Premno Vahem book and story is written by Dr.Chandni Agravat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premno Vahem is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનો વહેમ - નવલકથા
Dr.Chandni Agravat
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
પ્રાર્થી ધમધમતી ચાલે રસોડામાં ગઈ.લાઈટર પણ આજે મિજાજ પારખી ગયું હોય તેમ એક વારમાં ચાલી ગયું.પપ્પા માટે સુપ , ખીચડીને પોતાનાં માટે ટીફીન બનાવતાં જ નવ વાગ્યા.રસોડાનાં અવાજો એનાં મિજાજ
સાથે તાલ મિલાવતાં હતાં.
ધીરજલાલ પથારીમાં પડ્યાં પડ્યાં વિચારતાં હતાં કે
હંમેશા શાંત પ્રેમાળ અને દ્રઢ મનોબળવાળી એની પુથ્થુ કેમ બે ચાર દિવસથી આટલી પરેશાન છે, નહીંતો બાપદીકરીએ પાંચેક વર્ષમાં ક્યાં ઓછાં ઝાંઝવાત જોયા હતાં!
રસોડામાંથી પરવારતાં જ નવ વાગ્યા એ ઉતાવળે ધૂંધવાયેલાં મને તૈયાર થઈ.આછાં ગુલાબી રંગની કુર્તી
લાઈટ બ્લુ ડેનીમ ખભ્ભાથી નીચે સુધી લહેરાતાં સહેજ ભુખરી છાંટવાળા વાળ, ,કથ્થઈ ભાવવાહી આંખો, ઘાંટી ભ્રમર સાવ ધોળો ફક્ક નહીં પણ ખીલતો ગુલાબી વાન. રોજ અરીસામાં ખુદને જોઈ એને આછેરૂ ગર્વ થતું ,
આજે ગુસ્સો આવતો હતો.એ બબડી " આ ચહેરાએ જ જિંદગી મુશ્કેલ કરી છે .." ઘડિયાળમાં સાડાનવનો ટકોરો
વાગ્યો ને એ રીતસર ભાગી. " જિંદગી પણ આ બાબા આદમનાં વખતની ઘડીયાળ જેવી છે વાગ્યા જ કરે".
ભાગ 1ભાગ1 પ્રાર્થી ધમધમતી ચાલે રસોડામાં ગઈ.લાઈટર પણ આજે મિજાજ પારખી ગયું હોય તેમ એક વારમાં ચાલી ગયું.પપ્પા માટે સુપ , ખીચડીને પોતાનાં માટે ટીફીન બનાવતાં જ નવ વાગ્યા.રસોડાનાં અવાજો એનાં મિજાજ સાથે તાલ મિલાવતાં હતાં. ધીરજલાલ પથારીમાં પડ્યાં ...વધુ વાંચોવિચારતાં હતાં કે હંમેશા શાંત પ્રેમાળ અને દ્રઢ મનોબળવાળી એની પુથ્થુ કેમ બે ચાર દિવસથી આટલી પરેશાન છે, નહીંતો બાપદીકરીએ પાંચેક વર્ષમાં ક્યાં ઓછાં ઝાંઝવાત જોયા હતાં! રસોડામાંથી પરવારતાં જ નવ વાગ્યા એ ઉતાવળે ધૂંધવાયેલાં મને તૈયાર થઈ.આછાં ગુલાબી રંગની કુર્તી
ભાગ 2 પ્રાર્થી ક્યારની પડખાં ઘસતી હતી.શિયાળાની નિરવ શાંતિ વાળી રાત, આખું શહેર નિદ્રાધીન હતું ખાલી ઘડિયાળમાં કાંટા એનો સથવારો કરતાં હતાં.આગળ શું કરવું એ સુઝતું ન હતું "કાલે પાછો સોમવાર વળી પાછી એ ઓફીસનાં પગથિયાં ચડવાં પડશે. હવે ...વધુ વાંચોએની હિંમત ખુલતા જાય છે..માનસી કહેતી હતી તારી પહેલા જે છોકરી હતી ..તેણે પ્રતિકાર કર્યો તો કોઈ બહાનાં હેઠળ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું.. અને આવા સદગૃહસ્થને હેરાન કરવાની બદનામી અલગ.. છે પણ એવો જોતાં જરાપણ ખંધો ન લાગે.હંમેશા સફેદ વસ્ત્રો, રીમલેશ ચશ્માં હાથમાં નંગની વીંટીઓ સિવાય કોઈ આભૂષણ નહીં ન કોઈ વ્યસન..ન વાતની સફેદીને રંગોથી ઢાંકે. પંચાવન વર્ષનાં સીધાં સાદા
ભાગ 3 આજ એકદમ ખુશમિજાજ અને હસતાં ચહેરે પ્રાર્થીને આવતાં જોઈ , માનસી પણ ખુશ થઈ ," શું વાત છે આજ પહેલાં દિવસે ઓફીસ જોઈન કરી તેવી ખુશ લાગે છે." હા એવું જ સમજ હવે મારી મુશ્કેલીઓનો અંત આવી ...વધુ વાંચોઅને એની શરૂઆત થઈ ગઈ છે." એણે મોઘમ જવાબ આપ્યો. "આજથી એ ખંધો તો મારાથી દૂર જ ભાગશે ખોટી રીતે તો હેરાન નહીં જ કરે" ." એમ એવો તો તે શું ઉપાય કર્યો?" માનસીની ઉત્સુકતા વધી. એવામાં જ શ્રીકાંતનું આગમન થયું એટલે સહું ચુપચાપ કામે વળગ્યાં. બે ત્રણ કલાક વિત્યાં તોય શ્રીકાંતે પ્રાર્થીને એકપણ વાર બોલાવી નહીં તેથી સહુંને નવાઈ
સુશીલા વિહાગનાં કમરામાં હુંફાળું તેલ લઈને ગઈ, આ તેનો નિત્યક્રમ જ્યારે તે થાકેલો કે ઉદાસ જણાય એ વાળમાં તેલ ઘસી દે અને અંતરમુખી દિકરા સાથે વાત કરી એનાં મનનો તાગ મેળવે , એને કંઈ કહેવું હોય સમજાવવું હોય તો ...વધુ વાંચોઉત્તમ સમય . એની ડાયરીમાં કંઈક ટપકાવતાં વિહાગને ખલેલ ન પહોંચે એમ સુશીલા એને ગમતી આર્મચેર પર બેસી ગઈ થોડીવાર પછી લખવાનું પુરું થયું એટલે વિહાગ એનાં પગ પાસે બેસી ગયો. મા દીકરા વચ્ચે અલગ જ ટ્યુનિંગ હતું. આદર અને પ્રેમનું આગવું સંયોજન.એનાં ઘુંઘરાળા વાળમાં માની હેતાળ આંગળીઓ ફરતી એ એનાં માટે થેરાપી જેવું. સુશીલાએ શબ્દો ચોર્યા વિનાં સીધું જ
ભાગ 5 ભાગ 5 અભ્યાસક્રમ ચાલું થવાને અઠવાડિયાની વાર હતી , ત્યાં એણે રાજીનામું મુકી દીધું, એને હતું શ્રીકાંત એક મહિનાનો નોટિસ પિરીયડ ભરવાનું કહેશે.પણ એણે તો તુરંત જ રાજીનામું મંજુર કરી દીધું.એને મનમાં હાશકારો થયો " હવે સુશિલાનો ...વધુ વાંચોબલા સાથે પનારો નહીં પડે. એનાં મનમાંથી વાત નીકળી જશે". બીજી તરફ પ્રાર્થી પ્રત્યે અપાર લાગણી રાખનાર મગનકાકાનેય રાહત થઈ, "સારું થયું એ ઘરમાં એને ઝાંઝવાનાં જળ પાછળ ભાગવું પડત".. એ વિહાગની હાલતનાં સાક્ષી હતાં" એનું મન એવાં રણ જેવું એમાં ક્યારેય ફુલ ન ઉગત." પ્રાર્થીનાં મન તોય ચિંતાઓનાં પહાડ હેઠળ દબાયેલું હતું.પપ્પાએ જિદ્ કરી નોકરી છોડાવી, ફી પણ મમ્મીનાં