Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 1



ભારતની દીકરીઓની સલામતી કોના હાથમાં???


થોડા સમય પહેલા સવારે tv માં સમાચાર જોયા.સાંભળી ને ખૂબ ખુશી થઈ કે હૈદરાબાદની ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે નિંદનીય વ્યવહાર કરનાર આરોપીઓ નું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હૈદરાબાદ પોલીસ કર્મચારીઓને સલામ છે.ખરા અર્થમાં આજે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્મા ને પરમ શાંતિ મળી હશે.

હૈદરાબાદ ના પોલીસ કર્મીઓના કામની બધાએ પ્રસંસા કરી છે.પણ tv માં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન સાંભળીને હું ચોંકી ગઈ.જેમણે હૈદરાબાદ પોલીસની નિંદા કરી છે. તેઓ કહે છે કે "પોલીસે કાયદો હાથમાં ના લેવો જોઈએ.ભારતીય કાયદાઓને અનુસરવા જોઈએ". મને એ નથી સમજાતું કે શું એમની દીકરી બહેન સાથે આવું દુષ્કર્મ થયું હોય,ત્યારે પણ એમનું આ જ નિવેદન હોત??દિલ્હી ની નિર્ભયાને ન્યાય અપાવવા એના માતા પિતાએ ભારતીય ન્યાયતંત્ર પર ભરોસો રાખી ન્યાય માંગ્યો.કેટલો ન્યાય મળ્યો તે નિર્ભયા ને ?આમ,ભારતની જાણી અજાણી હજારો દીકરીઓ ,સ્ત્રીઓ સાથે આવા દુર્વ્યવહાર થાય છે. એમના ન્યાયનું શું? દરેક પીડિતાને ડૉક્ટર પ્રિયંકા રેડ્ડીની જેમ ન્યાય મળવો જોઈએ.

ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં આવા કિસ્સાઓ થાય છે. જે વાંચીને, સાંભળીને મારી રુહ કંપી ઉઠે છે. શું ભારતમાં માં,દીકરી, બહેન સલામત નથી?...હજારો વર્ષોથી જેની સંસ્કૃતિનો ડંકો પૂરી દુનિયામાં વાગી રહ્યો છે. તો શું આ છે આપણી સંસ્કૃતિ ? ...દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં કાયદાઓ આટલાં ખોખલા કેમ ?..ઘણાં સવાલો છે જેના જવાબ મળવો મુશ્કેલ છે. નામુમકીન નહીં.જરુર છે થોડાક બદલાવની,થોડાક કાયદાઓ સુધારવાની.

જો ગુનાહિત કર્યો માટે સરકાર તાત્કાલીક સજાના કડક કાયદાઓ બનાવી તેનો અમલ કરાવે તો લોકો સજાના ડર થી ગુનાહિત પ્રવૃત્તિઓ નહીં કરે.અન્ય દેશોની જેમ આપણાં દેશમાં પણ કાયદા કડક હોવા જોઇએ. દરેક વ્યક્તિને સમાન ન્યાય મળવો જોઈએ. રૂપિયા ના જોરથી આજ પણ ઘણાં ગુન્હેગાર ગુનો કરીને સજાથી બચી જાય છે. એવું ના થવું જોઈએ.

ગુનાહિત પ્રવૃત્તિઓ થવા પાછળ કંઇક અંશે આપણો સમાજ પણ જવાબદાર છે.વર્ષોથી દીકરી દીકરા ના ઉછેર માં ભેદભાવ ભર્યો વ્યવહાર થાય છે. આપણા સમાજમાં જ દીકરીઓને દિકરાથી ઉતરતી ઘણવામાં આવે છે. દીકરીને બાળપણથી જ એની કમજોરી અને નબળાઈ નો પરિચય કરવી, તેની માનસિકતા ને પણ નબળી બનાવી દેવામાં આવે છે. હું પૂછું છું કે એવા કયા કામો છે જે દીકરો કરી શકે ને દીકરી નહીં ?? આજના જમાનાની દીકરીઓ તો બધું જ કરી શકે છે.બસ જરૂર છે તેમના યોગ્ય ઉછેરની.

મારુ તો માનવું છે કે દીકરી નો ઉછેર દીકરાની જેમ જ થવો જોઈએ. દીકરી ને ખાલી ઘરકામ અને રસોઈ બનાવવાનું જ ના શીખવો.એને કરાટે અને જુડો પણ શીખવો. દરેક દીકરીઓને સેલ્ફ ડિફેન્સ પણ શીખવો..જેથી મુશ્કેલ સમય માં દીકરી સ્વ રક્ષણ કરી શકે.

મને તો એવું થાય છે કે એવાં પુરુષોની મર્દાનગી શું કામની જેઓ નિર્બળ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે??.ગંદી સોચ ધરાવતા એ દરેક પુરુષોને માટે એમની મર્દાનગી લાંછન સમાન છે. પુરુષોએ પોતાની માનસિકતા બદવી જોઇએ. સમાજમાં જેમ દીકરીને વારંવાર સમજાવા માં આવે છે કે ઘરની આબરૂ જાળવજે. આવી શિખામણ દરેક માતાપિતા એ પોતાના દીકરાને પણ આપવી જોઇએ. મને લાગે છે કે દીકરાને બાળપણથી જ સ્ત્રીઓ ની ઈજ્જત કરતા શીખવવું જોઈએ. દીકરીની સાથે દીકરામાં પણ સારા સંસ્કાર સિંચવા જોઈએ અને દિકરાને વધારે પડતા લાડ ના લડાવતા કોઈની બહેન - દીકરી નું રક્ષણ કરવાની સમજ આપવી જોઇએ.

ભારત માં "બેટી બચાઓ બેટી પઢાઓ " ના નારા બોલાય છે. મારે ભારત સરકાર ને પૂછવું છે કે માતાના ગર્ભમાં તો બેટી બચી જશે,પણ ભારતના હવસખોરોથી બેટીને કોણ બચાવશે ?? સરકાર પાસે હશે આનો જવાબ ???

લોકોની માનસિકતા બદલવી જોઈએ પણ તેની શરૂઆત આપણાંથી થવી જોઈએ એવું મારુ માનવું છે. મિત્રો મારાથી કાંઈ ખોટું લખાઈ ગયું હોય તો માફ કરજો🙏🙏

મૌસમ😊