માંન્યાની મઝિલ ચેપ્ટર - 23 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 23

પિયોની પોતાનાં ઘરે જવાનાં બદલે સીધી માન્યાનાં ઘરે ગઈ. માન્યાને મળીને તેણે અંશુમન સાથે નાઇટ આઉટ પર જવાની વાત કરી. પિયોનીને ખબર હતી કે માન્યા એક જ એવી વ્યક્તિ છે જેનાં આધારે તે અંશુમનની આ ડિમાન્ડ પૂરી કરી શકશે. 'તને કંઈ ભાન છે? તે અંશુમનની આવી ફાલ્તુ વાતમાં હા કેમ પાડી? પિયોની મેં તને પહેલા જ કીધું હતું કે મને આ માણસ પર બિલકુલ વિશ્વાસ નથી. કોઈ પણ સારો છોકરો હોત તો તેણે ક્યારેય કોઈ છોકરીને આવી રીતે રાત્રે એકલાં મળવાની વાત નાં કરી હોત.' માન્યા બોલી.

'તું સમજે છે એવું કંઈ નથી. હિ ઈઝ અ નાઇસ ગાય. તેણે મને કોઈ ફોર્સ નહોતો કર્યો મળવાં માટે પણ મારી પોતાની જ ઈચ્છા હતી કે હું તેને મળું.' પિયોની ફરી અંશુમનનાં પક્ષમાં બેસી ગઈ. 'પિયોની પણ તું ઘરમાં જુઠુંઠુ બોલીને કેવી રીતે જઈ શકે? તને ખબર છે ને કે અન્કલ ક્યારેય તને બહાર નાઇટ આઉટ કરવા માટે પરમિશન નહીં આપે.' 'માન્યા પ્લીઝ ડોન્ટ બીહેવ લાઇક અ કિડ. આપણને 18 વર્ષ પૂરાં થઈ ગયા છે. આપણી પાસે હવે એટલી તો ફ્રીડમ આવી જ ગઈ છે કે જે ઈચ્છા હોય તેમ વર્તી શકીએ. ઘરમાંથી બહાર જવાં માટે હવે મારે ઘરે કોઈને પૂછવાની કે કોઈની પરમિશન લેવાની કોઈ જરૂર નથી'

પિયોની હૂબહૂ અંશુમનનાં શબ્દો બોલી રહી હતી અને પિયોનીનાં મોઢે આ બધું સાંભળીને માન્યાની આંખો પહોળી થઈ ગઈ હતી. માન્યાને લાગી રહ્યું હતું કે આ મારી પિયોની નથી. મારી બેસ્ટ ફ્રેન્ડ આવી નહોતી. તે બદલાઈ ગઈ છે. અંશુમનનું ભૂત પિયોનીનાં માથે સવાર થઈ ગયું હતું અને પોતાનાં અંશુમન પોતાનાં પ્રેમ માટે પિયોની કંઈ પણ કરવા તૈયાર હતી. 'તું મને પહેલા એ જણાવ કે તે અંશુમનને કહી દીધું ને કે તુ માન્યા નહીં પણ પિયોની છે.'

માન્યા મુદ્દાની વાત પર આવી. 'ના' પિયોનીએ કહેતાં નજર ફેરવી લીધી. 'કેમ? મેં તને કીધું હતું કે તુ પહેલા અંશુમનને આ સચ્ચાઈ જણાવી દેજે.' 'હા, પણ હું સાચો ટાઈમ જોઈને તેને કહી દઈશ અને કદાચ તે સાચો ટાઈમ કાલે નાઇટ આઉટમાં જ આવી જશે.' 'પિયોની હજી પણ હું તને કહું છું કે તુ આ ખોટું કરી રહી છે. યુ વિલ રીગ્રેટ.' માન્યા આવનારા ભવિષ્યથી ભયભિત થઈને બોલી. 'તે જ કીધું હતું કાલે કે તારે અંશુમનનું પ્રપોઝલ સ્વીકારતાં પહેલાં તેને સારી રીતે જાણવો જોઈએ, સમજવો જોઈએ બસ તો હું તારી જ સૂચનાનું પાલનુ કરું છું. તેને સમજવાં માટે ઓળખવાં માટે મારે તેની સાથે ટાઈમ તો સ્પેન્ડ કરવો જ પડશે ને. હું તેની સાથે જેટલું વધારે રહીશ તેટલી સારી રીતે હું તેને ઓળખી શકીશ. અમે બંને એકબીજાને સમજી શકીશું. જાણી શકીશું. માન્યા પ્લીઝ કાલનું નાઇટ આઉટ મારા માટે બહુ જ ઈમ્પોર્ટન્ટ છે અને આમાં તારે મારી મદદ કરવી પડશે. તારી હેલ્પ વગર હું કંઈ નહીં કરી શકું. પ્લીઝ માન્યા તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને?' 'એટલે હવે તારે શું કરાવવું છે મારી પાસેથી?' માન્યા અકળાઈને બોલી.

'પ્લીઝ તુ મારા ઘરે મારાં ડેડીને ફોન કરીને કહે કે કાલે તારાં ઘરે નાઇટ આઉટ પાર્ટી છે, તારાં કઝિન્સ આવવાનાં છે તો પિયોનીને પણ આવવા દો. તું કહીશ તો મારા ડેડી માની જશે. હિ ટ્રસ્ટ યુ' 'અને તું તેમનાં ટ્રસ્ટનો ફાયદો ઉઠાવે છે?' 'એવું નથી પણ પ્લીઝ લાસ્ટ ટાઇમ તું મારાં માટે આટલું કરી દે.'

આ વખતે ફરી પિયોની જીતી ગઈ અને માન્યા પિયોની સામે આગળ કોઈ દલીલ ના કરી શકી. ના છૂટકે માન્યાને પિયોનીનાં ડેડીને ફોન કરવો પડ્યો અને પિયોનીનાં નસીબ પણ એટલા સારાં હતાં કે પિયોનીનાં ડેડીએ એક જ વારમાં પિયોનીને માન્યાનાં ઘરે રોકાવાની પરમિશન આપી દીધી. માન્યા તો જાણે તે પળથી જ અંશુમન સાથે નાઇટ આઉટનાં સપનામાં ખોવાઈ ગઈ. માન્યાએ પિયોનીને થોડી ઘણી સેફ્ટીની ટીપ્સ આપ્યા બાદ ચિંતાવાળા સ્વરે અલવિદા કહ્યું.

બીજા દિવસે સવારે ઉઠતાંની સાથે જ પિયોની ફુલ ઓન હેપી મોડમાં હતી. તેણે બધું જ વિચારી લીધું કે તે અંશુમન સાથેનાં નાઇટ આઉટમાં શું કરશે. આખરે એ ટાઇમ આવી ગયો રાત્રે ઘરે ડિનર કર્યા બાદ પિયોની ઉપર રૂમમાં તૈયાર થવા ગઈ. ટી બેક ટીશર્ટ અને ટ્રેક પેન્ટનો નાઇટ સૂટ પહેરીને તે એક્ટિવા લઈને અંશુમને જ્યાં બોલાવી હતી તે જગ્યાએ પહોંચી ગઈ. ત્યાં એક્ટિવા પાર્ક કરીને તે અંશુમનનાં બાઇક પાછળ બેસી ગઈ. હજી પણ પિયોનીને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે તેના સપનાનાં સૌદાગર સાથે આખી રાત વિતાવવાની છે. અંશુમન પણ આજે ફુલ રોમેન્ટિક મૂડમાં હતો. ક્યારેક તે એટલી સ્પીડમાં બાઇક ચલાવતો કે પિયોની ડરનાં માર્યા અંશુમનને ટાઇટ પકડી લેતી અને ક્યારેક તે વારંવાર શોર્ટ બ્રેક મારતો જેથી આંચકો ખાઈને પિયોની અંશુમન ઉપર પડતી. પિયોની અંશુમનને બોલવા લાગી, ‘પ્લીઝ ગો સ્લોલી અંશુ.' પણ અંશુમન તેની વાત સાંભળી ના સાંભળી કરી દેતો. જોકે, પિયોનીને પણ અંદરથી તો મજા જ આવી રહી હતી. બંને જોતજોતામાં હાઇવે ઉપર આવી ગયાં. લગભગ 1 કલાક જેટલું ડ્રાઇવ કર્યા બાદ અંશુમને એક ઢાબા ઉપર બાઇક ઊભી રાખી. ફ્રેશ થયા બાદ બંને એક ખાટલા ઉપર બેઠાં. અંશુમને બંને માટે સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો. પિયોનીએ અંશુમનને આટલો ખુશ ક્યારેય નહોતો જોયો. તેણે નક્કી કરી લીધું કે આજે કંઈ પણ થાય તે અંશુમન સામે પોતાની ભૂલ કબૂલીને રહેશે. ચા પીધા બાદ ફરી પિયોની અને અંશુમનની સવારી ઉપડી. 'આપણે હવે ક્યાં જઈ રહ્યા છીએ?' પિયોનીએ પૂછ્યું. 'કેમ તને મજા નથી આવી રહી મારી સાથે?' 'મને તો બહુ જ મજા આવી રહી છે. ટુડે ઈઝ ધ હેપીએસ્ટ ડે ઓફ માય લાઇફ.' પિયોની હવામાં બે હાથ ઉછાળતાં બોલી, 'બસ

તો તને હું એક બહુ જ ખાસ જગ્યાએ લઈ જઉં છું. ત્યાંનુ વાતાવરણ જોઈને તું વધારે ખુશ થઈ જઈશ જાનુ.' 'ઓકે, લેટ્સ ગો. શહેરની થોડે દૂર અંશુમનનું એક ફાર્મ હાઉસ હતું. ત્યાં અવાર-નવાર તે ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતો રહેતો અને સાથે ગર્લફ્રેન્ડ્સ સાથે એશ કરતો રહેતો. આ જ જગ્યા ઉપર તે આજે પિયોનીને લઈ જઈ રહ્યો હતો.

એક ટાઉનશિપમાં એન્ટર થયાં બાદ ત્રીજા ગેટ ઉપર આવીને અંશુમને બાઇક ઊભું રાખ્યું. 10 ફાર્મ હાઉસની આ સ્કિમમાં દરેકનાં ફાર્મ હાઉસ એકબીજાને ટક્કર આપે એવાં હતાં પણ લોકોએ પોતાનું આ ફાર્મ હાઉસ વીકેન્ડ હોમ બનાવી દીધું હતું, તેથી ચાલુ દિવસે અહીંયા કોઈ ચકલું પણ નહોતું ફરકતું. મોટા સ્ક્વેર ફીટમાં ફેલાયેલું અંશુમનનું ફાર્મ હાઉસ બહારથી કોઈ મહેલ જેવું લાગતું હતું. આજુબાજુ ઘોર અંધારું હતું. સ્ટ્રીટ લાઇટથી જે અજવાળું પડતું હતું તે જોઈને પિયોની થોડી ડરી ગઈ. તેણે નોંધ્યું કે અહીંયા આજબાજુ ભેંકાર છે. 'અંશુમન મને આ જગ્યા યોગ્ય નથી લાગી રહી. જો ને અહીંયા કેટલું અંધારું છે.' 'અરે જાન, હું તો છું તારી જોડે પછી તારે ડરવાની શું જરૂર છે. ધિસ ઈઝ માય ફાર્મ હાઉસ. તું તેને તારું જ ઘર સમજ.'

પિયોનીનાં હાથમાં હાથ પરોવીને અંશુમન તેને અંદર લઈ ગયો. અંદર જઈને અંશુમને જેવો દરવાજો ખોલ્યો તો પિયોનીની આંખો પહોળી થઈ ગઈ. અંશુમને પહેલેથી જ આખો રૂમ કેન્ડલ્સ, ફ્લાવર્સ અને સુગંધીદાર પફર્ફ્યુમથી ડેકોરેટ કરીને રાખ્યો હતો. 'ઈટ્સ રિયલી બ્યુટીફુલ અંશુમન. આ બધું તે કર્યું?' રૂમનું ડેકોરેશન જોઈને પિયોની આવાક્ થઈ ગઈ. 'યસ... ઓનલી ફોર યુ ડાર્લિંગ.' 'તારું ઘર બહુ જ સરસ છે. આઈ લાઇક ઈટ.' અંશુમને પિયોનીનાં હાથ પોતાનાં હાથમાં લીધા અને તેને હાથ પર કિસ કરી. અચાનક અંશુમને સેટ કરેલું મ્યુઝિક વાગવાં લાગ્યું. રોમેન્ટિક ગીત ચાલુ થતાં જ અંશુમને પિયોનીની કમર ઉપર પોતાનાં હાથ મૂકીને તેની સાથે ડાન્સ કરવાનું શરૂ કરી દીધો. પિયોની પણ આ રોમેન્ટિક માહોલને એન્જોય કરી રહી હતી. થોડીવાર ડાન્સ કર્યા બાદ અંશુમન પિયોનીની વધુ નજીક સરક્યો. પિયોનીના હોઠની નજીક તે પોતાના હોઠ લઈ ગયો.

અચાનક પિયોનીને ભાન આવ્યું. તેણે જોયું કે અંશુમન અને તેની વચ્ચે એક ફૂટનું પણ અંતર નથી રહ્યું. તેણે અંશુમનને જોરથી ધક્કો માર્યો અને અંશુમન નીચે જમીન ઉપર પછડાયો.

(પિયોનીના આવા રિએક્શનને અંશુમન કેવી રીતે હેન્ડલ કરશે? શું અંશુમનનો પ્લાન અહીંયા જ ફ્લોપ થઈ જશે? કે પછી પિયોનીની આ નાઇટ તેના જીવનની સૌથી ખરાબ રાત બનશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)