Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 100

પરી વચ્ચે જ બોલી કે, "ડેડ જો મેં તમને અથવા મોમને જણાવી દીધું હોત તો કદાચ તમે મને આ બાબતમાં પડવા જ ન દેત અને હજુપણ આકાશ પકડાયો ન હોત અને તેણે પોતાનો ધંધો ચાલુ જ રાખ્યો હોત."
"એ વાત તારી સાચી બેટા પણ તું કે છુટકી બંનેમાંથી કોઈ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોત તો..??"
"હા, એટલે જ ડેડ અમે તમને નહોતું કહ્યું. અમારી સાથે સમીર અને દેવાંશ બંને હતા એટલે અમારે કોઈ ચિંતા નહોતી." છુટકીએ પણ પરીની વાતમાં ટાપસી પુરાવી.
"ખૂબ બહાદુર છો બેટા તમે બંને ખૂબ સરસ કામ કર્યું બેટા તમે બંનેએ."
ક્રીશા, શિવાંગ અને નાનીમા ત્રણેય પરીને તેમજ છુટકીને શાબાશી આપવા લાગ્યા.
જમીને ક્રીશા, શિવાંગ તેમજ નાનીમા ત્રણેય થોડીવાર માટે ટીવી આગળ ગોઠવાયા અને પરીએ તેમજ છુટકીએ ડાઈનીંગ ટેબલ તેમજ કિચન ક્લીન કર્યું અને પછી બંને જણાં નાનીમાને લઈને પોતાના બેડરૂમમાં ગયા અને બંને નાનીમાની આજુબાજુ ગોઠવાઈ ગયા.
પરી નાનીમાને પૂછી રહી હતી કે, "નાનીમા, ભગવાન મારી મોમને હવે જલ્દીથી સાજી કરી દે તો સારું મારે તેની સાથે ઘણીબધી વાતો કરવી છે." અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો.
છુટકી પણ કહેવા લાગી કે, "હા, મારે પણ માધુરી મોમ કેવા છે તેમનો સ્વભાવ કેવો છે? એ બધું જોવું છે."
નાનીમા હવે ઉંમરને કારણે ખૂબ ઢીલા પડી ગયા હતા એટલે નાની અમથી વાતમાં પણ તેમની આંખમાં આંસુ આવી જતાં.
તેમના આંસુ જોઈને પરી તેમના આંસુ લુછવા લાગી અને તેમના બંને ગાલ ઉપર હાથ ફેરવીને તેમને વ્હાલ કરવા લાગી અને તેમને કહેવા લાગી કે, "રડીશ નહીં નાનીમા, બધું બરાબર થઈ જશે હું મારી મોમને ભાનમાં લાવીને રહીશ."
"બસ બેટા એટલું જોવા માટે જ હું જીવતી રહી છું નહીંતર ક્યારની ઉપર પહોંચી ગઈ હોત."
પરીએ ફરીથી નાનીમાની સામે જોયું અને તેના હોઠ ઉપર પોતાનો નાજુક પ્રેમાળ હાથ મૂક્યો અને બોલી કે, "એવું ન બોલીશ નાનીમા મારે તારી જરુર છે અત્યારે તો તું જ મારી માધુરી મોમ છે તને જોઈને જ હું વિચારું છું કે, આવી જ પ્રેમાળ અને કેર લેવાવાળી મારી માધુરી મોમ હશે.‌.!!" અને એ દિવસે પરીએ અને છુટકીએ નાનીમા સાથે બહુ બધી વાતો કરી દાદા દાદી અને નાના નાનીનું પોતાના દિકરાઓના અને દીકરીઓના દિકરાઓ અને દીકરીઓ સાથે ગજબનું બોન્ડીંગ હોય છે અને વાતો કરતાં કરતાં પરી પોતાની નાનીમાને વળગીને સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગી અને બીજી બાજુ છુટકી પણ નાનીમાને વળગીને સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગી.
આ બાજુ સમીર તેને ફોન ઉપર ફોન કરી રહ્યો હતો પણ પરીએ મોબાઈલ વાઈબ્રેટ મોડ ઉપર મૂકી દીધો હતો અને પોતે આજે પોતાની નાનીમા સાથે વાતો કરવામાં મશગુલ બની ગઈ હતી.
પરી, છુટકી અને નાનીમા ત્રણેય એકબીજાને વળગીને સૂઈ ગયા હતા અને ક્રીશા છુટકી સાથે વાત કરવા માટે તે રૂમમાં આવી અને આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગઈ તે વિચારી રહી હતી કે મારી બંને દીકરીઓ પોતાના નાનીમા સાથે કેટલી બધી ખુશ અને નિશ્ચિંત છે. તે આ જોવા માટે રોકાઈ અને એટલામાં શિવાંગ કીશુ..કીશુ..બૂમો પાડતો અંદર રૂમમાં પ્રવેશ્યો એટલે ક્રીશાએ મોં ઉપર આંગળી મૂકીને શિવાંગને અવાજ ન કરવા સમજાવ્યું અને તેણે પણ રૂમમાં આવીને આ દ્રશ્ય જોયું અને તે પણ ખુશ થઈ ગયો.
બંને ખૂબજ સંતોષ અનુભવતાં હોય તે રીતે એકબીજાની સામે જોયું અને સ્માઈલ સાથે બંને પોતાના બેડરૂમ તરફ આગળ વધ્યા.
બીજે દિવસે સવારે પરી થોડી વહેલી જ ઉઠી ગઈ હતી કારણ કે હવે લાસ્ટ સેમેસ્ટરની એક્ઝામ શરૂ થવાની હતી એટલે તેને વહેલું જ કોલેજમાં પહોંચવું હતું અને પોતાની જર્નલ વગેરે સબમિટ કરીને વહેલું જ પાછું આવી જવું હતું જેથી ઘરે આવીને તે રીડ કરવા બેસી શકે.
બગાસાં ખાતાં ખાતાં તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને જોયું તો સમીરના દશ મિસકોલ.."ઓ માય ગોડ..દશ મિસકોલ.." તેનાથી બોલાઈ ગયું અને ફટાફટ તેણે સમીરને ટેક્સ્ટ મેસેજ કર્યો કે, "સોરી આઈ કુડન્ટ રીસીવ યોર કોલ એટ નાઈટ, આઈ કોલ યુ 8.30એ.એમ."
મેસેજ ડ્રોપ કરીને તે રેડી થવા માટે વોશરૂમમાં ગઈ અને રેડી થઈને ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને પોતાનું મિલ્ક પીધું અને સાથે બ્રેડ બટર ખાતાં ખાતાં તેણે પોતાની બેસ્ટી ભૂમીને ફોન લગાવ્યો આજે ભૂમી તેને પીકઅપ કરવા માટે આવવાની હતી. મમ્મી બૂમો પાડતી રહી અને એક બે બ્રેડ બટર ખાધાં ન ખાધાં અને કોલેજ જવા માટે નીકળી ગઈ.
કોલેજમાં જઈને પેન્ડીંગ બધું જ કામ પતાવ્યું અને સમય ક્યાં પસાર થઈ રહ્યો હતો તેની ખબર જ ન પડી એટલામાં સમીરનો મેસેજ આવ્યો કે, "આઈ કેન કોલ યુ?"
પરીનું ધ્યાન ગયું મોબાઈલની સ્ક્રીન ઉપર અને તેણે રિપ્લાય આપ્યો કે, "આફ્ટર ફીફટીન મિનિટ્સ"
થોડીવાર પછી સમીરનો ફોન આવ્યો. પરી તેની સાથે શાંતિથી વાત થઈ શકે માટે બહાર કોલેજ કેમ્પસમાં આવી.
"બોલ શું કામ હતું?" પરીએ સમીરને પ્રશ્ન કર્યો.
"અરે યાર, કામ હોય તો જ ફોન થાય? હું તને એમનેમ તારી સાથે વાત કરવા માટે ફોન ન કરી શકું?"
"સોરી યાર, હું જરા ટેન્શનમાં છું એટલે...
"શું થયું શેનું ટેન્શન છે તને?" સમીરે પરીને વચ્ચે જ અટકાવીને પૂછ્યું.
"અરે મારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે અને આ છેલ્લા ટાઈમે બધું સબમિટ કરવાનું ને બધું એટલું કામ હોય છે ને કે મેન્ટલી અને ફીઝીકલી બંને રીતે તમે થાકી જાવ."
"તો ટેન્શન લે કે ન લે જે કરવું પડશે એ તો કરવું જ પડશે ને? તો પછી ટેન્શન લીધા વગર શાંતિથી કામ પતાવને."
"સાચી વાત છે તારી, બસ ઓલમોસ્ટ બધું પતી ગયું છે હવે બસ.. બોલ શું કહેતો હતો રાત્રે આટલા બધા મિસ કોલ..."
"હા, તને એક વાત કહેવાની હતી એટલે ફોન કર્યા કરતો હતો.."
"હા બોલ ને.. શું વાત હતી..??"
તો જોઈએ હવે આગળના ભાગમાં કે સમીર પરીને શું કહેવા માંગે છે અને પરી તેને શું રિપ્લાય આપે છે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/2/24