ભાગ1
પ્રાર્થી ધમધમતી ચાલે રસોડામાં ગઈ.લાઈટર પણ આજે મિજાજ પારખી ગયું હોય તેમ એક વારમાં ચાલી ગયું.પપ્પા માટે સુપ , ખીચડીને પોતાનાં માટે ટીફીન બનાવતાં જ નવ વાગ્યા.રસોડાનાં અવાજો એનાં મિજાજ
સાથે તાલ મિલાવતાં હતાં.
ધીરજલાલ પથારીમાં પડ્યાં પડ્યાં વિચારતાં હતાં કે
હંમેશા શાંત પ્રેમાળ અને દ્રઢ મનોબળવાળી એની પુથ્થુ કેમ બે ચાર દિવસથી આટલી પરેશાન છે, નહીંતો બાપદીકરીએ પાંચેક વર્ષમાં ક્યાં ઓછાં ઝાંઝવાત જોયા હતાં!
રસોડામાંથી પરવારતાં જ નવ વાગ્યા એ ઉતાવળે ધૂંધવાયેલાં મને તૈયાર થઈ.આછાં ગુલાબી રંગની કુર્તી
લાઈટ બ્લુ ડેનીમ ખભ્ભાથી નીચે સુધી લહેરાતાં સહેજ ભુખરી છાંટવાળા વાળ, ,કથ્થઈ ભાવવાહી આંખો, ઘાંટી ભ્રમર સાવ ધોળો ફક્ક નહીં પણ ખીલતો ગુલાબી વાન. રોજ અરીસામાં ખુદને જોઈ એને આછેરૂ ગર્વ થતું ,
આજે ગુસ્સો આવતો હતો.એ બબડી " આ ચહેરાએ જ જિંદગી મુશ્કેલ કરી છે .." ઘડિયાળમાં સાડાનવનો ટકોરો
વાગ્યો ને એ રીતસર ભાગી. " જિંદગી પણ આ બાબા આદમનાં વખતની ઘડીયાળ જેવી છે વાગ્યા જ કરે".
જતાં જતાં પપ્પાને સૂચનાં આપી , જમી લેજો અને
સમયસર દવા લઈ લેજો..વડી મને ઉત્પાત કર્યો " પપ્પાનાં એક ખોટાં નિર્ણયનું પરિણામ છે..નહીં તો આજે" વિચારોમાં જ બસ સ્ટોપ આવી ગયું..142/2 બસ પણ તરત દેખાઈ .વિચારોનો વિંટો વાળી બસમાં ચડી ગઈ ને મનોમન પ્રાર્થના કરી.. " હે કાલીમાં એ રાક્ષસથી બચવાની હિંમત આપજે ,આ નોકરી મારી મજબુરી છે"..
ઓફીસમાં પહોંચતા સાડા દસ થયાં એણે રાહતનો શ્ર્વાસ લીધો " હાશ એ બુઢ્ઢી નહીં આવ્યો હોય હજી, પેલાં તો પપ્પાની મિત્રતાના દાવે બેટા બેટા કરી નોકરી આપીને પછી....એ જાણે કે હું પપ્પાનાં બિમાર હૃદયને
એકપણ ઝટકો નહીં આપું"...એણે પોતાની ડેસ્ક પર રાખેલાં મમ્મીનાં ફોટાને સ્પર્શી લીધું અને ડેસ્કટોપ ઓન કરી કાલનો અધુરો રીપોર્ટ તૈયાર કરવા લાગી.ત્યાંજ ઓફીસબૉય ભાવેશ આવ્યો મસાલાંનાં ડુચાને ગલોફામાં
માંડમાંડ સાચવતાં બોલ્યો." સાહેબે કાલનો રીપોર્ટ મંગાવ્યો છે"..બાજુની ડેસ્ક પરથી મગનકાકા તરત ઉભા થયાં" લાવ બેટા હું દઈ આવું" બત્રીસ વર્ષમાં એ શેઠની રગે રગ ઓળખી ગયાં હતાં.ભાવેશે એમની વાત અધવચ્ચે કાપી ખંધું હસતાં બોલ્યો સાહેબે એમને બોલાવ્યાં છે.
પ્રાર્થી ચહેરાનાં ભાવ જરાપણ ન બદલાઈ એવી સભાનતાં સાથે ઉભી થઈ .કાલીમાંનું મનોમન સ્મરણ કરી એણે કેબીનનો દરવાજો હડસેલ્યો." ગુડમોર્નીંગ અંકલ...સોરી. સર..." કહેતાં ફાઈલ લંબાવી ..એણે એવી રીતે ફાઈલ સાવ ખુણેથી પકડી કે અજાણતાંય સ્પર્શનો અવકાશ ન રહે. શ્રીકાંત ફાઈલ લેતાં બોલ્યો શાબાશ તું સારું ઝડપી કામ કરે છે.મારા આશીર્વાદ એમ કહીં માથે હાથ મુક્યો ને પીઠ થાબડી, બહારથી દેખાતો વહાલ ભર્યો સ્પર્શ પ્રાર્થી ને દઝાડતો એ હાથની રૂક્ષ આંગળી ની જાતજાતનાં નંગવાળી વીંટીઓ આત્માને લોહીલુહાણ કરતી હતી.મગનકાકા ઉતાવળી ચાલે પહોચ્યાં દરવાજામાં અડધા પ્રવેશી ને બોલ્યાં " આવું સાહેબ"...શ્રીકાંતે રોષ દબાવતાં કીધું આવો....બોલો શું અર્જન્ટ હતું? " તકનો લાભ લઈ પ્રાર્થી બહાર નિકળી ગઈ.
આશુંઓને અંદર ધકેલી એ પોતાની ડેસ્ક પર બેઠી.એનાં મનમાં ગુસ્સાએ તાંડવ મચાવ્યું એને પપ્પા પર મમ્મી પર ભગવાન પર બધાં પર નારાજગી અને ગુસ્સો હતો.થોડીવાર ભગવાનને થોડીવાર પપ્પાને દોષ દેતાં એને ખુદ પર પણ ગુસ્સો આવ્યો" હું કેમ થીજી જાઉં છું , કેમ નીકળી નથી આવતી..પ્રતિકાર નથી કરતી..
એને મમ્મીની તીવ્ર યાદ આવી ગઈ.પોતાનો ચૌદમો જન્મદિવસ આવે એ પહેલાં જ એ ચાલી ગઈ.પપ્પા તો હંમેશા કન્ફ્યુઝ રહેતાં, મમ્મી જ બધો વહેવાર અને ઘર સાચવતી , એ નોકરી એ જતાં એટલું જ પગાર મમ્મીને સોંપી નિશ્ચિત થઈ જતાં, એનાં ગયાં પછી એને ખુદને સંભાળતાં ન આવડ્યું..એક જ વર્ષમાં એમણે બીજું પાત્ર
શોધી લીધું. પછી તો ચાલું થયો આ ઝાંઝવાત મનમાં પીડાં દાબી રાખી મમ્મીને અન્યાય કરવાની ભાવનાથી પીડાતાં પપ્પા લાડકી દિકરી તરફનું વર્તન સહન નહોતાં કરી શકતાં ને હ્દયરોગી બની ગયાં.. પોતે અઢાર વર્ષની થઈ એટલે એનાં લગ્નની ઉતાવળ સામે બાપદીકરીએ નમતું ન જોખ્યું તો ખોટો કેસ, બદનામી નોકરીએ છુટીને પેરાલીસીસ નો અટેક...
આ બધાએ એટલી તો હિંમત ભરી કે ભણતાં ભણતાં પપ્પાની સેવા થોડો મોસાળનો ટેકો ને ત્રણ વર્ષ કોલેજ પુરી કરી ઘર પણ ચલાવ્યું ,રિઝલ્ટ આવ્યાં પહેલાં નોકરી મળી તો થોડો હાશકારો થયો. કે હવે માસ્ટર્સ કરીશ જિંદગી પાટે ચડશે..ત્યાં આ રાક્ષસ. એની હિંમત. વધતી જાય છે..
" પ્રાર્થી ક્યાં ખોવાઈ ગઈ? લંચ નથી કરવું" માનસીએ બોલાવી ત્યારે તંદ્રા તુટી...
એને શું ખબર હતી ભવિષ્યનાં રસ્તા પર સાવ અડધાર્યાં
વળાંકો છે.
ડો.ચાંદની અગ્રાવત