Get Income from Social Media books and stories free download online pdf in Gujarati

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબને આવકનું સાધન બનાવો

ઘરે બેઠા કમાણી કરવાની ઈચ્છા છે તો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ કે પેજ બનાવો : સોશિયલ મીડિયાથી આવક મેળવવા માટે પણ મહેનત અને ક્રિએટિવિટીની જરૂર પડશે


સિદ્ધાર્થ મણીયાર
siddharth.maniyar@gmail.com

આજના સમયમાં સોશિયલ મીડિયા એક બીજા સામે સંપર્કમાં રહેવાની સાથે સાથે શિક્ષણ મેળવવાનું શ્રેષ્ઠ સાધન બન્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુઝર્સ હવે, સોશિયલ મીડિયાને જ કામાણીનું સાધન બનાવી રહ્યા છે. જેમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે. તમે પણ ઘરે બેસીને પૈસા કમાવવાનો રસ્તો વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે. ઘરે બેસીને ઓનલાઇન કમાણી કરવા માટે તમારામાં ક્રિએટિવિટી હોવી પણ જરૂરી છે. જેની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકાય છે. તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કમાણી કરી શકો છો. આજકાલ દરેક બીજો વ્યક્તિ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર વીડિયો અને રીલ બનાવીને મોટી કમાણી કરી રહ્યો છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘરે બેસીને કમાણી કરવી તેનો અર્થ એ નથી થતો કે કોઈ મહેનત કરવાની નથી અને રાતોરાત કમાણી શરૂ થશે. ઘરે બેસીને કમાણી કરવાનો અર્થ એ થાય છે કે, આપ આપણી ક્રિએટિવિટી ઘરે રહીને જ બતાવી શકો છો. પરંતુ તેમાં કમાણી કરવા માટે સતત મહેનત અને જહેમત ઉઠાવવી પડશે. એટલું જ નહીં કમાણી શરૂ થતા સમય પણ લાગશે. તમારા કન્ટેન્ટ જેટલા સારા અને લોકોને ગમે તેવા હશે તેટલા જ ઝડપથી તમારા યુઝરની સંખ્યા વધશે. જે સંખ્યાની સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબની મોનિટાઇઝેશન ગાઇડલાઇન ફોલો કરવાની રહેશે. જે બાદ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ દ્વારા તેમને મોનિટાઇઝેશનની તક આપવામાં આવશે. જેમાં તમારે પણ ધ્યાન રાખવાનું છે કે, જો ગાઇડલાઇન ફોલો કરવામાં ચૂક થઇ તો તમને સ્ટ્રાઇક આવી શકે છે. જે તમારી ચેનલ, પેજ કે એકાઉન્ટને મોનિટાઇઝેશન તરફ જતું અટકાવી શકે છે અને જો મોનિટાઇઝેશન શરૂ થઇ ગયું છે તો તે અટકાવી પણ શકાઈ છે. સોશિયલ મળ્યા પ્લેટફોર્મની મોનિટાઇઝેશન ગાઈડલાઈન તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. ગૂગલ સર્ચમાં ફેસબુક મોનિટાઇઝેશન ગાઇડલાઇન સર્ચ કરશો તો ફેસબુકની ગાઇડલાઇન જોવા મળશે. તેમજ ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબની ગાઇડલાઇન મેળવી શકશો. હવે, ચર્ચા કરીશું મોનિટાઇઝેશન વધારવા માટે શું કરવું તેની..

મજબૂત સબ્સક્રાઈબર બેસ માટે શું કરવું?
તમારા એકાઉન્ટ પર સબ્સ્ક્રાઇબર બેઝ અને વિડિયો-રીલ્સ પર વ્યૂઝની સંખ્યા વધારવા માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. સૌ પ્રથમ, લોકો માટે ઉપયોગી વીડિયો બનાવો, જેનો અર્થ છે કે લોકોની જરૂરિયાતોને સમજીને વીડિયો બનાવવો. બીજું, આજે તમારા એકાઉન્ટ પર વીડિયો કે રીલ પોસ્ટ કરવાની અને પછી 15-20 દિવસ સુધી કંઈપણ પોસ્ટ નહીં કરવાની ભૂલ ન કરો. જો તમે ઇચ્છો છો કે તમારા સબ્સ્ક્રાઇબર્સ તમારી સાથે સતત જોડાયેલા રહે તો પછી નિયમિતપણે વીડિયો બનાવો અને પોસ્ટ કરો. જો તમે પણ ઈચ્છો છો કે, તમારો વીડિયો વાયરલ થાય, તો ટ્રેન્ડિંગ ગીતોથી લઈને ફિલ્ટર્સ અને કોન્સેપ્ટ સુધીના દરેક ટ્રેન્ડ પર નજર રાખો. દરેક વીડિયોને કેટલી રીચ મળી રહી છે તે સમજવા માટે, પર્સનલ એકાઉન્ટમાંથી બિઝનેસ અથવા ક્રિએટર એકાઉન્ટ પર સ્વિચ કરો. જેમાં તમને તમારા એકાઉન્ટની સંપૂર્ણ ડીટેલ મળશે. જેનો ટ્રેન્ડ સમજીને તમે એ પણ જાણી શકશો કે તમારે વિડીયો કે રીલ ક્યાં સમયે અપલોડ કરવી જેથી તે મહત્તમ લોકો સુધી પહોંચે. આમ કરવાથી ધીમે ધીમે તમારા સબસ્ક્રાઈબરની સંખ્યામાં પણ વધારો થશે અને વ્યૂઝ પણ વધશે.

મજબૂત સબ્સ્ક્રાઇબર્સ અને સારા વ્યૂઝ પરથી આવક કઈ રીતે કરવી ?
તમારા દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો કે રીલને સારા વ્યૂ મળવા લાગે છે અને એકાઉન્ટ પર સબસ્ક્રાઇબરની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે તમે જાહેરાતો એટલે કે એડ દ્વારા કમાણી માટે અરજી કરી શકો છો. યુટ્યુબ હોય કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કોઈપણ પ્લેટફોર્મ તમારા વીડિયો પર જાહેરાતો મૂકશે અને પછી તમને એ જાહેરાતો માટે કમાણી થશે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપવામાં આવે તો તે ક્રિએટર કે બિઝન્સ એકાઉન્ટના યુઝરના વિડીયો કે રીલ પર દર્શાવવામાં આવે છે. જેની માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લેવામાં આવતા ચાર્જની અમુક રકમ યુઝરને આપવામાં આવે છે.

બ્રાન્ડ કોલબ્રેશન પણ કમાણીનો એક માર્ગ
યુઝર બ્રાન્ડ કોલબ્રેશન કરી આવક કરી શકે છે. યુઝર પોતાની ચેનલ કે પેજ પર એડ પર ચલાવી શકે છે. જેની માટે વિડીયો કે રીલ અપલોડ કરતા વખતે બ્રાન્ડ કોલબ્રેશન કે એડ હોવાનો ઉલ્લેખ કરવાનો હોય છે. જેની માટેની દરેક પ્લેટફોર્મની પોલિસી જુદી જુદી હોય છે. બ્રાન્ડ કોલબ્રેશન ત્યારે જ થાય છે જ્યારે તમારા એકાઉન્ટ પર સબસ્ક્રાઈબરની સંખ્યા ઘણી વધારે હોય કારણ કે, બ્રાન્ડ્સ ઓછા સબ્સ્ક્રાઇબર્સ હોય તેવા એકાઉન્ટ સાથે કોલબ્રેશન કરતા નથી. યુઝર તરીકે તમે સબસ્ક્રાઇબરની સંખ્યા અને આગળના વિડીયો કે રીલના વ્યૂઝ અનુસાર બ્રાન્ડ સાથે ડીલ કરી રકમ નક્કી કરી શકો છો. બીજી તરફ સબસ્ક્રાઈબર વધારવા માટે યુઝર કેટલીક વાર બ્રાન્ડ સાથે મફતમાં કોલબ્રેશન કરતા હોય છે.

ભારતીય યુવાનો ફેસબુક કરતા ઇન્સ્ટાગ્રામના વધારે શોખીન
વાત પહેલા સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયાની કરીએ તો વિશ્વભરમાં સૌથી વધારે યુઝર ફેસબુક પાસે છે. યુટ્યુબના મંથલી યુઝર્સની સંખ્યા 2.49 બિલિયન છે. જ્યારે 80 મિલિયન કરતાં વધારે પેઇડ સબસ્ક્રાઈબરછે. યુટ્યુબના ભારતીય યુઝર્સની વાત કરીએ તો ભારત સૌથી મોખરે છે. યૂટ્યૂબ દ્વારા જાહેર આંકડા અનુસાર ભારતમાં 462 મિલિયન એક્ટિવ યુઝર છે. વાત ફેસબુકની કરીએ તો વિશ્વભરમાં ફેસબુકના 2.9 બિલિયન યુઝર્સ છે. જેમાં પણ 314.6 મિલિયન યુઝર સાથે ભારત પ્રથમ ક્રમે છે. જયારે હાલમાં સૌથી પોપ્યુલર એવા ઇન્સ્ટાગ્રામ પર યુઝરની સંખ્યાની વાત કરીએ તો વિશ્વમાં 1.4 બિલિયન યુઝર છે. જાન્યુઆરી 2024માં જાહેર થયેલા આંકડા અનુસાર ભારતમાં 362 મિલિયન ઇન્સ્ટાગ્રામ યુઝર છે. જે ફેસબુક કરતા પણ વધારે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED