એક હતા વકીલ - ભાગ 1 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતા વકીલ - ભાગ 1

"એક હતા વકીલ"( ભાગ -૧)


બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો.

એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ પરની વાર્તાઓ ફેમસ બની હતી.

નાનપણમાં એ લેખકની નોવેલ વાંચતો હતો.

એમની વાર્તાના એક પાત્ર પરથી આ વાર્તા લખી રહ્યો છું.

વકીલ ચંદ્રકાંત..

વ્યવસાયે વકીલ પણ થોડું ઘણું જાસૂસી કાર્ય પણ કરતા હતા તેમજ સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીને દેશ માટે મદદ કરતા હતા.

એમના આ કાર્યમાં એમનો નાનો ભાઈ મદદ કરતો હતો.

જે પણ વકિલાત ભણી રહ્યો હતો અને મોટાભાઈને મદદરૂપ થતો હતો.
પોતાના મોટાભાઈ અને ભાભીની દરેક વાતોને માનતો હતો.

ટુંકમાં કહીએ તો આજ્ઞાંકિત ભાઈ હતો.

જાસૂસી કાર્યમાં પોતાના જાનની પરવા કર્યા વગર કામ કરતો હતો.

એ વખતે ગુજરાત રાજ્ય નવું નવું અસ્તિત્વમાં આવ્યું હતું.

લગભગ ચાર થી પાંચ વર્ષ થયા હશે.
પાકિસ્તાન સાથેના યુધ્ધના ભણકારા વાગી રહ્યા હતા.

એ વકીલ કમ ડિટેક્ટિવનું નામ ચંદ્રકાંત હતું.

કાલ્પનિક વાર્તા છે...
વકીલ ચંદ્રકાંત અને વકીલ ભાઈની વાર્તા..


એ જમાનામાં ગુગલ નહોતું પણ વકીલ ચંદ્રકાંત ગુગલના પર્યાય હશે એવું મને હવે લાગે છે.

વકીલના સહાયક તરીકે એમનો નાનો ભાઈ હતો. આપણે એને નાનાભાઈ વિનોદ તરીકે ઓળખીશું.

વકીલની પત્નીનું નામ યાદ છે જે એમના કેસ ઉકેલવા માટે મદદ કરતા હતા.
વકીલ ચંદ્રકાંતની પત્નીનું નામ રમાબહેન હતું.

એ જમાનામાં હજુ ગાંધીનગર નહોતું.

ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું.

ગુજરાતના ઘણા લેખકો અમદાવાદને રાજનગર તરીકે લખતા હતા.

આપણે પણ અમદાવાદને રાજનગર તરીકે ઓળખીશું..
તો આપણે શરૂ કરીશું વકીલ ચંદ્રકાંતની એક કાલ્પનિક વાર્તા મારી રજૂઆત ધ્વારા.

વકીલ ચંદ્રકાંતની એક ખાસિયત કહું.

એમને ચા નાસ્તાનો શોખ હતો.
દરેક ભાગમાં બે વખત ચા પીતા જ હતા.
ચા પીધા પછી દિમાગની બત્તી વધુ તેજ થતી હતી.


ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા હતા.

ભારતમાં પાકિસ્તાન તરફી તત્વો સક્રિય બની રહ્યા હતા અને ગુપ્ત માહિતી પહોંચાડી રહ્યા હતા. જેના કારણે ભારતનું ઇન્ટેલિજન્સ એજન્સી સક્રિય બની હતી.

સરહદ પરના દરેક રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

વકીલ ચંદ્રકાંતને એમના રાધનપુરના એક અસીલ મારફતે ખબર પડી કે દુશ્મન દેશનો એક જાસૂસ અને ભાંગફોડીયો રાધનપુરના રસ્તે ગુજરાતમાં પ્રવેશ્યો છે અને રાજનગરમાં ભાંગફોડ કરવાનો પ્લાન બનાવી રહ્યો છે.
અસીલના એક મિત્રએ આ જાસૂસની એના મળતિયા સાથેની વાતચીત સાંભળી હતી. પોલીસને જાણ કરે એ પહેલાં જ એ જાસૂસ રાજનગર તરફ જતો રહ્યો હતો.
----------

વકીલ ચંદ્રકાંત બેઠકરૂમમાં બેઠા હતા અને એમણે એમની પત્ની રમાબેનને કહ્યું:-' મારા માટે એક કપ ચા બનાવજે.ને મારા સ્ટડી રૂમમાં લાવજે. થોડી કડક મીઠી સાથે પાર્લે બિસ્કીટ તો જોઈશે જ. ઘરમાં છે ને! ને હા.. હજુ વિનોદ તૈયાર થયો નથી? ચા બનાવે એ પહેલાં વિનોદને કહેજે કે મોટાભાઈ સ્ટડી રૂમમાં બોલવે છે.એક ખાસ કેસ માટે ચર્ચા કરવી છે.'

રમાબેન:-' તમે આખો દિવસ કામ કામ ને કામ જ કરો છો. થોડી વાર આરામ તો કરો. હું સમજી ગઈ છું તમે મારા વિનોદને ખતરનાક કામ કરવા જ બોલાવ્યો છે.તમારા એક એક ડગલાને જાણું છું.તમારા વિચારો પણ સમજી શકું છું.હવે વિનોદ માટે કોઈ કન્યા શોધો.'

વકીલ ચંદ્રકાંત હસ્યા:-' તારે વહુ લાવવાની છે તો તારે શોધવી પડશે. આપણો વિનોદ ભોળો છે. જે પસંદ કરીશ એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. ને આખો દિવસ તારી સાથે જ રહેવાની છે. કોઈ સારા ઘરની કન્યા શોધજે.ઘર સંભાળે એવી.ને તારા જેવી.'

રમાબેન:-' તમારે તો બોલવાનું છે.કંઈ કરવું નથી ને જે કરો છો એ જોખમી.ને પાછો મારા દિકરાને પણ જોખમી કામ કરવા મોકલો છો. એજ મારી જિંદગી છે.એને મેં મારો દિકરો માન્યો છે. જો હવે થી એને કંઈ બહાર મોકલ્યો છે તો..'

રમાબેન ખાલી ખાલી રિસાઈ ગયા.
( ક્રમશઃ વકીલ ચંદ્રકાંત પોતાના નાનાભાઈ ને કયું જોખમી કામ સોંપવાના છે..એ આવતા ભાગમાં)
- કૌશિક દવે