વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 2 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 2

અત્યારે :

નવરંગપુરા, અમદાવાદ, 2023 ( unlocked cafe )

"વિનય ...વિનય ! અરે ઓ...હેલ્લો, મિસ્ટર...ક્યાં ખોવાઈ ગયો ?" શ્રદ્ઘાનો એ અવાજ વિનયને ભૂતકાળમાંથી પાછો વર્તમાનમાં લઇ આવ્યો.. હા, હા, બોલ ને... તું કંઈક કહેતી હતી...તેં મને હજી પણ કહ્યું નહિ કે શું તકલીફ છે? તને ખબર છે ને કે હું હંમેશા તારી માટે હાજર છું ...તું બસ એક વખત કહે તો...

શ્રદ્ધા : " કંઈ થયું નથી, વિનય! બસ થોડી મૂંઝવણમાં હતી, જીવન ક્યાંથી ક્યાં લઈ જાય છે એની ખબર જ નથી પડતી... એક સમય હતો જયારે હું મારા સપનાઓ પાછળ પાગલ હતી, એક અજીબ પ્રકારની ઘેલછા હતી અને જો ને હવે તો મારાં સપના પણ મારા નથી રહ્યા..એવું લાગે છે જાણે હું મારાથી જ દૂર થઇ રહી છું...તને તો ખબર જ હશે ને! આપણે સાથે હતા ત્યારે મારા સપનાઓ વિષે મેં તને બધું જણાવ્યું હતું ને કે તું પણ ભૂલી ગયો!?"

વિનય : કેવી રીતે ભૂલાય એ સમય જે મેં તારી સાથે વિતાવ્યો હતો! તને ક્યાં ખબર છે કે હું તો આજે પણ એ જ સમયમાં જીવું છું! મારી માટે તો એ સમય ત્યાં જ અટકી ગયો હતો જયારે આપણે એકબીજાથી અલગ થયા હતા! 

શ્રદ્ધા : શું બોલી રહ્યો છે ? Are you lost or what ? મને કંઈ સમજાતું નથી ! કંઈક સમજાય એવી વાત કર! ફિલોસોફિકલ વાતો કેમ કરે છે? આમ પણ life માં આટલી problems છે ને તું પણ પહેલીઓ કરે છે ! 

વિનય : ચાલ, રહેવા દે એ બધી વાતો ! બોલ, તારે હવે શું કરવું છે? તારે શું હેલ્પ જોઈએ છે મારી પાસે થી? હું તને કેવી રીતે તારી આ life ની મોટી પ્રોબ્લેમ્સમાં મદદરૂપ થઇ શકું ? 

શ્રદ્ધા : તું કોઈ સારા lawyer ને ઓળખે છે? કોઈ એવો lawyer જે મને આ બધામાંથી બહાર લાવી શકે ! 

હવે મને divorce જોઈએ છે, બસ ! મારાથી હવે નહીં સહન થાય..હવે હું નહીં રહી શકું આ વ્યક્તિ જોડે! તું મને આમાંથી બહાર લાવ બસ આટલી જ help જોઈએ છે! અને તારાથી ના થઈ શકે તો તું મને અત્યારે જ કહી દે...

વિનય : divorce ? Are you crazy ? તું શું વાત કરે છે એનું  ભાન પણ છે તને ? જે વ્યક્તિ માટે તેં તારું બધું જ છોડી દીધું, તારી ફેમિલીને પણ આજ સુધી તે કોઈ contact નથી કર્યો! એમને મળવા પણ તું નહોતી ગયી, એક છેલ્લી વખત..એ વ્યક્તિ માટે તેં તારું બધું જ એક જ વખતમાં ગુમાવી દીધું હતું...અને હવે એ જ વ્યક્તિથી તું દૂર થવાની વાત કરે છે! તને તો વિશ્વાસ હતો ને તારા instict પર, કે એ જ તારો soulmate છે અને એ જ વ્યક્તિ સાથે તું તારી બાકીની જિંદગી વીતાવીશ...તેં જ કહ્યું હતું ને! એ સમયે એ જ વ્યક્તિ માટે તેં આપણી આખી ગેંગ છોડી હતી, વર્ષોની આપણી એ પાક્કી મિત્રતા ને તોડી હતી! તારા માતાપિતા જે તને રાજકુમારી ની જેમ રાખતા હતા એમને પણ તેં એક જ મિનિટ માં પારકાં કરી દીધા હતા, તેં  કોઈના પણ  વિષે પણ કંઈ પણ વિચાર્યું હતું ? કે આ લોકોનું શું થશે ? 

શ્રદ્ધા : હું કંઈ નથી જાણતી અત્યારે! મને કંઈ જ સમજાતું નથી! તું બસ કહે કે મારું કામ કરી શકીશ કે નહીં ? 

વિનય : હા , કેમ નહીં ? મારી પાસે બીજો કોઈ વિકલ્પ છે ? હું એક સંબંધીને જાણું છું, ભારતનો બહુ મોટો લૉયર છે, અને આજ સુધી કોઈ કેસ હાર્યો નથી ! નાની ઉંમરમાં જ બહુ મોટું નામ કરી દીધું છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તું પણ એને ઓળખે છે!! વિશ્વાસ કોઠારી! ના...વિશ્વાસ, રાઈટ?! ફક્ત વિશ્વાસ નામ જ કાફી છે ને તારા માટે તો! તું જાણે છે ને એને? કે... 

શ્રદ્ધા : વિશ્વાસ ?? મારો વિ..શ્વાસ ?? I am sorry ... I mean... એ વિશ્વાસ જે આપણી ગેંગમાં હતો, તારો દૂરનો કોઈ કઝીન? રાઈટ? હવે એ એટલો મોટો લૉયર બની ગયો છે કે મારો કેસ લડશે, સાચ્ચે ? 

વિનય : હા, એ બહુ જ મોટો વકીલ છે! પણ તારો કેસ એ લડશે કે કેમ? એ હું ખાતરીપૂર્વક કહી ના શકું, પ્રયત્ન જરૂરથી કરી શકું છું .

શ્રદ્ધા : મને નથી લાગતું કે તારે વિશ્વાસને આ વિશે કાંઈ કહેવાની જરૂર હોય! તું બીજા કોઈ લૉયરને શોધ ! કેમકે હું એને બહુ સારી રીતે જાણું છું...એ મારો કેસ નહીં લડે!

વિનય : જેમ તું કહે ! ચાલ, તો હવે મારે નીકળવું જોઈએ. પ્રિયા અને રિયા, મારી રાહ જોતા હશે. એમ પણ એમને કહ્યા વગર જ નીકળ્યો છું, તને તો ખબર જ છે કે પ્રિયાને મારું તારી સાથે ફરવું પેહલાથી નહોતું ગમતું અને હવે જો એને જાણ થશે કે આપણે મળ્યાં છીએ અને ...કંઈ પણ તો... હું નથી ઈચ્છતો કે અમારા ખુશહાલ લગ્નજીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ આવે ! તું સમજે છે ને ! 

શ્રદ્ધા : હા, કેમ નહીં ! મારા થી વધુ સારી રીતે કોણ જાણી શકે કે લગ્નજીવનમાં પ્રોબ્લેમ્સ એટલે શું! કંઈ નહીં ચાલ , કોઈ બીજું સારું લૉયર મળે તો કહેજે.. હું તારા મેસેજ કે કોલની રાહ જોઇશ. મારે પણ નીકળવું જોઈએ! પ્રિયા અને રિયા ને મારી યાદ આપજે એમ કહેવું હતું પણ...તેં તો પેહલાથી જ કહી દીધું કે એમને ખબર જ નથી કે તું મને મળવા આવ્યો છે! So ... Maybe in next life !