઓ ને આમંત્રિત કરી તેમને સ્પેસ સટલ દ્વારા મંગળ ગ્રહ પર લાવવામાં આવે છે. અને ખૂબ ધૂમ ધામ થી લગ્ન થાય છે. ક્રિશા એકલી હોવાથી તેના બધા જ કામ રૉબર્ટ કરે છે.

ક્રિશ અને ક્રિશા લગ્ન બાદ ચંદ્ર પર હનીમુન મનાવવા જાય છે. ત્યાં ખૂબ મજા કરે છે. હનીમૂન થી આવ્યા બાદ ક્રિશ ક્રિશા ના ઘરે જ રહેવા આવી જાય છે. ક્રિશ ક્રિશા અને રૉબર્ટ નો નાનો પરિવાર ખૂબ ખુશી ખુશી રહે છે.

લિ.
મૌસમ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED