ભા
ગ 8પ્રાર્થીએ મનને ટટોળ્યું અને નક્કી કર્યું.આ બધી મુંઝવણોમાં હું મારાં જીવનનું ધ્યેય નહીં ભુલાવી દઉં.
એણે નવા સંબંધને થોડો સમય આપવાનું નક્કી કર્યું. સાથે પોતાનું સંપુર્ણ ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું.
થોડાં સમયમાં સુશિલા શેઠાણીનાં મા મરણ પથારીએ હોવાથી તેમને તેમનાં વતન જવાનું થયું. એ પ્રાર્થીને ભલામણ કરતાં ગયાં" અઠવાડિયાં માં એક વખત આંટો મારજે".
શ્રીકાંત આ તકની જ રાહ જોતો હતો .એણે મનમાં પાસા ગોઠવવાં માંડ્યાં.એણે વિહાગને એક સાંજે પુછ્યું" તું પ્રાર્થીનું ધ્યાન તો રાખે છે ને? મારા મિત્રની દિકરી છે , એને જરાય ઓછું ન આવવું જોઈએ. મારાં માટે એ દિકરી સમાન જ છે."
વિહાગે કહ્યું " તમારી અને મમ્મીની પસંદનું માન રાખ્યું છે મેં, પણ લગ્ન માટે ઉતાવળ ન કરતાં , થોડો સમય સેટ થવા દો મને, નવાં સંબંધમાં".
શ્રીકાંત મનમાં ખૂબ રાજી થયો. નવાં સંબંધમાં હોય?એવો કોઈ ઉત્સાહ કે લગ્નની ઉતાવળ વિહાગમાં નહોતી.
*******□□□□ʼ******□□□□******□□□□□
બે ત્રણ દિવસ પ્રાર્થી ગઈ નહોતી એટલે સાંજે વિહાગને મળવાનું અને ઘરે આંટો મારવાનું નક્કી કરી કોલેજ ગઈ હતી.એણે પપ્પાને સવારે જ જણાવી દીધું.અને શ્રીકાંત વિલામાં ફોન કરી જાણી લીધું કે વિહાગ ઘરે છે કે નહીં.પછી વિહાગને મેસેજ કર્યો કે હું સાંજે ઘરે આવું છું.
વિહાગને ખુશી તો થઈ, પહેલીવાર એને વિચાર આવ્યો કંઈ ગીફ્ટ લઈ લઉં.એ ફુલ, અને એક સોનાની ચેઈન લાવ્યો.
અત્યાર સુધી એ સંબંધનાં દોરાહામાં ઉભો હતો અને દુવિધામાં હતો. પ્રાર્થીનાં પ્રયત્નોને જોઈ એણે સંબંધમાં આગળ વધવાનું નક્કી કર્યું.
વિહાગે માને પ્રાર્થીની પસંદ પુછી એનું મનપસંદ ડિનર બનાવડાવ્યું,ટેબલ સજાવડાવ્યું. પોતે થોડો વ્યવસ્થિત તૈયાર
થઈને એની રાહ જોવા લાગ્યો.
શ્રીકાંતને સમાચાર મળી ગયાં હતાં કે પ્રાર્થી આવવાની છે.
એટલે એ ઓફીસથી વહેલો ઘરે આવી ગયો. ઘરે તૈયારીઓ જોઈ એને ઝટકો લાગ્યો.એનાં શેતાની દિમાગમાં કંઈ પ્લાન આવ્યો અને એ આરામથી પોતાનાં રૂમમાં જતો રહ્યો.એણે પોતાનાં વિશ્ર્વાસુ નોકરને સુચના આપી દીધી "ડીનર પતે એટલે તરત મને જાણ કરજે."
પ્રાર્થીએ બંગલાનાં કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો અને શ્રીકાંતની ગાડી જોઈ, એને કંઈક અજુગતું લાગ્યું. શ્રીકાંત આ સમયે ઘરે હજી છ વાગ્યાં હતાં.એ મનનાં ભાવને અવગણી અંદર આવી.
વિહાગે એની રાહમાં જ ઉભો હોય એમ દરવાજે જ હતો.એણે ફુલોનો બુકે ધરીને કહ્યું " વેલકમ".આ બીજું આશ્ર્ચર્ય આજે બધું નવું અને અલગ હતું.
એને વાતાવરણ અસામાન્ય લાગતું હતું છતાં એણે અંતરમનની લાગણી અવગણી દીધી. વિહાગનું વર્તન નવાઈ પમાડે તેવું હતું પણ અસામાન્ય ન હતું.
એ પછી તો ડીનર અને ધીરે ધીરે બંને ખુલતાં ગયાં.એકબીજા વીશે , વિચારો વિશે ખૂબ વાતો કરી.હવે બંને કંઈક અંશે એકબીજાને ઓળખતાં હોય એવું લાગ્યું અને પુર્વધારણાઓ દૂર થઈ. બંને ખુશ હતાં.
સાડા સાત થવાં આવ્યાં એટલે પ્રાર્થીએ કહ્યું." હું હવે જાઉં પપ્પા ઘરે એકલાં છે".વિહાગે ડ્રાઈવર મુકી જાય એમ કહેવાનાં બદલે હું મુકી જાઉં એમ કહ્યું.
આ બાજું શ્રીકાંતને સમાચાર મળી ગયાં હતાં એટલે એ ઘરનાં
દરવાજા ઉતરતાં છેલ્લાં પગથિયાં પાસે ઉભો રહ્યો.
વિહાગે કહ્યું " તું જઈને ડ્રાઈવરને કહે ગાડી કાઢે હું કપડા બદલીને આવું મને આમાં ડ્રાઈવીંગ નહીં ફાવે.
પ્રાર્થી નીચે ઉતરી એ પોતાનાં ખ્યાલમાં જ હતી , અચાનક સામે શ્રીકાંત આવી ગયો.એ એકદમ હેબતાઈ ગઈ પાછળ ખસવાનું સુદ્ધા ભાન ન રહ્યું.
શ્રીકાંતે નફ્ફટાઈથી કીધું કે હવે તો આપણે એક જ ઘરમાં રહેશું કેમ બચીશ?.અને એણે પ્રાર્થીનો હાથ પકડવાની કોશીશ કરી.અત્યાર સુધી સ્તબ્ધ પ્રાર્થી જાણે અચાનક ભાન આવ્યું હોય એમ સહેજ પાછળ ખસી અને શ્રીકાંતને એક તમાચો ઝીંકી દીધો.
એ ગુસ્સામાં તમતમી ગઈ " તમે એવું વિચાર્યું જ કેમ?તમારી હિંમત કેમ થઈ. હું કંઈ કાચીપોચી છોકરી નથી.
" હવે ક્યારેય મારો રસ્તો રોકતાં નહી.આ મારી ચેતવણી છે.નહીં તો હું સહન નહીં કરું".
અવાજ સાંભળી વિહાગ આવ્યો અને એણે પ્રાર્થીનું પ્રથમ આંગળી ઉંચી કરી વાત કરવું જોયું અને હું સહન નહીં કરું એટલું જ સાંભળ્યું."
એને આવેલો જોઈ શ્રીકાંતે તરત રંગ બદલ્યો." એણે ગાડી કાઢવાનું કહ્યું એટલે મે ખાલી કહ્યું કે એકલી જઈશ..એમાં તો...."બસ પપ્પા એમની વાત વચ્ચે કાપતાં વિહાગ બોલ્યો.
" તમારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી.
એટલીવારમાં ડ્રાઇવર ગાડી લઈને આવ્યો એટલે વિહાગે પ્રાર્થીને એટલું જ કહ્યું " બેસ".
રસ્તામાં એ થોડીવાર કંઈ ન બોલ્યો પછી વરસો પડ્યો." તમે મિડલક્લાસ છોકરીઓ પોતાને સમજી છો શું? થોડાં પૈસા દેખાઈ ગયાં તો ગમે તેનું અપમાન કરિ નાખવાનું ! હું આ જરાય શાખી નહીં લઉં.
મારી વાત તો સાંભળ " હું કંઈ સાંભળવા નથી માંગતો મેં સાંભળી પણ લીધું , જોઈ પણ લીધું.
પ્રાર્થી ગુસ્સા અને અપમાનથી ધ્રુજતી હતી.એની આંખ ભરાઈ ગઈ. એણેણપરાણે આશુંઓને આંખમાં જ રોકી લીધાં. " હવે હું પણ કંઈ કહેવાં નથી માંગતી...ક્યારેય કહીશ
પણ નહીં"..
ઘર આવ્યું એટલે પ્રાર્થી ચુપચાપ ગાડીમાં થઈ ઉતરી પાછળ જોયાં વિનાં ઘરમાં જતી રહી....
ક્રમશ:
ડો.ચાંદની અગ્રાવત