The Author Dr.Chandni Agravat અનુસરો Current Read પ્રેમનો વહેમ - ભાગ 7 By Dr.Chandni Agravat ગુજરાતી ક્લાસિક નવલકથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ કુલ એપિસોડ્સ : 11 શેયર કરો પ્રેમનો વહેમ - ભાગ 7 (4) 1.4k 2.7k ભાગ 7 પ્રાર્થી નચિંત હતી.વિહાગ સાથેની મુલાકાત અને સ્પષ્ટતાં પછી એને ભવિષ્ય સુરેખ લાગતું હતું. પપ્પા પાસે અઠવાડિયું વિચારવાનો સમય માગ્યો ત્યારે મનમાં ક્યારેકજાગેલું આકર્ષણ નિર્ણય પર હાવી ન થાય એનું ખાસ ધ્યાન રાખેલું. ક્યારેક સ્મિતનો વિચાર આવતો તેમાં સહાનુભૂતિ વિશેષ હતી.વિહાગનાં વર્તન પરથી અંદાજો હતો કે એ ચોટ ખાયેલી વ્યક્તિ છે, પરંતું બીજી યુવતીઓની જેમ એણે ક્યારેય પ્રીન્સ ચાર્મીંગનાં ખ્વાબ નહોતાં સજાવ્યાં એ સન્માન અને સમજણ ઈચ્છતી. વિહાગને મળી ત્યારે એ એની ખુબસૂરતીથી થોડો આકર્ષાયેલો હતો, એને મનમાં થોડી શરમાળ મધ્યમવર્ગીયયુવતીનું ચિત્ર હતું જે પોતાનાં માટે એક અહોભાવ રાખે અને વિહાગમય બની જાય.એનાં મનની અસુરક્ષા આવિચારને પોષતી.પાર્થી એ માતા જ બેજીજક કહ્યું," જુઓ વિહાગ આપણે એકબીજાથી સાવ અજાણ છીએ,આપણાં દેશમાં લાખો લગ્ન આ જ રીતે થાય છે.હું માત્ર પૈસાથી અંજાઈને આ નિર્ણય નથી લેતી.હું ઈચ્છું છું કે મારું અને મારા પપ્પાનું સ્વાભિમાન કાયમ જળવાયેલું રહે."" હું મારી કારકીર્દી સ્વતંત્ર પણે બનાવીશ અનેતમારી ઓફીસમાં કામ નહીં કરું". પ્રાર્થી શ્રીકાંતથી દુર રહેવાં અન્ય ઓફીસમાં કામ કરવાં માંગતી હતી.જિંદગીમાં ઝાંઝવાત જોયાં પછી દરેક વ્યકિત પગભર હોવું જોઈએ એવું માનતી. વિહાગ તરફથી મુલાકાત પછી હા આવી ત્યારથી સુશુપ્ત આકર્ષણ ફરી બેઠું થતું હતું.મનમાં ગુલાબી સપનાં આકારલેવા લાગ્યાં. બીજી તરફ વિહાગને મનમાં કંઈ ખટક્યાં કરતું,એ વિચારતો મા જેને ઓળખે એ અને મને મળી તે પ્રાર્થીનાં બે ચહેરા છે.ભુતકાળનાં જખ્મની પીડા એને કોઈ પર વિશ્વાસ કરતા રોકતી.સગાઈની ઉમંગ ને બદલે એણે પોતાનાં મનને ઠરાવી દીધું કે આ મા માટે કરેલું સમાધાન.એકતરફ હ્રદયમાં દ્વાર કોઈનાં સ્વાગતમાં ખુલતાં હતાં. તો બીજી તરફ ભીડાયેલા.************************************સગાઈનો દિવસ આવી ગયો.પ્રાર્થી થોડોક ,ગભરાટ થોડી ખુશી અને ઉત્તેજના અનુભવતી હતી આકાર ગુલાબી રંગની ચોળી એની સુંદરતામાં વધારો કરતી હતી. સુશીલાનો ઉત્સાહ વર મા ને શોભે તેવો હતો.શ્રીકાંતને થપ્પડ મારી ગાલ લાલ રાખવા જેવી સ્થિતી હતી.પોતે જ પ્રાર્થીનેવહું બનાવવાનું વિચાર્યું એવું એ ધીરજલાલ આગળ જતાવતો હતો, અને પ્રાર્થીનો સામનો ન થાય તેની કાળજી રાખતો.વિહાગ એકદમ ગંભીર હતો, બધાનીનજર પ્રાર્થી પર ફરી ફરીને પહોંચતી પણ એણે એકાદવારઅણછજતી નજર જ કરી.શ્રીકાંત પામી ગયો કે વિરાજ પુરી રીતે તૈયાર નથી એણે વિચાર્યું, " વિહાગનું મન જાણવું પડશે ભવિષ્યમાં કદાચ એ છોકરી મારી વિરુદ્ધ કંઈ બોલે તો...કંઈક ગોઠવી રાખવું પડશે."પ્રાર્થી કંઈ કેટલાય ઉમંગ સજાવીને બેઠેલી, એનાં મનને આછેરો ધક્કો લાગ્યો વિરાગની અવગણનાથી." કદાચ હું જ વધારે પડતું વિચારું છું.?એટલો મોટો બિઝનેસમેન લોકોની હાજરીમાં થોડી લાગણી બતાવે." એણે પોતે જમનનું સમાધાન શોધી લીધું. જોકે માનસીએ હળવી ટકોર કરી જ લીધી" વિહાગ કોઈ પરીક્ષા આપવા આવ્યો હોય તેમ લાગે છે." સુશીલાએ હીરા જડી દીધા , અને વિહાગ એક નાનકડું ગુલાબ પણ ન લાવ્યો" આટલી બેરૂખી તોસગાઈ શું કામ કરી?"નવાં સવા સબંધની ચમકને બદલે ચહેરા પર અસમંજસનાં વાદળ છવાઈ ગયાં . પ્રાર્થીને આ રીતે જોઈ પાછા ફરેલાં સ્મિતને જરા આશાબંધાઈ "જરૂર એનાં પર દબાણ હશે, પૈસા અને પ્રતિષ્ઠા આગળ ધીરુકાકા ઝુકી ગયા હશે".એણે પ્રાર્થીને વાતવાતમાં પુછી લીધું " તું બહું ખુશ છે?" હા ...હ હું બહુંખુશ છું " થોડી ચુપકીદી પછી મળેલો જવાબ એને શાંતિ આપી ગયો સાથે મિત્ર સહજ ચિંતા પણ.સમય સરકતો જતો હતો ક્યારેક વિરાજ સાથે બહાર જવાનું તો ક્યારેક ઘરે હરવખત એ આયોજન માનું જ રહેતું, વિરાજ તરફથી મળવાનો ઉમળકો ન હતો.પ્રાર્થીવિચારતી લાગણી તો ધીરે જ જન્મે.. સમય સાથે સંબંધ પણ મજબુત થશે.તોય એનું યુવાન હૈયું પ્રિયતમનો પ્રેમ ભર્યો સ્પર્શ ઈચ્છતું .ક્યારેક હાથ પકડીને ચાલવું ક્યારેકઈશારામાં વાત કરવી. અનાયાસ સ્પર્શ થાય તોય શુષ્ક લાગતો. જાણે એક રાહ પર ચાલતા અજનબી રાહબર.થોડો સમય મળવાનું છોડી દે તો ફોન આવતો , એને લાગતું આ પણ માની તાકીદથી હશે.ક્યારેક મા વિહાગ લાવ્યો કહી મોંઘી ગીફ્ટ આપતી. હવે આ સંબંધની શુષ્કતા એને ડંખતી.મનમાં જ સ્મિત અને વિહાગની સરખામણી થઈ જતી.સ્મિત એની લાગણીનું કેટલું ધ્યાન રાખતો...તોય પોતાનાં મનમાં મિત્રની વિશેષ કંઈ નથી એ જાણતી દિમાગ કહેતું આ બધા કામચલાઉં આવેગ છે સમય સ્થિરતા લાવશે.મનમાં ક્યારેક અલપઝલપ વિચાર આવી જતો કે વિરાજ જો દિલ દઈ નથી શકતો તો પાછી હટી જાય.એની સમજણ એને ઉતાવળે નિર્ણય લેવા રોકતી.સ્મિતની મિત્રતા એટલી તો હતી જ કે વિ ની વાતો થાય.સ્મિતે સોસીયલ મિડિયામાં ડોકાઈને ભુતકાળ શોધી કાઢ્યો અને પ્રાર્થીએ મગનકાકા પાસે સઘળું જાણ્યું.માની વાતથી એને અંદાજો તો હતો જ..પણ આ સાવ નગણ્યનહતું એણે વિચારી લીધું કે વિહાગ મને ક્યારેય ન્યાય નહીં કરી શકે, આ તો છેતરામણી જ....હવે મન બળવો કરતું હતું...ક્રમશ:ડો.ચાંદની અગ્રાવત ‹ પાછળનું પ્રકરણપ્રેમનો વહેમ - ભાગ 6 › આગળનું પ્રકરણ પ્રેમનો વહેમ - ભાગ 8 Download Our App