ધ સર્કલ - 20 - છેલ્લો ભાગ Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સર્કલ - 20 - છેલ્લો ભાગ

૨૦

મે રૂમની મધ્યમાં જોયું. એ લોકો જંગલી કુતરાઓના ટોળા જેવા લાગતા હતા. એમની આંખોમાં શિકારી જાનવર જેમ હિંસક ચમક હતી. જોકે અમે કોઈ શિકાર નહોતા. અમે તો પેચીદા શિકારી હતા જેમનું કામ જ એવા પાશવી લોકોને પતાવવાનું હતું.

મહામાતા પંથીઓ અમારી તરફ આવી રહયા હતા. એમની ચાલ લયબદ્ધ હતી. એક પંથમાં અને એક માન્યતામાં બંધાયેલા એ લોકો કોઈ યંત્રમાનવો જેવા લાગતા હતા. એ કાળી રોશનીના ઉપાશકો માનવ જેવા દેખાતા હતા પણ માનવ નહોતા. એ પશુ બની ચુકેલા હતા.

નીશોવેવ હજુ સુધી એમ જ પડ્યો હતો. એનામાં ઉભા થવાની શક્તિ નહોતી બચી કે હિમત એ હું કહી શકું એમ નહોતો. મેં નીશોવેવને બાવડાથી પકડ્યો અને સપોર્ટ આપીને ઉભો કર્યો.

‘ટનેલમાં જતા રહો,' મેં રાડ પાડીને કહ્યું.

મર સાથીઓ એક પળમાં મારા આદેશનો અર્થ સમજી ગયા હતા. અમે એક સાથે ટનેલ તરફ દોડયા. 

એ જ પળે એક અવાજ આવ્યો.

‘ચત્તાપાટ સુઇ જાઓ કોમરેડ પ્રીમીયર! તું પણ કાર્ટર!'

એ આનાનો અવાજ હતેા. 

હું પ્રીમીયરને ધકકો મારી ચતોપાટ પડયો. હું સમજી ગયો હતો કે હવે ભારે દારૂગોળાનો ઉપયોગ કરવાનો આનાનો ઈરાદો છે. 

બીજી જ ક્ષણે ધડાકો રૂમ આખાને હચમચાવી ગયો.

એ પછી શું થયું એ ખાસ સમજવાની જરૂર નહોતી. મહામતા અનુયાયીઓની ભયાવહ ચીસોથી ઓરડો ગુંજી ઉઠ્યો. 

બુમો! એ પાશવી લોકો પશુની જેમ રાડો નાખતા હતા. 

એ લોકો બચવા માટે દોડવાને બદલે પશુ જેટલી જ સમજ ધરાવતા હોય એમ ચિત્કારતા હતા. એ જ સમયે બીજો ધડાકો થયો.

આ ધડાકો પહેલા કરતા પણ ભારે હતો. મારા કાનમાં ઝણઝણાટી થવા લાગી. એક પળ માટે મને લાગ્યું કે મારા કાનના પડદા ફાટી ગયા હશે પણ એ પછીની પળે ફરી પેલા પાશવી લોકોની રાડો અને બુમ બરડા સંભળાવા લાગ્યા એનો અર્થ હતો કે મારા કાન સલામત હતા.

બુમો અને ચીત્કારના અવાજોથી હ્રદયના ધબકારા વધી જાય એમ હતા! 

લોકો ભયાનક દર્દથી કણસાટ કરતા હતા! 

એ પછી નિરવ શાંતિ ફેલાવા લાગી.

અને પછી હવે ડુસકા સંભળાવા લાગ્યા.

મેં હયુગો મ્યાનમાં મુકયુ અને વીલ્હેલ્મીના હાથમાં રાખી રૂમ તરફ જોયું. આનાએ પથ્થરની પ્રતિમાં પાછળથી હાથબોંબ ફેંકયા હતા. રૂમમાં ચોતરફ લાશો ઢળી પડી હતી. મોત જ મોત! એ ભયાનક દૃશ્ય હતું – કાચા પોચા માણસનું હ્રદય ફાટી જાય એમ હતું. ત્યાં મોતનું નાગું નુત્ય રમાયું હતું. યમરાજ પણ થથરી ઉઠે એવો માહોલ જામ્યો હતો.

એ પછી આના બહાર આવી - સસ્મિત ચહેરે. મેં પહેલા કહ્યું હતું એમ એ પરી જેવી છોકરી જયારે ક્રૂર બંને ત્યારે બધી હદો વટાવી જતી હતી. સાચું કહું તો એમ લાશોના ઢગલા પર સ્મિત વેરતી આના પ્રત્યે મને મનમાં એક પ્રકારની ઠંડી સુગ ઉપજતી હતી.

‘મારું કામકેવું રહ્યું?' આનાએ પુછ્યું. ‘બધા મરી ગયાને?’

‘જે નહિ મરી ગયા હોય એ પણ ટુંક સમયમાં મરી જશે.’ એ કહ્યું, ‘આના!'

‘હફ ગદાર નીકળ્યો ને?’ આનાએ પુછ્યું. ‘મને તો કયારનીય ખબર પડી ગઈ હતી.’

‘તું ઠીક કહે છે, આના,’ મેં કહયું. ‘હું જબરદસ્ત થાપ ખાઈ ગયો.’ સાચે જ મારાથી મોટી ભૂલ થઇ હતી. જો મેં હફ પર પુરતું ધ્યાન આપ્યું હોત તો મને એના ગદ્દાર હોવાનો અંદાજ વહેલો આવી ગયો હોત અને કદાચ આ મોતનો તાંડવ કરવાની જરૂર ન પડી હોત! પણ જે થઇ ગયું એ હવે બદલે એમ નહોતું એટલે અફસોસ કરવાનો કોઈ અર્થ નહોતો.

હું હફ પાસે ગયો. છરીથી પડેલા ધામાંથી ઘણું લોહી વહી ગયું હતું પણ હજી તે જીવતો હતો. એના શ્વાસ હવે અટકી અટકીને ચાલતા હતા. ભલે એણે ગદ્દારી કરી હતી પણ મેં એને એક સમયે મારો સાચો સાથી માન્યો હતો. એને પીડામાં જોઇને મને દુખ થતું હતું.

‘હફ?’ મેં એની પાસે ઘુટણભેર બેસીને કહ્યું.

'હા?' એ માંડ બોલી શકતો હતો. 

‘કરેલા કર્મો ભોગવવા જ રહયા.’ મેં કહ્યું.  

તે ખાસ્યો અને એના હોઠ પર એક ફિક્કું સ્મિત દેખાયું.

‘ચિંતા કરવાની જરૂર નથી. હું તો મૃત્યુને વધાવી લેવામાં જ માનુ છું પણ આનાબોબ....’

આાનાએ કહ્યુ. ‘મને તેા બર્ટના કિલ્લા માં જ ખબર પડી ગઈ હતી. તે કાટર ઉપર પીસ્તોલ તાકી હતી. રૂબીનીયનને પણ તે જ અમારી પાછળ મોકલેલા. મેં ચાલાકી કરી જો હું નાસી જઉં તો તું એકલા કાર્ટરને નહિ મારે તેની મને ખાતરી હતી. કારણ કે હું મામલો જાણી ગઇ હતી. જો કાર્ટર મરી જાય તો તુ મારૂ પગેરૂ ખોઇ બેસે અને પછી મને શી રીતે મારી શકે ? કાર્ટર જીવતા રહે તો મારી પાસે આવવાનો જ હતો. તેથી હું ફરાર થઈ ગઈ.’

‘વાહ!'

‘કિલ્લાની બહાર કાર પણ તે જ મુકાવી રાખી હતી. દરિયાઈ સફર માટે બોટ પણ તે જ તૈયાર રખાવી હતી.’

'હું.'

‘મેં તમારો પીછો ન કર્યાં. મેં મેાસ્કો ફોન કર્યાં, મારા ઉપરીઓને બધું કહ્યું. ત્યાંના નિષ્ણાતોએ મને આ ભૂગર્ભ કબ્રસ્તાનમાં જવાની સુચના આપી અને હું અહીં આવી.’

‘પછી?’

‘હું સંતાઈ ગઈ મેં તને અને કાટરને ટનેલમાં જતા જોયા. હું ચોકી કરતી ઉભી હતી. સાથે મીનીબોંબ પણ લાવી હતી.’ 

‘ઓહ,’ હફના હોઠના ખૂણામાંથી લોહી વહેવા માંડયુ હતું. અડધું લોહી એના મોમાં જતું હતું એટલે એ વારે વારે લોહી થુંકતો હતો.

'હું...' 

એણે લોહીનો મોટો કોગળો થુંક્યો અને કશુક બોલવાની શરૂઆત કરી પણ શબ્દો બહાર ન આવ્યા. એનો ચહેરો તરડાવા લાગ્યો, આંખોમાં વેદના ડોકિયું કરવા લાગી અને એની આંખોમાં મને મૃત્યુનો પડછાયો નજરે પડ્યો. બીજી જ પળે તેની આંખો મીચાઈ ગઈ હતી.

હું ઉભો થયો.

એક સબમશીનગનધારી શખ્સ રૂમમાં આવ્યો. મારો હાથ વીલ્હેલ્મીના પર ગયો પણ આનાએ મને રોકયો.

‘તે રશીયન એજન્ટ છે,' તે બોલી.

આના અને રશિયન એજન્ટ થોડોક સમય માટે દુર ગયા અને એમણે ચર્ચા કરી. આના એજન્ટ સાથે વાત કરી પાછી ફરી. આનાએ મને કહ્યું. ‘તેમણે ૩૦-૪૦ જેટલા મહામાતાપંથીઓની ધરપકડ કરી છે. હવે આપણે ઉપડીએ.’

‘કોમરેડ આના?'

બોરીસ નીશોવેવ તેની પાસે આવ્યો.

 ‘કોમરેડ પ્રીમીયર,' આનાએ કહ્યું'. 'આ અમેરિકન એજન્ટ મિસ. નીકલ્સ કાર્ટર છે.'

નીશોવેવે મારી સાથે હસ્તધુનન કર્યું.

'ગુડ વર્ક મિ. કાર્ટર.' તે આના તરફ ફર્યો. અને તેં પણ ધણું સારૂં કામ બતાવ્યું, કામરેડ કંઈ કામ હોય તો જરૂર મને.’

‘છે.’

‘શું?’

‘બે ત્રણ અઠવાડિયાં માટે મને પશ્ચિમમાં વેકેશન ગાળવા દેશો?’

‘જરૂર,’ નીશોવેવે કહ્યું, ‘તું જઇ શકે છે. અને હવે હું પણ ઉપડું.’

હસ્તધુનન પુરૂ થયું.

બે રશીયન ગાર્ડો સાથે નીશોવેન ઉપડયો. 

આના મારી તરફ ફરી.

મેં કહ્યું ‘પહેલાં હું હોકનો સંપર્ક સાથી લઊં. પછી.’

‘યસ?’ 

‘ક્યાંક જઈએ.’

‘કયાં?’

‘જો તો ખરી!'

અમે બહાર આવ્યા. મેં તેને ભાડુતી કારમાં બેસાડી અને કાર રોમ તરફ મારી મુકી. અમારી સામે એક ઉજ્જવળ ભવિષ્ય હતું અને અમારી પાછળ કાળો ભૂતકાળ હતો. મેં જીવનમાં અનેક મિશન કર્યા હતા પણ આ અનુયાયીઓ જેવા દુષ્ટ માણસોથી ભાગ્યે જ ક્યારેક મારો પનારો પડ્યો હતો. ધર્મ અને રાજકારણ અ બે જ ચીજો એવી છે જે પ્રેમ પછી માણસને હત્યારો બનાવવાની ક્ષમતા ધરાવે છે. જોકે મેં જીવનમાં ક્યારેય પ્રેમ, ધર્મ કે રાજકારણને સ્થાન આપ્યું જ નહોતું કેમકે હું હત્યારો બનવા માંગતો નહોતો. અલબત હું હત્યારો હતો પણ હું હત્યા અલગ કારણો માટે કરતો હતો. મેં આ ત્રણ કારણોના તાબે થઈ લાગણીવશ ક્યારેય કોઈની હત્યા કરી નહોતી. મારું કામ હજારો હત્યાઓ અટકાવવા એકલ દોકલ હત્યા કરવાનું હતું અને એનો મને ક્યારેય અફસોસ નથી થયો.

 

સમાપ્ત