The Author Dr.Chandni Agravat અનુસરો Current Read સફર - 6 By Dr.Chandni Agravat ગુજરાતી ક્લાસિક નવલકથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ કુલ એપિસોડ્સ : 10 શેયર કરો સફર - 6 (6) 1.1k 2k એક દીર્ઘ આલિંગન પછી જ્યારે બંને છુટા પડ્યાં ત્યારે ..બંનેની આંખો હસ્તી હતી.એકબીજાને જાણ્યું સમજ્યાં વિના એક નાતો જોડાઈ ગયો. લીમડા, જ્હોન કે સાનિધ્યનાં ટીમ મેમ્બર્સને એ લોકોએ એકબીજાનો પરિચય ન આપવો પડ્યો.બંને એ ઘણું કહેવું હતું થોડાં ખુલાસા , માફી પણ બંને એટલાં સહજ હતાં જાણે ચિરપરિચિત કે કોઈ પણ ખુલાસાનું સ્થાન જ ન રહ્યું. બે દિવસમાં એફીલ ટાવર અને ઓછાં જાણીતાં ઘણાં સ્થળો ફર્યાં. પેરિસ વોક વે પર ફોટો ખેંચતા અમોઘા થોડી ભાવુક થઈ ગઈ " શું આપણે કાયમ સાથે રહેશું? રહી શકશું?" સાનિધ્ય એ એનો હાથ પકડીને કીધું " તને હજી એવું નથી લાગતું કે આપણે સાથે રહેવા જ સર્જાયા છીએ? હજી બે દિવસ પહેલાં સાવ અજાણ્યાં આપણે હાથ થામીને ફરીએ છીએ.." મારાં વિશે ઘણી એવી વાતો છે , જે કદાચ તારાં પરિવારને કે તને..." બસ મારે નથી સાંભળવું મારે પણ ભૂતકાળ છે..આપણો સબંધ આત્માનું બંધન છે એમાં ખાલી વર્તમાન જ હશે..હું બધું જાણીશ અને જણાવીશ પણ અત્યારે નહીં." લીવ ધીસ વેરી મોમેન્ટ્સ આ ક્ષણો જીવી લે .." તું કેમ તારાં સ્વભાવથી અલગ વર્તે છે?હું તને વચન આપું કે જિંદગીભર તારી સાથે ચાલીશ , ને જ્યારે એમ લાગશે કે હવે મંઝીલ બદલાઈ છે તો ચુપચાપ રસ્તો બદલી લઈશું.અને તું આજ જે છે એને હું ચાહું છું.અમોઘાની આંખના ખુણાં સહેજ ભીનાં થયાં " આ તો કેવું બંધન..મને પ્રભુએ આવાં અણધાર્યા પણ ભરપુર સંબંધો આપ્યાં...અવાજ સાંભળીને એનાં વિચારમાં ખલેલ પડી" હેય લવ બર્ડસ્..વી ડુંગર નીડ ટુ ગો હોમ.." લીંડા અને જ્હોન એમને શોધતાં આવ્યાં. અમુક કલાક પછી બાર્બીઝોન જવામાટે ટેક્સી પણ ન મળે..એણે હાથી સાનિધ્યને કહ્યું" ચલો , મા પણ તને મળીને ખુશ થશે."રસ્તામાં લીંડા એ અમોઘા વિશે એણે બનાવેલાં પેઈન્ટીંગ્સ ..સાકરમા બાર્બીઝોન એની ભૌગોલિકતાં વિશે નોનસ્ટોપ બોલતી હતી..અમોઘા સાનિધ્યનાં ખંભા પર માથું ઢાળી આંખ મીચી બેઠેલી હતી...સાનિધ્ય કંઈક અલગ જ લાગણીઓમાં હતો.અટલી સુંદર અનુભૂતિ , દુનિયાનો શ્રેષ્ઠ સ્થળ અને આ ખૂબસુરત રસ્તાઓ.એણે અમોઘાને ખલેલ ન પહોંચે એમ ડાયરી કાઢી ને લખવા લાગ્યો ..સાચું જ કહે છે જેણે યુવાની પેરિસમાં વિતાવી એ દુનિયાનાંકોઈપણ ખુણે રહે ..પેરિસ એની અંદર હંમેશા જીવંત રહે છે..સમય કેવો બળવાન હજી થોડા સમય પહેલાં જિંદગી સાવ અંધકારમય લાગતી હતી અને આજે..એમ લાગે છે કે સંપુર્ણ છે..સુખમાં છકી ન જવાય ક્યાંક.लम्हा लम्हा ईतना तरासा है, जैसे ईमारत कोई नायाब।ए जिंदगी टीका तो लगा लें,तुझे न लगे मेरी नजर न तुटे कोई ख्वाब । સાનિધ્ય લખવામાં મશગુલ હતો અને અમોઘા અતિશય થાકનાં કારણે ઉંઘી ગઈ હતી. એનાં માથામાં પાંસળીઓમાં દુઃખાવો હતો, પરંતું ખુશીનાં કેફમાં એ દર્દ દિમાગ પર હાવી નહોતું થતું. એણે સાકરમાંને કહીં દીધેલું " તમને મળવાં કોઈ મહેમાન આવે છે."રસ્તામાં જ સાનિધ્યને હેડ ઓફીસથી મેલ મળ્યો,ટુ પર્સન ફ્રોમ ટીમ હેવ ટું સ્ટે બેક ઈન પેરિસ ફોર અ મંથફોર એપ રીવ્યુસ્ એન્ડ અપગ્રેડેશન"એણે પતળભરનો વિચાર કર્યા વિનાં પોતાનાં માટે કન્ફર્મેશન આપી દીધું.બાર્બીઝોન પહોંચતાં એનાં જુની ફ્રેંચ બાંધણીનાં મકાનો ક્યાંક કતારમાં તો ક્યાંક છુટાછવાયાં એમાં એક નાની લેનનાં કિનારે અમોઘાનું ઘર..જુનાં સફેદ પથ્થરની બાંધણી હીપ રૂફ વચ્ચોવચ્ચ દરવાજો પર્શીયન બ્લું..એમાં દાખલ થતાં નાનકડી વરંડા જેવી સ્પેસ એમાં તુલસી ક્યારો અને હીંડોળો જોઈ ને સાનિધ્યને લાગ્યું જાણે ફ્રાન્સનાં ખોળીયામાં ભારતીય આત્મા.લીવીંગ સ્પેસમાં પ્રવેશતા જ જાજરમાન એવાં સાકરમા જાણે જીવતી જાગતી આત્મિયતાં. ..સાનિધ્યને વરસોથી ઓળખતાં હોય તેવાં વહાલથી મળ્યાં.એકાદ દિવસમાં સાકરમાં અને સાનિધ્ય વચ્ચે એક સેતુ રચાઈ ગયો. અમોઘા એ જોઈને રાજી થતી હતી સાથે સાથે શરીરમાં ને માથામાં થતાં તીવ્ર દુઃખાવાનાં કારણે મનમાં ચિંતા કોરી ખાતી હતી..સવારે જ ઉઠવા સમયે થોડું ધુંધળું દેખાતું હતું ને જમણો પગ જાણે નિર્જીવ. સાનિધ્ય એક મહિના માટે રોકવાનો છે એ એને રાહત લાગી...સાકરમાં નાં એન્જાઈના અટેક અને આ દુઃખાવા વચ્ચે મનમાં એક સહારાની ઝંખના જાગતી હતી.*****□□□□*****□□□□*****□□□***એક દિવસ અમોઘા સ્ટુડીયોમાં બીઝી હતી અને સાનિધ્ય ઓનલાઇન પોતાનું કામ કરી પરવાર્યો ત્યારે સાકરમાં ડાબો હાથ દબાવી લગભગ બેહોશ જેવી અવસ્થામાં હીંચકા પર ઢળેલાં હતાં. સાનિધ્યએ તરત જ અમોઘાએ સમજાવ્યાં પ્રમાણે માની જીભ નીચે દવા રાખી.થોડા સ્વસ્થ થતાં માએ તેને પાસે બેસાડીને કહ્યું " બેટા તું આ મારાં છુંદણા જોઈને પુછતો હતોને આ શું છે.આજે એ અને ઘણી વાત કે' વી છે અમોઘાની મારી હવે જાજો વખત હોય ઈમ નથી લાગતું" સાંભળીને સમજજે ને ગળેપ ઉતારજે હો..મને ભરૌહૌ છે મારી છોડી એકલી નય રે મારાં પછી."સની એમનો હાથ પકડી પોતાનાં માથે રાખ્યો ને કીધું " તમારો વિશ્ર્વાસ સાચો છે."ને સાકરમાં એ પોતાની ને અમોઘાની વાત. ચાલું કરી...ક્રમશ: ડો.ચાંદની અગ્રાવત ( જે વાચક મિત્રો ને ... કંઈક અધુરું લાગતું હોય તે સથવારો....સંબંધોનો વાંચ્યા પછી આ વાંચશે તો..વધારે મજા આવશે) ‹ પાછળનું પ્રકરણસફર - 5 › આગળનું પ્રકરણ સફર - 7 Download Our App