Safar - 1 books and stories free download online pdf in Gujarati

સફર - 1

ભાગ 1
વાચકમિત્રો મારી નવલકથા સથવારો ...સંબંધો ભાગ્યનાં
આપ સહુંને ગમી...હવે તેનો ભાગ 2 આવી રહ્યો છે....
સફર સ્વરૂપે ...આશા છે તેને પણ એવો જ પ્રતિસાદ મળશે..
*************************************
સફર ભાગ 1
*************************************
સાનિધ્યની આંખમાંથી સતત આશું નિતરતા હતાં , આ દેશની ઠંડીથી થીજી ગયેલી લાગણીઓ ચાર ચાર વર્ષ પછી પીગળી હતી.એનાં હાથમાં પકડેલાં ફોનની સ્ક્રીન પર આશું ખર્યા, સ્ક્રીન પર રાખેલો ચહેરો જાણે તોય અમૃત વરસાવતો હતો.

વીકએન્ડ અને હેવી સ્નોફોલ , મોટી વીન્ડોમાંથી દુર સુધી દેખાતી સફેદી એને ગુંગળાવતી.બધાં એન .આર આઈ વર્ષે બે વર્ષે યાયાવર પક્ષીની જેમ દેશમાં ઉડી જતાં
શિયાળામાં, પોતે જ છાતી પર પથ્થર રાખીને જીવતો.

થોડો સ્વસ્થ થયાં પછી પોતાની બ્લેક કોફીનો મગ લઈ
એણે થોડીવાર કંઈક વિચાર્યુંને તરત જ પહેલી ફ્લાઇટની ટીકીટ બુક કરાવી. ટોરેન્ટો થી દિલ્હી નોનસ્ટોપ , દિલ્હી થી અમદાવાદ .ડેવીસવીલે થી ટોરેન્ટોનાં નાના અંતર માટે પણ એણે રાઈડ બુક કરી.એણે મનોમન ગણતરી મારી "કાલ સવારની ફ્લાઇટ મને ઘરે પહોંચતા કમસેકમ બે દિવસ લાગશે સરપ્રાઇઝ યોગ્ય નથી, પા રાહ જોતાં હશે મારાં આવવાની, મેસેજ કરી દઉં ." એણે ફોન લીધો મેસેજ કરતાં પાછું વોઈસનોટ ઓન થયું. પપ્પાને સહેજ અસ્વસ્થ અવાજ" સની બેટાં તારી મમ્મીને હાર્ટ અટેક આવ્યો છે.બહું ચિંતા જેવું નથી બાકી બધું બરાબર છે બસ તાણ....અમને ખબર છે તું નારાજ નથી પણ ગીલ્ટનાં કારણે નથી વાત કરતો.એકવાર આવી જા બેટાં તારી મમ્મા માટે તું જ દવા..."

ફરી એકવાર એની આંખો ભીની થઈ. મન મક્કમ કરી
એણે ઓફિસમાંથી એક મહિનાની રજા અપ્રુવ કરાવી અને પેકીંગ કર્યું. પાને ટીકીટની વિગતો મોકલી દીધી. તૈયાર થતાં એણે અરીસામાં જોયું એને
લાગ્યું જાણે કોઈ બીજાનું પ્રતિબિંબ જોયું . " મા મને આમ જોશે તો .એને ખુદને ખુદની યાદ આવી ગઈ.આખો દિવસ ખુશમિજાજ રહેતો નફીકરો , માની આજુબાજુ ફરતો હંમેશા થોડી વધેલી દાઢી , અસ્તવ્યસ્ત વાળ .મા જ તો વાળ ઓળતી ને પા ચીડવતાં આટલો માવડીયો રહીશ તો કોઈ ગર્લફ્રેંડ નહીં બને." આજે હંમેશા ક્લીનસેવ્ડ લાઈટકલર્સ બ્લેઝરમાં ફરતો અને ઉદાસી ઓઢેલો ચહેરો પોતે જ ક્યાં પોતાનાં ગાલનાં ખંજન જોયાં હતાં એક અરસાથી.

વિમાનની યાત્રા સાથે એનાં મનની યાત્રા ચાલું થઈ ગઈ . આમ જુઓ તો સાવ સીધી સરળ ખુશહાલ જિંદગી
બસ કાચી સમજણમાં જીવથી વહાલીમાની અવગણના કરી ધરારથી કેનેડા આવ્યો પણ હૃદયતો ત્યાંજ છુટેલું.પોતાને ક્યાં ઈચ્છા હતી પણ એકવીસ વર્ષે પોતાની
ઈચ્છા સમજાય તેવી ગંભીરતા ક્યાં હતી, અને આજે
પચ્ચીસ વર્ષે પચાસ જેવી પીઢતા. આસપાસ બસ ખામોશી. એણે ડાયરી કાઢી શબ્દો ટપકાવ્યાં
" मेरी बहारी
खामोशी और मेरे अंदर का शोर गुजरे हुए तुफान का निशान है।
मेरा दिल अब एक खंढर सा पुराना मकान है।"
આ એક જ લખવાનો શોખ અને શબ્દો જેનો સાથ નહોતો છુટ્યો.

અમદાવાદ એરપોર્ટ પર નમન લેવા આવેલો હશે, એ તો ખાતરી જ હતી. પોતાની ગેરહાજરીમાં મા-પાનું ધ્યાન એજ તો રાખતો.અલબત પોતાની સાથે અબોલા હતાં એકાદ વરસથી .ફોન કરતો ત્યારે કાયમ એક જ ફરિયાદ
" તારી આ બેરૂખી , આ ભાવહીન અવાજ , આ ખામોશી બધું અહીં સુધી પડઘાય છે. પોતાની પાસે કંઈ વાત કરવાની નહોતી ".જિંદગી એક મશીનની જેમ ચાલતી , એકધારી.આખરે એનાં ફોન ધીમે ધીમે બંધ થયાં.

એરપોર્ટ બહાર નીકળતાં જ નમન એને ભેટી પડ્યો.એને ધારેલું બોલશે પણ નહીં.એના ચહેરા પર એક મ્લાન સ્મિત આવેલું જોઈ નમન બોલ્યો" ચિંતા ન કર આંટીને સારું છે ઘરે આવી ગયાં., તું હવે તારૂં સોગીયું મોઢું ઠીક કર..કેનેડાથી આવ્યો કે પાકિસ્તાનથી.." પોતાનો દોસ્ત બીલકુલ બદલાયો નથી એ જાણી એક નિરાંત થઈ. " હમણાં કલાકમાં ઘરે પહોંચાડી દઉં." નમન એને કાર સુધી દોરી જઈ કીધું.

શહેરનાં દરેક રસ્તા સાથે કોઈને કોઈ યાદ જોડાયેલી હતી, સાથે જોયેલાં મુવીઝ, ગાર્ડનમાં પસાર કરેલાં કલાકો
એક પછી એક મનમાંથી પસાર થતાં હતાં , કેટલો નિર્દોષ બલકે. બુદ્ધ હતો પોતે.તેને વિચારોમાં ખોવાયેલ જોઈ ને મનને હળવી ટકોર કરી.." સાનિધ્ય મહારાજ તમારૂં સાનિધ્ય અમારાં નસીબમાં નથી. "." તું વિતેલી વાતો કેમ
ભૂલવા નથી માંગતો? , આગળ વધ કંઈ નહીં તો અંકલ આંટી માટે."

ઘર પહોંચતાં એનાં પગ ઢીલાં પડી ગયાં, મા દિકરો એકમેકને વળગીને રોઈ પડ્યાં.

ઘરે પહોંચી પહેલીવાર આટલી ગાઢ ઉંઘ ખેંચી.માની હાલત જોઈ એણે નક્કી કર્યું કે હવે જિંદગીમાં આગળ વધશે. ..બહાર ફળીયામાં બધાં તાપણું કરી બેઠાં હતાં , તે ડાયરીમાં લખતો હતો.
" में लाख ख्वाहिश जगाऊं जीने की
मेरे अंदर कुछ मर सा गया है।
कदम में रोज बढाता हुं,नई दिशा में,
बस रास्ता ही मुझसे रुठ गया है।"

ડો.ચાંદની અગ્રાવત
ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED