અગ્નિસંસ્કાર - 39 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 39



આર્યનની કિટ્ટી પર ગોળી ચલાવાની હિંમત ન થઈ અને કિટ્ટી કરીનાને મળવા માટે આગળ દોડતી ગઈ. કરીના ઇશારામાં કિટ્ટીને ના કહી રહી હતી પણ અફસોસ કિટ્ટી ન રૂકી અને કરીનાની આગળ રહેલા તાર પર પગ મૂકી દીધો. આની સાથે જ તાર વડે વીજળી કરીનાના આખા શરીર પર દોડી ગઈ. તડપતી તડપતી કરીનાનું આખરે મોત થઈ ગયું.

ગામના બધા લોકો એ આંખો મીચી દીધી. અને ભગવાનને પ્રાથના કરવા લાગ્યા કે ઈશ્વર કરીનાની આત્માને શાંતિ અર્પે.

આ સાથે જ વિજયની ટીમ દોડતી થઈ ગઈ અને કરીનાની બોડીને ખુરશી પરથી ઉતારી નાખવામાં આવી. લોકો ગુસ્સો કરતાં પોતાના ઘરે જતા રહ્યા. કરીનાના સબંધીઓ બસ આંસુ વહાવી રહ્યા હતા.

" અંશ દીકરા...ચલ સામાન પેક કરી લે હું તને ઘરે છોડતાવુ..." વિજયે કહ્યું.

વિજયે આખરે અંશને છોડી દીધો. અને પોલીસના શકથી પણ દૂર થઈ ગયો.

વહેલી સવારે બધા ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા.

" મારા આખા જીવનમાં આવો કેસ મેં ક્યારેય નથી જોયો..." વિજયે કહ્યું.

" હા સર..ક્રિમીનલ ખૂબ ચાલક છે..એક એક ચાલ ખૂબ ધ્યાન પૂર્વક ચાલી રહ્યો છે..." આર્યને પોતાના વિચારો રજુ કર્યા.

" જે ચિઠ્ઠી એમણે આપણા માટે મૂકી હતી એ ચિઠ્ઠી આપણને ચેલેન્જ કરવા માટે નહોતી મૂકી. એ સારી રીતે જાણતો હતો કે આપણે આ ચિઠ્ઠી વાંચીને કરીનાને લોકઅપમાંથી આઝાદ કરી દઈશું...અને આપણે એના જાળમાં ફસાઈ ગયા.." વિજયે ટેબલ પર હાથ પછાડતા કહ્યું.

" ક્રિમીનલ અંશ નથી તો કોણ છે??" આરોહી એ કહ્યું.

" આ સવાલનો જવાબ હવે બસ એક વ્યક્તિ પાસે જ છે..." વિજયે કહ્યું.

" કોણ સર??" પ્રિશા એ કહ્યું.

" બલરાજ સિંહ ચૌહાણ..."

બે દિવસ બાદ કરીનાના અગ્નિસંસ્કાર કર્યા બાદ વિજય અને સંજીવ બલરાજના ઘરે પહોંચ્યા.

બલરાજ માથા પર હાથ રાખી બેઠો હતો. ઘર એકદમ સૂમસામ પડ્યું હતું. દીવાલ પર અમરજીત, ચંદ્રશેખર અને કરીનાનો ફોટો વિજયે જોયો.

એક પછી એક ઘરના ત્રણ સદસ્યોના મૃત્યુથી ઘર જાણે ખાલી થઈ ગયું હતું.

" બલરાજ...આઈ એમ સોરી અમે કરીનાને ન બચાવી શક્યા.." વિજયે માફી માગતા કહ્યું.

" તમે બચાવી શકતા હતા પણ નહિ તમને તો મનુષ્ય કરતાં પ્રાણી વધારે પ્રિય છે ને! બચાવી લીધી કિટ્ટીને, મળી ગઈ તમારા જીવને શાંતિ?" બલરાજે નારાજગી દર્શાવતા કહ્યું.

" તમારો ગુસ્સો વ્યાજબી છે પરંતુ અત્યારે અમને તમારા જીવની વધારે ચિંતા છે.." વિજય બોલ્યો.

" મારો જીવ?"

" હા તમારો જીવ... કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે ક્રિમીનલનો નેક્સ્ટ ટાર્ગેટ તમે જ છો.." બલરાજ પર આંગળી ચીંધતા વિજયે કહ્યું.

" આ તમે શું બોલો છો ઇન્સ્પેકટર??" ડરથી થરથર કાંપતો બલરાજ બોલ્યો.

" હા બલરાજ...અને એટલે જ અમે તમારી પાસે પૂછતાછ કરવા માટે આવ્યા છીએ.." સંજીવે કહ્યું.

" કેવી પૂછતાછ?"

" તમે પંદર વર્ષથી રાજનીતિમાં જોડાયેલા છો..એટલે હોઈ શકે તમારી કોઈ સાથે દુશ્મની હોય? કે જેના લીધે એ દુશ્મન પોતાનો બદલો વાળતો હોય..."

બલરાજે આ પંદર વર્ષના સમયગાળામાં ઘણા ક્રાઇમ કર્યા હતા. જેના લીધે એમના દુશ્મનો પણ વધુ પ્રમાણમાં હતા. પરંતુ આ સત્ય પોલીસને જાણ કરી શકાય એમ ન હતું.

અંતે બલરાજે કહ્યું. " મારું તો કોઈ દુશ્મન નથી પરંતુ કોઈ મને દુશ્મન સમજતું હોય તો એ મને ખબર નથી..રાજનીતિમાં સારા ખરાબ બંન્ને પ્રકારના માણસો મળતા હોય છે હવે કોણ મારો જીવ લેવા માંગે છે એ તો હું કઈ રીતે કહી શકું?"


" વાત જેટલી છુપાવશો એટલું નુકશાન તમારે જ છે... રાજનીતિમાં ખેલ કઈ રીતે બદલાય છે...સતા મેળવવા માટે લોકો કેવી કેવી અનીતીઓ ઘડે છે એનો મને પૂરો ખ્યાલ છે...એટલે જ હું કહું છું વાત છુપાવાથી નુકશાન તમારું જ છે...જીવ હવે તમારા હાથમાં છે....તો ચલો અમે જઈએ... મન બદલે તો કોલ મને અવશ્ય કરજો...અમે પહોંચી જશું.."

વિજય અને સંજીવ ત્યાંથી ચાલતા થયા. વિજયના જતા જ બલરાજે ગુસ્સામાં દીવાલ પર હાથ પછાડ્યો.

" બોસ હવે શું કરશું?" બલરાજનો એક સાથી બોલ્યો.

" આખુ ગામ મારાથી ડરે છે..મને નફરત કરે છે...દુશ્મનો તો એટલા છે કે હું વિચારું તો પણ પૂરા થઈ શકે એમ નથી..." બલરાજે કહ્યું.

" તો હવે શું કરશો માલિક?"

" હવે બસ એક જ રસ્તો છે.."

શું બલરાજ ખુદને અંશના હાથોથી બચાવી શકશે?

ક્રમશઃ