માંન્યાની મઝિલ ચેપ્ટર - 5 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 5

પિયોની ઘરે આવી ગઈ પણ હજી તેના મગજમાંથી અંશુમનની તસવીર હટતી નહોતી. અંશુમને જાણે પિયોની પર જાદૂ કરી દીધો હતો. આટલી હોટ પર્સનાલિટી તેણે લાઇફમાં ક્યારેય નહોતી જોઈ. ઘરે આવ્યા બાદ તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે કાશ તેણે અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હોત પણ તે અકાઉન્ટ માન્યાનું હોવાથી તે તેને પૂછ્યા વગર કરવા ઈચ્છતી નહોતી. જોકે, તેને પૂરી ખાતરી હતી કે માન્યા આવા કોઈ અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ નહીં કરે અને ના તો તેને કરવા દેશે. તેમ છતાં પિયોની એક ચાન્સ લેવા માંગતી હતી.

બપોરે 3 વાગ્યે માન્યા એમ પણ પિયોનીના ઘરે આવવાની હતી. ત્યારે પિયોનીએ નક્કી કર્યું કે તે આ વાત માન્યાને ચોક્કસ કરશે. નાનીમાં સાથે જમવા બેઠેલી પિયોની હજી તો જમતી જ હતી કે માન્યાની એન્ટ્રી થઈ. 'આવ બેટા, બેસ જમીને આવી કે તારું જમવાનું કાઢે? નાનીમાં માન્યાને જમવાનો આગ્રહ કરતા બોલ્યા. 'ના..ના..હું જમીને આવી. માન્યાને જોતા જ પિયોનીએ ફટાફટ જમવાનું પતાવ્યું અને તે માન્યાને ખેંચીને ઉપર પોતાના રૂમમાં લઈ ગઈ. 'અરે!! અરે!! શું થયું પિયોની આટલી ઉતાવળમાં કેમ છે? મેં નીચે પણ જોયું હું આવી કે તે ફટાફટ તારું જમવાનું પતાવી દીધું. માન્યાને પિયોનીનું વર્તન સમજાઇ નહોતું રહ્યું. 'તને યાદ હોય તો આજે હું સાઇબર કાફે ગઈ હતી. પિયોનીએ વાત કરવાનું શરૂ કર્યું. 'યાદ જ હોય ને પગલી, હું એ જ પૂછવાની હતી કે શું અપડેટ છે તારા ફેસબુક અકાઉન્ટની?' 'કંઇ ખાસ નહીં, કોઇ ઈન્ટરેસ્ટિંગ અપડેટ જ નહોતી મારા અકાઉન્ટમાં તો, પિયોની નિરાશ થઈને બોલી. 'જોયું, એટલે જ મને તો ફેસબુક અકાઉન્ટ બનાવવામાં પહેલેથી જ કોઇ રસ નહોતો. મેં તો પહેલાં પણ તને ના પાડી હતી કે આ ખાલી ટાઇમ પાસ માટેની વસ્તુ છે. પણ તું મારું માને તો ને!' ‘માન્યા એક વાત કહું, આઇ નો મેં આ ખોટું કર્યું છે બટ આઈ વોન્ટ ટુ કન્ફેસ ધિસ. મેં તારું પણ ફેસબુક ખોલીને ચેક કર્યું હતું.' પિયોની માન્યા સામે પોતાની ભૂલ સ્વીકારતા બોલી. ‘ઓહો...એમાં આટલી ડરે છે શું યાર? ધેટ્સ ઓકે, આઇ ડોન્ટ માઇન્ડ. આપણા વચ્ચે એમ પણ ક્યાં કંઈ છૂપું છે.' માન્યાએ પણ આ વાત સહજતાથી લીધી. ‘હા પણ માનુ, મારે એટ લીસ્ટ તારી પરમિશન લેવી જોઇતી હતી.' 'ઓકે મળી ગઈ તને પરમિશન બસ. જો, તને તો ખબર જ છે કે મને તો ફેસબુક અકાઉન્ટ બનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો પણ આ તો તે જીદ કરી એટલે મેં તારું દિલ રાખવા હા પાડી પણ હું એને રેગ્યુલરલી ઓપરેટ તો નથી જ કરવાની. એટલે તને કહું છું કે તું જ્યારે તારું ફેસબુક અકાઉન્ટ ખોલે ત્યારે મારું પણ ખોલીને જોઈ લેજે.' માન્યા બોલી. પિયોની આગળ અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટનું કહેવા જ જતી હતી કે તેની અંતરઆત્માએ તેને રોકી લીધી. તેણે મનમાં વિચાર્યું કે, ‘જો હું કહી દઈશ તો માન્યા કોઈ હિસાબે આ ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની મંજૂરી નહીં આપે, મારે ક્યાં એ છોકરા સાથે વાત કરવી છે. હું તો જસ્ટ તેની પ્રોફાઇલ સાથે અપડેટેડ રહેવા જ તેની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારીશ. આમ, પોતાના મનને મનાવીને પિયોની ચૂપ જ રહી ગઈ. 'ઓ હેલો...ક્યાં ખોવાઇ ગઈ? નવાઇનું ફેસબુક આવ્યું છે, ને તું તો મને અત્યારથી જ અવોઇડ કરવા લાગી.' માન્યાએ હળવી મજાક કરી. ‘અરે ના...ના...તારા માટે એવું કંઈ હોય. તું તો મારી એકની એક જાન છે.' 'બસ હોં હવે બહુ મસકા નહીં.' બંને ફ્રેન્ડ્સ મસ્તીના મૂડમાં આવી ગયા. આડી અવળી કેટલીક વાતો કરીને સાંજે 6 વાગ્યે માન્યા અને પિયોની છૂટો પડ્યો.

માન્યાના જતાની સાથે જ પિયોનીને એક વિચાર આવ્યો. જે માટે તે ડેડીના ઘરે આવવાની રાહ જોઈ રહી. પિયોની મમ્મીની છત્રછાયા ભલે ગુમાવી ચૂકી હોય પણ તેનો જન્મ બોર્ન વિથ સિલ્વર સ્પૂન સાથે થયો હતો. તે પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતું. નાનપણથી તેની દરેક ઇચ્છા, દરેક માંગણી અને દરેક જરૂરિયાત તેના ડેડીએ પૂરી કરી હતી. બાપ-દીકરી વચ્ચે ભલે એટલું અટેચમેન્ટ નહોતું પણ પિયોનીની કોઈ વાત તેના ડેડી ટાળતા નહોતા. પિયોનીને માંની ઉણપ ક્યારેય ના વર્તાય તેથી તેની બધી ઇચ્છાઓ પૂરી કરવામાં આવતી.

રાત્રે 9 વાગ્યે પિયોનીના ડેડી આરવ પારેખની ગાડી બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશી. ગેટ કીપરે તેમની ગાડીનો દરવાજો ખોલ્યો અને પોતાની બ્રીફકેસ લઇને તેઓ ઘરની અંદર પ્રવેશ્યા. એન્ટર થતાની સાથે જ નોકરે તેમને પાણી આપ્યું અને નાનીમાંએ જમવાનું તૈયાર કર્યું અને પિયોનીને ડિનર માટે બૂમ પાડી, પારેખ ફેમિલીમાં પહેલેથી ડિનર ઘરના દરેક સભ્યોએ જોડે બેસીને કરવાનો નિયમ હતો. પિયોનીના માતા-પિતાના ડિવોર્સ બાદ પણ ઘરનો આ ક્રમ જળવાઇ રહ્યો હતો. નાનીમાં, પિયોની અને આરવ જોડે ડિનર કરવા બેઠા. ડિનર ટેબલ પર વાત ઓછી અને મૌન વધારે રહેતું હતું અને આજનું દૃશ્ય પણ કંઇક આવું જ હતું. જમ્યા પછી પિયોની બોલી, 'ડેડી, મારે તમારી સાથે એક વાત કરવી છે.' 'હા, બોલને બેટા' આરવનો પ્રયત્ન હંમેશા એવો રહેતો કે તેની દીકરી સાથેનો તેનો સંબંધ ગાઢ થાય જેવો પહેલા હતો પણ આરવ અને વૈશાલીના ડિવોર્સ બાદ પિયોની ગુમસુમ બની ગઈ હતી. તે બને તેટલું આરવ સાથે ઓછી ચર્ચામાં વાત પતે તેવું ઇચ્છતી. તેથી તેણે ટુ ધ પોઇન્ટ વાત કરવાનું શરૂ કર્યું. 'ડેડી, મારે નવો મોબાઇલ ફોન અને ઘરમાં ઇન્ટરનેટ જોઇએ છે. પિયોનીએ પોતાનો સીધો પોતાનો પ્રસ્તાવ મૂક્યો. 'કેમ? અચાનક? ‘જો તમને ખબર હોય તો મારી 12માની એક્ઝામ પતી ગઈ છે. હું ઘરમાં એકલી કંટાળી જઉં છું. 2 મહિના પછી હું કોલેજમાં આવી જઈશ. ધેટ્સ વ્હાય આઇ વોન્ટ માય ન્યુ મોબબાઇલ ફોન, પિયોની રિક્વેસ્ટથી નહીં ઓર્ડર આપતી હોય તે રીતે બોલી. ઓકે, ઓકે, તને કાલે ને કાલે જ મોબાઇલ ફોન મળી જશે અને ઇન્ટરનેટની લાઇન પણ આપણા ઘરમાં લાગી જશે. આરવે સંમતિ આપી દીધી. ‘ઓકે થેન્ક્સ, ડેડી,' આટલું કહીને પિયોની પોતાના રૂમમાં જતી રહી.

આરવ અને નાનીમાં વિલા મોઢે તેને જતા જોઈ રહ્યા. ઉપર જઇને પિયોની પોતાના રૂમમાં લાગેલા હોમ થિયેટરમાં પિક્ચર જોવા બેસી ગઈ. બીજી બાજૂ તે જ સમયે અંશુમનનો એક મેસેજ માન્યાના ફેસબુક અકાઉન્ટમાં આવીને પડ્યો.

(પહેલા ફ્રેન્ડ રીક્વેસ્ટ અને હવે મેસેજ? અંશુમન આખરે કરવા શું માંગે છે? કોણ છે આ અંશુમન અને કયા હેતુ સાથે તે આ બંનેના જીવનમાં એન્ટ્રી લેશે તે જાણવા માટે જોતા રહો માન્યાની મંઝિલ.)