સુશીલા વિહાગનાં કમરામાં હુંફાળું તેલ લઈને ગઈ,
આ તેનો નિત્યક્રમ જ્યારે તે થાકેલો કે ઉદાસ જણાય
એ વાળમાં તેલ ઘસી દે અને અંતરમુખી દિકરા સાથે
વાત કરી એનાં મનનો તાગ મેળવે , એને કંઈ કહેવું હોય
સમજાવવું હોય તો આ ઉત્તમ સમય .
એની ડાયરીમાં કંઈક ટપકાવતાં વિહાગને ખલેલ ન
પહોંચે એમ સુશીલા એને ગમતી આર્મચેર પર બેસી ગઈ
થોડીવાર પછી લખવાનું પુરું થયું એટલે વિહાગ એનાં
પગ પાસે બેસી ગયો. મા દીકરા વચ્ચે અલગ જ ટ્યુનિંગ
હતું. આદર અને પ્રેમનું આગવું સંયોજન.એનાં ઘુંઘરાળા
વાળમાં માની હેતાળ આંગળીઓ ફરતી એ એનાં માટે
થેરાપી જેવું. સુશીલાએ શબ્દો ચોર્યા વિનાં સીધું જ પુછી
લીધું.."મેં તને મંદિરમાં જે છોકરી મળાવી હતી એની સાથે
તે વાત કેમ ન કરી." પછી મૃદુતાથી એની હડપચ્ચી
પોતાનાં તરફ ફેરવી બોલી " જો દિકરા મેં અત્યાર સુધી
ક્યારેય તારા પર કોઈ જાતનું દબાણ નથી કર્યું.ત્રણ ત્રણ
વર્ષથી તારી સાથે ચોવીશ કલાક રહેતી ઉદાસી હવે નહીં
જીરવાય.
વિહાગ માની ભિનાશ નીતરતી આંખો જોઈ થોડો
વિચલિત થઈ ગયો, અત્યાર સુધી ક્યારેય માંએ એની
સામે લાગણીવેડા નહોતાં કર્યાં , આ એની સાચુકલી પીડા
હતી.એ માને ગળે વળગી બોલ્યો "મા હું જરાપણ
ઉદાસ નથી, મને હવે એકલાં ચાલવામાં જ શાંતિ લાગે છે
મારા રસ્તામાં કોઈ રાહબરની જગ્યા નથી. " જો બેટા
કોઈનાં જવાથી જિંદગી અટકતી નથી. આપણે આપણી
જ ધારણાઓમાં બંધાયેલા રહી ને થોભી જઈએ છીએ
કોઈ જગ્યાએ .કદાચ એ આપણાં મનની દહેશત છે.
બાકી કુદરત તો હંમેશા ચાલતાં રહેવાનું જ શીખવે છે",
તારાં એકલાં રહેવાથી એ પાછી નહીં જ ફરે..જેટલું
જીવવાનું છે એ છે જ, તો એ સમય પીડામાં દુઃખને ગળે
વળગાડી પસાર કરવો એ જિંદગી દેનારનું જ અપમાન
છે." આટલું કહી વિહાગનાં માથે હાથ ફેરવી સુશીલાં
એનાં કમરામાંથી બહાર નીકળી ગઈ . એને વિશ્ર્વાસ હતો
વિહાગ એની વાત પર વિચાર જરૂર કરશે.
**********************************
પ્રાર્થી બધાં વિચારોને ધકેલ્યાં કરતી તોય ચંચળ મન
ત્યાંજ " શું સુશીલા આઁટી મને એને મળાવવાં જ ત્યાં
બોલાવતાં હતાં, ! "મન રોકતું હતું આ રસ્તે આગળ ન
જતી, દિમાગ બહું વ્યાવહારિક વિચારતું હતું, અને
યુવાનીમાં ઉઁબરમાં ડગ માંડેલ નાદાન હૈયાં પર પ્રથમ
પુરુષનાં પગલાં પડી ચુક્યાં હતાં.તો વળી એનાં ચરિત્રની
સરખામણી એનાં પિતા સાથે થઈ જતી ત્યારે ખુદ પર જ
ગુસ્સો આવતો." હું આટલી મુરખ કઈ રીતે હોય શકું
એનાં બાપને ઓળખ્યા પછી..એ એવો ન હોય તોય
એ ઘરમાં...વડી ખુદને જ ટપારતી "આ તો મમ્મી વાત
કરતી ભેંસ ભાગોળે અને છાશ વાગોળે એવું કર્યું મેં."
આ બાજું થોડી આતુરતા હતી આમંત્રણની તો
એકબાજું સુશીલા હવે વિહાગની સહમતીથી જ
આગળ વધવા માંગતી હતી.
**********************************
વિહાગ માની વાત સમજતો હતો પણ એનાં મનમાં નવી
શરૂઆત કરવાનો ઉત્સાહ જ નહોતો જાગતો.એનાં મન
માટે આ એકલતા આ ઉદાસી એક કાયમી ભાવ હતો.
કૃપા એનાં ઝહનમાં ઉઁડી ઉતરેલી હતી. એ સોળ સતર
વર્ષની નાદાન ઉંમર, કાચી વયે બંધાયેલ પાકું બંધન.
પાંચ વરસનાં સહવાસમાં બંનેનાં માતાપિતાની મુક
સહમતિ ભાઈ ગઈ હતી. વિવાહ નક્કી થયાં લગ્નની
તારીખ નજીક આવીને અચાનક કૃપાની તબિયત લથડી.
પહેલાં ખાંસી, ઝીણો તાવ લગ્નની દોડધામમાં થાક હશે
એમ અવગણ્યો. બંને લગ્નનાં જોડાનું ' ફાઈનલ' ફીટીંગ
જોવાં ગયાં, સવારથી જ કૃપાની તબિયત ખરાબ લાગતી
હતી એને વિહાગને કંઈ જણાય નહીં એની કાળજી
રાખી. જોરદાર ખાંસી ને લાલ જોડાંમાં રક્તનો રંગ
ભળ્યો પછી તો ટેસ્ટસ્, સ્કેન ડોક્ટર્સ....
વિહાગને છેલ્લાં કેટલાંય સમયથી થતાં અજંપા અને
અનિન્દ્રાનું કારણ સમજાયું એ લગ્ન પહેલાંનું સામાન્ય
સ્ટ્રેસ નહતું.
વિહાગ ભીની આંખે કૃપાની વિનવતો હતો એનો એક
હાથ એનાં હાથ તો બીજી બાજું મા એનું માથું
પસવારતી હતી, એનાં મમ્મી પપ્પા વાસ્તવિકતાની નક્કર
ધરતી પર પગ રાખી ચુક્યાં હતાં . એ કહેતો હતો" ત્રીજા
સ્ટેજનું હોય કે ચોથાનું , કંકોત્રીમાં આપણાં નામ
સજોડે છપાઈ ગયાં, એ સાથે જ રહેશે, કોને ખબર મને
એવું થયું હોત તો, કોઈ અકસ્માત નડ્યો હોત તો.?
સુશીલાએ પણ વિનંતી કરી " અત્યારે આધુનિક સારવાર
છે, જે થાય તે જોઈ લેશું .પરંતું એ લોકોએ નિર્ણય લઈ
લીધેલો....
પછી તો એ સારવાર માટે અમેરિકા ગઈ ..પરિવાર
આખો જતો રહ્યો.કોઈ માધ્યમથી કોઈ સંપર્ક નહીં..
વિહાગ તડપતો રહ્યો, કૃપાનાં હોવાનો અહેસાસ કહેતો
હતો તે હયાત છે.મિત્રો સગાસંબંધી ઈન્ટરનેટ કોઈ માધ્યમ
બાકી નહોતું રાખ્યું એને શોધવાનું ,પરિણામ શૂન્ય..એણે
હાર સ્વીકારી પણ આશા હતી કે હયાત હશે તો એ પાછી
ફરશે.
આ બાજું પ્રાર્થીનું જીવન નવો વળાંક લઈ રહ્યું હતું.
એમ.બી .એ ની પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં બે મહિના
જતાં રહ્યાં પછી પ્રવેશ ..ફીની ગોઠવણ ..સમયની રાખ
આકર્ષણની ચિનગારી પર ફરી વળી....
●●● ડો ચાંદની અગ્રાવત ...