Manya ni Manzil - 22 books and stories free download online pdf in Gujarati

માંન્યાની મઝિલ ચેપ્ટર - 22

પોતાનાં રૂમમાં આમતેમ આંટા મારતાં પિયોની વિચારી રહી હતી કે એક રાતમાં શું નું શું બની ગયું. અંશુમનની વાત આવી રીતે માન્યા સામે આવી જશે તેની પિયોનીએ કલ્પના સુદ્ધાં નહોતી કરી. તેણે વિચાર્યું હતું કે, સાચો સમય જોઈને તે માન્યાને બધી વાત જણાવી દેશે પણ તે પહેલાં જ ભાંડો ફૂટી ગયો. એટલે જ હવે પિયોની વિચારી રહી હતી કે માન્યાએ કહેલી વાત પર અમલ કરવો કે નહીં? તેને પોતાને પણ લાગતું હતું કે અંશુમનને સચ્ચાઈ જણાવી દેવી જોઈતી હતી પણ તેના મનમાં રહેલો છૂપો ડર પિયોનીને અંશુમનને કહેવા માટે પાછળ ધકેલી રહ્યો હતો. પિયોની એટલી કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે તે માથું પકડીને ખુરશીમાં બેસી ગઈ. તેના કાનમાં વારંવાર પિયોનીનો અવાજ ગુંજી રહ્યો હતો. ‘પિયોની કહી દે અંશુમનને, જો તે ખરેખર તને દિલથી ચાહતો હશે તો તારી આ ભૂલ માફ કરી દેશે.' માન્યાનાં આ છેલ્લા શબ્દો આખા રૂમમાં પડઘાઈ રહ્યા હતાં.

અડધો કલાક મનોમંથન કર્યા પછી પણ પિયોની કંઈ જ નક્કી ના કરી શકી કે હવે શું કરવું? માન્યાની વાત માનવી કે નહીં? એટલામાં તો પિયોનીનાં મોબાઈલમાં અંશુમનનો મેસેજ આવ્યો. 'ગુડ મોર્નિંગ માય ગર્લ. હાઉ વોઝ યોર નાઇટ આઉટ?' 'સારું રહ્યું.' 'કેમ આટલી ડિપ્રેસ લાગી રહી છે? કંઈ થયું છે?' અંશુમન પારખી ગયો કે ચોક્કસ કંઈક થયું છે. 'ના કંઈ નથી થયું.' 'આર યુ શ્યોર?' 'રાત્રે લેટ નાઇટ સુધી જાગી

હતી એટલે લાગે છે મારી ઊંઘ પૂરી નથી થઈ. ઘેટ્સ ઈટ.' પિચોનીએ સ્પષ્ટતા કરી. 'ઓકે, સો ટેક રેસ્ટ બેબી... સાંજે તારે મને મળવાનું છે યાદ છે ને?' 'હા મને યાદ છે.' 'ઓકે, સો સેઈમ પ્લેસ.....6 વાગ્યે મળીએ.' સાંજે મળવાનો પ્લાન બનાવીને અંશુમને તેને ગુડબાય કીધું.

નાહી-ધોઈને ફ્રેશ થઈને પિયોની બપોરે નાનીમાં સાથે ડાઈનિંગ ટેબલ ઉપર બેઠી હતી પણ રોજની જેમ તેના ચહેરા ઉપર આજે ફ્રેશનેસ નહોતી દેખાઈ રહી. નાનીમાં તરત જ પારખી ગયા કે ચોક્કસ કંઈક ગરબડ છે. તેમણે પિયોનીને પૂછવાનો ટ્રાય પણ કર્યો પણ પિયોનીએ ફરી રાતની ઊંઘનું બહારનું કાઢીને વાત ટાળી દીધી. જમીને ઊભાં થતી વખતે પિયોનીએ નાનીમાંને જણાવી દીધું કે તેને સાંજે બહાર ફ્રેન્ડ્સને મળવા જવાનું છે.

થોડીવાર આરામ કરીને પિયોની સાંજે 5:30 વાગ્યે અંશુમનને મળવા એ જ કેફેમાં પહોંચી જ્યાં તેઓ ગઈકાલે મળ્યા હતાં. પિયોનીએ બ્લૂ એન્ડ ઓરેન્જ કલરની સ્કિન ટાઈટ ટીશર્ટ અને નેરો જીન્સ પહેર્યું હતું. આંખોમાં લગાવેલું કાજલ અને હોઠ પર લગાવેલું પિંક લિપ ગ્લોઝ તેનાં ગોરા વાનને વધારે સોહામણું બનાવતું હતું. પોનીથી બાંધેલા વાળમાં આજે પિયોની વધારે અટ્રેક્ટિવ દેખાઈ રહી હતી. અંશુમન તો તેનો આ લુક જોઈને તેનો દીવાનો બની ગયો. ગોર્જિયસ

અને બ્યુટિફુલ કહીને તેણે પ્રિયતમાની સુંદરતાનાં વખાણ પણ કર્યા પણ પોતાનાં વખાણ સાંભળ્યા બાદ પિયોનીએ બહુ ફિક્કુ રિએક્શન આપ્યું. ના તો તે શરમાઈ કે ના તો તેણે સામે અંશુમનને કંઈ કહ્યું. 'લાગે છે કે હજી તારી નાઈટ આઉટ પાર્ટીનો નશો ઉતર્યો નથી.' અંશુમને વાત શરૂ કરી. 'કેમ આવું બોલે છે?' 'તો તું કેટલી નિરસ થઈને વાત કરે છે. તારા ચહેરાના હાવભાવ કહી આપે છે કે કંઈક થયું છે.' 'નથિંગ લાઇક ધેટ. તને ખબર નથી મારી પાર્ટીનું હેન્ગઓવર ઉતરતાં મને એક-બે દિવસ લાગતા હોય છે.'

અંશુમનને સચ્ચાઇ કહેવાની પિયોનીમાં હિમ્મત નહોતી. 'ઓહ રિયલી....સારું તો મને એમ તો કહે કે તું મારી સાથે ક્યારે નાઇટ આઉટ પાર્ટી કરીશ?' 'તારી સાથે????' અંશુમનનાં આ સવાલ પર પિયોની ચોંકી ગઈ. 'કેમ મારી સાથે ના કરાય?' 'પણ મને ઘરમાંથી રાત્રે બહાર જવાની પરમિશન નહીં મળે.' 'ઓહ કમ ઓન...ડોન્ટ બિહેવ લાઇક અ ચાઇલ્ડ માન્યા. યુ આર એડલ્ટ નાઉ. 18 વર્ષની ઉંમર પછી પણ હજી તું ક્યાંય જવા માટે ઘરવાળાની પરમિશન લે છે?' અંશુમન ખંધુ હસ્યો. 'યા બટ યુ ડોન્ટ નો માય ડેડ... તે બહુ ઓર્થોડોક્સ છે. તેમને નથી પસંદ કે હું આવી રીતે આખી રાત બહાર રખડું અને એમાં પણ જો તેમને ખબર પડે કે હું કોઈ છોકરા સાથે ફરું છું તો મારું આવી જ બને.' 'શું હું આ છોકરી પાછળ મારો ટાઇમ વેસ્ટ તો નથી કરી રહ્યો ને? મને તો લાગ્યું હતું કે આ આજનાં જમાનાની મોડર્ન અને બિંદાસ છોકરી હશે પણ આ તો મને હવે ખરેખર બોરિંગ લાગી રહી છે.' અંશુમન મનોમન બબડ્યો.

'ક્યાં ખોવાઈ ગયો?' પિયોની અંશુમન સામે ચપટી વગાડતાં બોલી. 'હું તો આપણાં માટે કેટલું બધું વિચારીને બેઠો હતો પણ મને લાગતું નથી કે મારી ડ્રીમ ગર્લ સાથે મારા કોઈ સપનાં પૂરા થાય.' 'હું કરીશ ને તારા સપનાં પૂરા. બોલ તો ખરો શું કરવું છે?' અંશુમનની જાળમાં પિયોની ફસાતી જઈ રહી હતી. 'રહેવા દે, તું નહીં કરી શકે.' પોતાની વસ્તુ કેવી રીતે મનાવવી તેમાં અંશુમન માસ્ટર હતો. 'એકવાર બોલ તો ખરો. તારાં માટે હું ગમે તે કરવાં તૈયાર છું. યુ આર માય લવ એન્ડ હાઉ કેન આઈ ડિસઅપોઈન્ટ યુ.' પિયોની પણ હવે તો ભાવાવેશમાં આવી ગઈ. 'ઓકે, તો બોલ તું કાલે મારી સાથે નાઇટ આઉટ માટે આવીશ? આપણે આખી રાત રખડીશું. બહુ જ મજા કરીશું. બંને સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરીશું.' અંશુમનની આ ડિમાન્ડ સાથે પિયોની વિચારમાં પડી ગઈ.

જોકે, તેને પણ આ આઈડિયા તો ખૂબ જ પસંદ આવ્યો હતો પણ બીજી બાજૂ તેને ડેડી યાદ આવ્યા. પિયોનીને ખબર હતી કે ડેડી તેને ક્યારેય બહાર નાઇટ આઉટ કરવાની પરમિશન નહીં આપે. 'મેં કીધું હતું ને કે તુ મારું ડ્રીમ પૂરું નહીં કરી શકે. ઈટ્સ ઓકે...લીવ ઈટ.' અંશુમને છેલ્લું હથિયાર અજમાવ્યું. 'હું આવીશ.' પિયોની બોલી. 'આર યુ શ્યોર?' 'યસ...આપણે કાલે બહુ જ મજા કરીશું. એક આખી રાત હું તારી સાથે રહીશ બસ.' આગળ શું થશે, ઘરે ડેડીને કેવી રીતે મનાવીશ તે વિશે વિચાર્યા વગર જ પિયોનીએ અંશુમનને ખુશ કરવાં તેની વાત માની લીધી. 'ઓહ થેન્ક યુ સો મસ માય લવ.... અંશુમને પિયોનીને ટાઇટ હગ કર્યું.

પિયોની પણ અંશુમનનાં ઉપર આ ઉત્સાહ જોઈને ખુશ થઈ ગઈ પણ સાથે તેને એ વિચાર આવી ગયો કે તેણે અંશુમનને નાઇટ આઉટ માટે હા તો પાડી દીધી પણ તે ઘરે નાનીમાં અને ડેડીને શું કહેશે? કોફી પીધા બાદ થોડી વાતો અને મસ્તી કરીને અંશુમન અને પિયોની છુટાં પડ્યા. એક્ટિવા ચલાવતાં પિયોની વિચારી રહી હતી કે નાઇટ આઉટ માટે ઘરવાળાંને કેવી રીતે કન્વીન્સ કરવા? અને બીજી બાજુ બાઇક ચલાવતાં-ચલાવતાં પોતાની જાતને શાબાશી આપતા મનોમન બોલ્યો, 'અબ તો લડકી મેરી હો હી ગઈ સમજો. માન્યા બી રેડી ફોર ટુમોરો. હું તો કાલે મજા લઈશ જ અને તને પણ મજા કરાવીશ.' એક ખતરનાક પ્લાન વિચારીને અંશુમન લુચ્ચુ હસ્યો.

(શું પિયોની અને અંશુમનનું નાઇટ આઉટ થશે? જો હા તો અંશુમન કયા ખતરનાક પ્લાનને અમલમાં મૂકવાનું વિચારી રહ્યો છે? આ બંનેનું નાઇટ આઉટ આગળ સ્ટોરીમાં કયો નવો ટ્વિસ્ટ લાવશે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED