પ્રેમનો વહેમ - ભાગ 5 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો વહેમ - ભાગ 5

ભાગ 5

ભાગ 5

અભ્યાસક્રમ ચાલું થવાને અઠવાડિયાની વાર હતી , ત્યાં

એણે રાજીનામું મુકી દીધું, એને હતું શ્રીકાંત એક

મહિનાનો નોટિસ પિરીયડ ભરવાનું કહેશે.પણ એણે તો

તુરંત જ રાજીનામું મંજુર કરી દીધું.એને મનમાં હાશકારો

થયો " હવે સુશિલાનો આ બલા સાથે પનારો નહીં પડે.

એનાં મનમાંથી વાત નીકળી જશે".

બીજી તરફ પ્રાર્થી પ્રત્યે અપાર લાગણી રાખનાર

મગનકાકાનેય રાહત થઈ, "સારું થયું એ ઘરમાં એને

ઝાંઝવાનાં જળ પાછળ ભાગવું પડત".. એ વિહાગની

હાલતનાં સાક્ષી હતાં" એનું મન એવાં રણ જેવું એમાં

ક્યારેય ફુલ ન ઉગત."

પ્રાર્થીનાં મન તોય ચિંતાઓનાં પહાડ હેઠળ દબાયેલું

હતું.પપ્પાએ જિદ્ કરી નોકરી છોડાવી, ફી પણ મમ્મીનાં

ઘરેણાં વેચીને થાય પણ ગર ચલાવવાં....ધીરજલાલે

એને કહેલું કે કોઈ મિત્ર પાસેથી હું લઈ લઈશ પછી આપી

દેશું.એને ક્યાં જાણ હતી કે શ્રીકાંત શેઠ આવીને એની ફી

ઉપરાંત પાંચેક લાખ આપી ગયાં હતાં " તું પ્રાર્થીની ફીની

ચિંતા જરાય ન કરતો આ ઉપરાંત કંઈ જરૂર પડે તો

કહેજે, બસ એને ખબર ન પડવા દેતો તારી સ્વાભિમાની

દિકરી એક રૂપિયો પણ નહીં સ્વિકારે." ધીરજલાલ

ગળગળા થઈ ગયાં મિત્રની મિત્રતા જોઈને ....બધાનાં

પોતિકા ભ્રમ અને ડર હતાં.

પ્રાર્થી ઓફીસમાં સહુંની વિદાઈ લઈને ઘરે પહોંચી ત્યાં

શાંતિમાસીને જોઈને સીધી રસોડામાં ઘુસી" માસી આજે

શું બનાવીને લાવ્યાં? ગાજરનો હલવો શું વાત છે... આ

તો સ્મિતુડા નો ફેવરિટ....." એ દોડતી બહાર આવી

સ્મિત આવ્યો છે? ક્યાં " ." અરે. ધીરજ રાખ તારાં

ફેવરિટ પાવકનાં સમોસા લેવાં ગયો છે." માસી બોલ્યાં.

" આમેય એણે તારી જેમ જ એમ.બી.એમાં એડમિશન

લીધું છે. "

ત્યાં સ્મિત અવ્યો ..પ્રાર્થી એને હાથ પકડી ખેંચી લાવી

" કેમ તને મુંબઈ ન ફાવ્યું તે તે અમારાં શહેરમાં અને મારી

જ કોલેજમાં એડમિશન લીધું?" સ્મિત જરા ઓજપાઈ

ગયો.થોડીવાર બેસી નાસ્તો કરીને એ લોકો નિકળી ગયાં.

ધીરજલાલ ખુશ થયાં હવે પ્રાર્થીને આવવા જવામાં પણ

કંપની રહેશે.

પ્રાર્થીનાં મમ્મી અને શાંતિ બહેનનાં બહેનપણાં લગ્ન

કરીને આવ્યાં ત્યારથી.પછી માં વિનાની પ્રાર્થી પર એક હેત

વરસાવતાં ,એક વિધવા સ્ત્રીની આવનજાવન એક

વિધુરનાં ઘરે સમાજમાં ચણભણ વધે એ પહેલાં એ ચેતી

ગયાં, વારે તહેવારે કંઈ વાનગી મોકલે ને પ્રાર્થી નાની

મુંઝવણમાં એમનાં ઘરે જાય..પરંતું એ આવતાં નહીં

પછી તો સ્મિત માનાનાં ઘરે ભણવાં ગયો તે સાવ

આવનજાવન બંધ..પ્રાર્થી પણ નાનપણનાં મિત્ર વિનાનાં

સુના ઘરમાં જતી નહીં.

હવે ફરી બંને સાથે આવતાં જતાં થયાં, પ્રાર્થીને લાગતું

સ્મિત અંતરમુખી થઈ ગયો, હવે પહેલાંની જેમ છુટથી

હસતો બોલતો નથી.સ્મિત વિચારતો " નક્કી પ્રાર્થી મને

માત્ર મિત્ર જ સમજે છે, મારાં સાથનો રોમાંચ એને

મહેસૂસ નથી થતો.મારાં મનથી મારી લાગણીઓથી તે

સાવ અજાણ છે." આજ વિચારો એને રોકી રાખતાં .

સુશીલાને જાણ થઈ કે પ્રાર્થી હવે ઓફિસમાં નથી તો

ચિંતા તો થઈ પણ એ સમજતી હતી કે વિહાગ જ્યાં

સુધી મનથી તૈયાર ન થાય ત્યાં સુધી એ નાજુક છોકરીની

જિંદગી બગડે તેવું એ કંઈ કરવાં નહોતાં માંગતા.

વિહાગ આધુનિક યુગનો યુવાન હતો એનું દિમાગ મા

સાથે સહમત હતું ને મન ધરાર આગળ વધવાની ના

પાડતું હતું. અત્યંત એશોઆરામમાં પણ એનાં દિવસો

સંઘર્ષમય એનાં મનને ચેન ન હતું.સોશિયલ મિડીયાં

ખંગાળી એ થાક્યો કૃપા હયાત હોય તો એને છે આપવાનું

વિચારી શકાય નહીં.એક દિવસ એક ફોટોસુટની એડમાં

એક કપલ જોયું એને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો

આવતો." કૃપા કેવી રીતે હોય શકે..મને રીકવરી પછી યાદ

પણ નહીં" નીચે કેપ્ટન કૃપા વેડ્સ મનન.

સુશીલા પુછી રહી હતી અચાનક અમેરિકા ...એનાં

મનમાં આશંકા હતી તોય પુછ્યું નહીં, એ બોલ્યો "મા

બે મહિનાની તો વાત છે, બિઝનેસ માટે ટ્રેનિંગ અને થોડું

ફરી લઈશ, આવીને આપણી ઓફીસ પણ સંભાળી

લઈશ અને તમે કહેશો તેમ કરીશ." સુશીલાએ સહસા

પુછ્યું " સાચે જ?",હા મા સાચે...

*****○○○○○*****○○○○****○○○○*****
બે મહિનાનાં સહવાસમાં પ્રાર્થીની અંદરની સ્ત્રીને

સમજાઈ તો ગઈ હતી સ્મિતની લાગણી.એ પોતાને એવાં

કોઈ સ્પંદનો ન હતાં એટલે એ ક્યારેય જણાવવું ન દેતી.

સ્મિતની મમ્મી તો નક્કી જ કરીને બેઠાં હતાં કે સ્મિત

ભણી ગણીને નોકરી કરે એટલે પ્રાર્થી સાથે પરણાવી

હું છુટ્ટી.

*****●●□□●●●●□□ʼ□●●●●□□□□●●●●●
વિહાગ હતપ્રભ હતો કૃપાનોજાણે ઓળખતી જ નથી

એવો વ્યવહાર જોઈને. ...આટલાં વર્ષોની સફર આમ

કોઈ ભુલતું હશે. ત્યાં પાર્ટીમાં બધાએ ટોસ રેઝર કર્યો ને

એની તંદ્રા ખુલી." ટું અ લવલી કપલ એન્ડ સર્વાઈવર

જેણે નક્કી કર્યું છે જીવન સાથે વિતાવી આવાં લોકોને

ગાઈડ કરવાનું..

અત્યાર સુધીનાં ગુસ્સાનું સ્થાન માને લીધું. હવે જે

જગ્યાં હ્રદયમાં હતી તે સ્થાઈ હતી ,એની સાથે જ

આગળ વધવાનું હતું..એરપોર્ટ પરથી ઘર પર જતાં

ગાડીમાં સાહીરની ગઝલ " વો અરસામાં જઈને અંજામ

તક લારા હો મુશ્કીલ. ...."ચાલતી હતી

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત